Home /News /madhya-gujarat /

LIVE update: શિવપાલનો ફરીથી મંત્રી બનવાનો ઇન્કાર

LIVE update: શિવપાલનો ફરીથી મંત્રી બનવાનો ઇન્કાર

સમાજવાદી પાર્ટીમાં ગઇ કાલે થયેલી ઉથલપાથલ બાદ ડેમેજ કંટ્રોલ હાથ ધરાયું છે. પરંતુ એકવાર તીર છુટી ગયા બાદ જાણે સ્થિતિ કાબુમાં લેવા દિગ્ગજ નેતાઓને પણ પરસેવો છુટી રહ્યો હોવાની સ્થિતિ છે. જાણવા મળ્યા મુજબ સત્તામાંથી બહાર કરાયેલા મંત્રી શિવપાલને ફરીથી મંત્રી પદ સોંપવા પ્રયાસ થઇ રહ્યો છે. પરંતુ તેઓ ફરીથી મંત્રી બનવાનો સ્પષ્ટ ઇન્કાર કરી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
લખનૌ #સમાજવાદી પાર્ટીમાં ગઇ કાલે થયેલી ઉથલપાથલ બાદ ડેમેજ કંટ્રોલ હાથ ધરાયું છે. પરંતુ એકવાર તીર છુટી ગયા બાદ જાણે સ્થિતિ કાબુમાં લેવા દિગ્ગજ નેતાઓને પણ પરસેવો છુટી રહ્યો હોવાની સ્થિતિ છે. જાણવા મળ્યા મુજબ સત્તામાંથી બહાર કરાયેલા મંત્રી શિવપાલને ફરીથી મંત્રી પદ સોંપવા પ્રયાસ થઇ રહ્યો છે. પરંતુ તેઓ ફરીથી મંત્રી બનવાનો સ્પષ્ટ ઇન્કાર કરી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે.

સુત્રોનું માનીએ તો આજે આ અંગે મહત્વનો ફેંસલો આવી શકે એમ છે. આ ઉપરાંત દુર કરાયેલા ચાર મંત્રીઓને પરત લેવા મુદ્દે પણ ચર્ચાઓ તેજ બની છે. મુલાયમસિંહે જાતે જ સમાધાન ફોર્મ્યુલા બનાવી છે જે અંતર્ગત શિવપાલ સંગઠન ચલાવશે અને આગામી ચૂંટણીમાં ટિકિટ વહેંચણીનું કામ અખિલેશ કરશે. તો આજે રામગોપાલે સીધો જ મુલાયમ સામે પ્રહાર કરી માહોલને વધુ ગરમ કર્યો છે.

જાણો અત્યાર સુધીનું અપડેટ

#પાર્ટી કાર્યાલય પહોંચી શિવપાલ યાદવે કહ્યું કે, નેતાજી કહેશે એનું પાલન કરીશ. પાર્ટીમાં બધુ બરોબર છે. કાર્યાલયથી તેઓ મુલાયમસિંહના નિવાસે પહોંચ્યા છએ. શિવપાલ સાથે બરતરફ કરાયેલા મંત્રી નારદ રાય અને ઓમપ્રકાશ સિંહ પણ છે.

#સુત્રોના જણાવ્યા અનુસાર બરતરફ કરાયેલા ચારેય મંત્રીઓને પરત લેવામાં આવી શકે છે પરંતુ શિવપાલે ઇન્કાર કર્યો છે. મુલાયમસિંહને એમણે કહ્યું કે, ફરીથી મંત્રી નહીં બનું.

#રામગોપાલના લેટેસ્ટ નિવેદન અનુસાર મુલાયમ બેહદ ક્ષુબ્ધ, મુલાયમ સમર્થકોમાં પણ ભારોભાર આક્રોશ છે. રામગોપાલને જવાબ આપવાની તૈયારીમાં છે.

#રામગોપાલે મુલાયમસિંહ યાદવના એ નિવેદનને મૂર્ખતાપૂર્ણ ગણાવ્યું કે જેમાં એમણે કહ્યું હતું કે, અમરસિંહે એમને ઘણીવાર બચાવ્યા છે. રામગોપાલે કહ્યું કે, આ એક નોનસેન્સ સ્ટેટમેન્ટ છે. એમનું કહેવું છે કે, કહેતા પહેલા એમણે વિચારવું જોઇતું હતું.
First published:

Tags: અખિલેશ યાદવ, ઉત્તરપ્રદેશ, મુલાયમસિંહ યાદવ, શિવપાલ યાદવ, સમાજવાદી પાર્ટી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन