ઉત્તરાયણને લઈ લોકો પતંગ ખરીદવા અને ઉજવણી કરવા માટે તૈયારી કરી રહ્યા છે. બીજી બાજુ રાજ્યસરકાર દ્વારા ઉત્તરાયણમાં પતંગથી ઘાયલ પક્ષીઓને સારવાર મળી રહે અને પક્ષીઓના જીવ ન જાય તેના માટે સજ્જ બન્યા છે.રાજ્યમાં કરુણા અભિયાન ચલાવવામાં આવે છે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરૂણા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં 10 દિવસ સુધી સઘન રીતે હાથ ધરાઇ રહેલા આ અભિયાનમાં સહયોગી સંગઠનો અને રાજ્ય સરકારના વન, પશુપાલન સહિતના વિભાગોના કર્મયોગીઓ સાથે માર્ગદર્શન પુરૂં પાડયું છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, ઉત્તરાયણ પર્વમાં પક્ષીઓ પતંગની દોરીથી ઘાયલ-ઇજાગ્રસ્ત ના થાય તે માટે રાજ્યમાં ચાઇનીઝ દોરી ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ માટે કડક સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે અને દોષિતોને કડક સજા કરવા વહીવટી તંત્રને આદેશ પણ આપ્યા છે.
ગુજરાતમાં મકરસંક્રાતિ દરમિયાન ઘાયલ પક્ષીઓના જીવ બચાવવા- જીવદયાને પ્રાધ્યાન્ય આપવા 2017થી વ્યાપક સ્વરૂપે કરૂણા અભિયાનનું આયોજન કરવામાં આવે છે. રાજ્યભરની જીવદયા સંસ્થાઓ આ કાર્યમાં મોટી સંખ્યામાં સહભાગી થાય છે. જેના પરિણામે આ અભિયાન સફળ બનાવી શક્યા છીએ.કરૂણા અભિયાન દ્વારા સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં 50 હજારથી વધુ અબોલ પક્ષી, પ્રાણીઓના જીવ આપણે બચાવી શકયા છીએ.
શું કોઈ વૃક્ષને લોહી નીકળે? આ 'બ્લડવૂડ ટ્રી'ને કાપીએ તો લોહી નીકળે છે
ગુજરાતમાં કોવિડ-19 અને છેલ્લા થોડાક દિવસથી પક્ષીઓમાં બર્ડ ફ્લુના પણ છૂટા છવાયા કેસ જોવા મળ્યા છે. આની સામે સાવચેતીના ભાગરૂપે ઘાયલ પક્ષીઓની સારવારમાં જોડાયેલા સૌ કોઇ રાજ્યની સરકારની SOPનું અમલ કરે તે જરૂરી છે. બર્ડ ફ્લુનો ચેપ બીજા પક્ષીમાં ન ફેલાય તેની કાળજી રાખવી પડશે
રાજ્યમાં મક્રરસંક્રાંતિ પર્વ દરમિયાન
એકપણ અબોલ પક્ષીનો જીવ ન જાય તે માટે પશુપાલન વિભાગ, વન વિભાગ દ્વારા પક્ષીઓની પ્રી- પોસ્ટ સારવાર માટે ICU, એમ્બ્યુલન્સ, પશુ-પંખીઓની સારવાર માટે 1962 હેલ્પલાઇન સહિતની જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે તેમાં સહભાગી થવા સ્વૈચ્છિક સંસ્થાઓને અપીલ કરી છે.
ઉત્તરાયણના દિવસે પવન હશે કે નહીં? પતંગ રસિયાઓ માટે હવામાન વિભાગે કરી આગાહી
કોવિડ અને બર્ડ ફ્લુની SOPનું યોગ્ય પાલન થઈ શકે તેમ માટે PPE કીટ પહેરીને ઘાયલ પક્ષીઓને બચાવવાની કામગીરી કરવી જરૂરી છે. આ માટે અંદાજે 20,000 PPE કિટનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે. આ મહાનગરપાલિકા સહિત સંબંધિત કચેરીએ ઉપલબ્ધ થઈ શકશે.
ચાલુ વર્ષએ કરૂણા અભિયાનમાં 421 સારવાર કેન્દ્રો, 71 મોબાઇલ વાન, 37 કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ તથા 529 પશુ ચિકિત્સકો ઉપરાંત કર્મચારીઓ અને સ્વંયસેવકો સહભાગી થયા છે