Home /News /madhya-gujarat /

Gujarat corona update: બે દિવસથી કોરોનાની રફ્તાર ધીમી પડી, ક્યાં કેટલા કેસ નોંધાયા?

Gujarat corona update: બે દિવસથી કોરોનાની રફ્તાર ધીમી પડી, ક્યાં કેટલા કેસ નોંધાયા?

ગુજરાત કોરોના વાયરસ અપડેટ

Gujarat coronavirus latest new update: આજે શનિવારે કોરોના વાયરસના સંક્રમણ ફેલાવાની ગતિ ધીમી પડી હોય છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Gujarat covid-19 news case) નવા કેસો 10,000ની નીચે આવી ગયા છે.

    covid-19 latest update: ગુજરાતમાં કોરોના વાયરસની ત્રીજી લહેરના (Gujarat coronavirus third wave) વચ્ચે લોકોએ ઉત્તરાયણ (uttarayan) અને વાસી ઉતરાયણનો તહેવાર ધામધુમથી ઉજવ્યો છે. તહેવારોમાં કોરોનાનો (coronavirus case) ફેલાવો થવાનો ડર રહેતો હોય છે. ત્યારે આજે શનિવારે કોરોના વાયરસના સંક્રમણ ફેલાવાની ગતિ ધીમી પડી હોય છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Gujarat covid-19 news case) નવા કેસો 10,000ની નીચે આવી ગયા છે. આજે શનિવારે રાજ્યભરમાં કુલ 9177 કેસો (Gujarat corona case) નોંધાયા છે. જ્યારે 5404 દર્દીઓ સાજા થયા છે. જોકે રાજ્યભરમાં કોરોનાથી કુલ 7 દર્દીઓના મોત (coronavirus death toll) નીપજ્યા છે.

    ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 9177 કેસ નોંધાયા છે. અને સાત દર્દીઓના કોરોનાના કારણે મોત નીપજ્યા છે. તો બીજી તરફ રાજ્યભરમાંથી 5404 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. ગુજરાતમાં કોરોનામાંથી સાજા થવાનો દર 92.39 ટકા રહ્યો હતો.

    રાજ્યમાં વિવિધ જિલ્લા અને નગરપાલિકાઓમાં કોરોના વાયરસના કેસોની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 2621, સુરત કોર્પોરેશનમાં 2215, વડોદરા કોર્પોરેશનમાં 1211 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 438 કેસ નોંધાયા હતા. જ્યારે સુરતમાં 282, ભાવનગર કોર્પોરેશનમાં 250, ગાંધીનગર કોર્પોરેશનમાં 218, વલસાડમાં 201 કેસ નોંધાયા હતા.

    આ ઉપરાંત 200થી ઓછા કેસ નોંધાયા હોય એવા જિલ્લા અને નગરપાલિકાઓની વાત કરીએ તો નવસારીમાં 175, રાજકોટમાં 149, મહેસાણામાં 135, જામનગર કોર્પોરેશનમાં 121, ગાંધીનગર 102, કચ્છ 87, વડોદરા 87, બનાસકાંઠા 81, આણંદ 78, પાટણ 77, મોરબીમાં 76, ગીર સોમનાથમાં 67, ભરૂચમાં 63 અને ખેડામાં 59 કેસ નોંધાયા હતા.

    આ પણ વાંચોઃ-Makar Sankranti: રાજકોટ અને પાટણમાં પતંગ લૂંટવી ભૂલકાઓને પડી ભારે, બે બાળકોની જીવનની દોરી કપાઈ

    50 કરતા ઓછા કેસો ધરાવતા જિલ્લા
    આ ઉપરાંત અમદાવાદમાં 45, ભાવનગરમાં 45, દાહોદમાં 45, સુરેન્દ્રનગરમાં 44, જામનગરમાં 40, સાબરકાંઠામાં 35, જૂનાગઢ કોર્પોરેશનમાં 32, મહીસાગરમાં 27, અમરેલીમાં 15, પંચમહાલમાં 14, દેવભૂમિ દ્વારકામાં 9, જૂનાગઢમાં 9, તાપીમાં 7, નર્મદામાં 6, પોરબંદરમાં 6, અરવલ્લીમાં 2, બોટાદમાં 2, ડાંગમાં 1 કેસ નોંધાયો હતો. જ્યારે છોટાઉદેપુરમાં આજે એકપણ કોરોના કેસ નોંધાયો નથી.

    આ પણ વાંચોઃ-crime news: પાંચ બાળકોની માતાને પરપુરુષ સાથે ઈલુ ઈલુ કરવું ભારે પડ્યું, આશિકે આપ્યું દર્દનાક મોત

    ગુજરાતમાં કોરોના વાયરસના એક્ટીવ કેસો
    ગુજરાતમાં અત્યારે કોરોના વાયરસના એક્ટીવ કેસોની વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે કુલ 59464 એક્ટીવ કેસો છે જેમાંથી 60 દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે જ્યારે 59504 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 846375 દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે જ્યારે 10151 દર્દીઓના મોત નીપજ્યા છે.

    આ પણ વાંચોઃ-Rajkot: હૃદયદ્રાવક ઘટના! દીકરીનું કન્યાદાન કરે તે પૂર્વે કુદરતે છીનવ્યા પિતાના પ્રાણ, ધ્રૂસકે ધ્રૂસકે રડી વ્હાલસોયી પુત્રી

    આજે કેટલા કોરોના રસીના ડોઝ અપાયા?
    ગુજરાતમાં આજે વાસી ઉત્તરાયણ શનિવારે કુલ 176918 કોરોના વાયરસ રસીના ડોઝ અપાયા હતા. જેમાં 39510 પ્રીકોશન ડોઝનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં રાજ્ય સરકારે કુલ 94660282 કોરોના વાયરસની રસીના ડોઝ આપ્યા છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Coronavirus case

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन