Home /News /madhya-gujarat /

ઉત્તરાયણની પતંગ દોરી ખરીદવા અમદાવાદીઓ ભાન ભૂલ્યા, કોરોનાને આમંત્રણ?

ઉત્તરાયણની પતંગ દોરી ખરીદવા અમદાવાદીઓ ભાન ભૂલ્યા, કોરોનાને આમંત્રણ?

બજારમાં લોકોની ભીડ

Ahmedabad news: રાયપુર પતંગ બજારમાં છેલ્લી ઘડીની ખરીદી કરવા માટે પતિંગરસિયાઓની ભીડ ઉમટી પડી છે.

અમદાવાદ: શહેરમાં ઉત્તરાયણના (ઙUttrayan in Ahmedabad) પહેલા રાયપુર અને જમાલપુર બજારમાં (Jamalpur market) મોટી સંખ્યામાં લોકો પતંગ અને ફિરકી લેવા ઉમટી પડ્યા છે. અહીં પતંગ (kite buying) ખરીદી વખતે લોકો દ્વારા ક્યાંય સોશિયલ ડિસ્ટન્સ જળવાતા જોવા મળ્યા ન હતા. એટલું જ નહીં અનેક લોકો માસ્ક વગર જોવા મળી રહ્યા છે. રાયપુર પતંગ બજારમાં છેલ્લી ઘડીની ખરીદી કરવા માટે પતિંગરસિયાઓની ભીડ ઉમટી પડી છે.

ભીડને કારણે ચિંતાનો માહોલ

લોકોની ભીડને કારણે ચિંતાનો માહોલ ઉભો થયો છે. એક તરફ અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા રોજે રોજ માસ્ક વગરના લોકો પાસેથી દંડ ઉઘરાવાય છે. ત્યારે પતંગ બજાર પર કોર્પોરેશનને ભીડને કાબૂમાં લેવામાં કોઈપણ પ્રકારની સૂચન ના હોવાનું દેખાઇ રહ્યું છે. આ અંગે કેટલાક પતંગ રસિયાના કહેવા પ્રમાણે, અમદાવાદમાં સરકારી ગાઇડલાઈન ને કારણે ઉત્તરાયણ ફિક્કી બની ગઈ છે.

પતંગ ખરીદી કરનારાઓ કોરોનાને ભુલ્યાં હોય તેવી સ્થિતિ

ઉત્તરાયણના તહેવાર બાદ અમદાવાદમાં ફરી કોરોના વકરે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. રાયપુર ખાતે આવેલા પતંગ બજારમાં અત્યારે પતંગ લેવા હજારોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટી છે.

બજારમાં લોકોની ભીડ


ક્યાંય બજારમાં કોઈ દુકાનમાં સોશિયલ ડિસ્ટન્સ કે ભીડ ન હોય તેવું જોવા મળી રહ્યું છે. લોકોમાં કોરોના ભુલાઈ ગયો છે અને બેખોફ બની લોકો પતંગ લેવા માટે બજારમાં ઉમટી પડ્યા છે. ત્યારે લોકોને  આ અંગે પૂછતા લોકોએ પણ વિવિધ પ્રકારનાં જવાબ આપ્યા હતા.

આ પણ વાંચો - હવે તો સુધરો! અમદાવાદીઓએ માત્ર 11 દિવસમાં માસ્ક ન પહેરવાના 25 લાખથી વધારે ચૂકવ્યાં

ન્યુઝ18ગુજરાતીને લોકોએ જણાવ્યું કે, ક્યાં સુધી અમે માસ્ક સાથે ફરીશું. સરકાર રેલી કરે પણ અમે માસ્ક ના પહેરીએ તો ન ચાલે. પતંગના ભાવ દર વર્ષ કરતા આ વર્ષે વધુ છે. પરંતુ પતંગ ચગાવવાનો શોખીન લોકો ભાવ વધુ હોવા છતાં પતંગ ખરીદી કરવા આવે છે. દોરીના ભાવ પણ વધારે છે.

આ પણ વાંચો - ઉત્તરાયણના દિવસે જાણો કેવો રહેશે પવન, પતંગ રસિયાઓ માટે હવામાન વિભાગે કરી મોટી આગાહી

આ વર્ષે કોરોના મહામારીના કારણે રાત્રી કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે. ત્યારે લોકો બજારમાં પતંગ લેવા માટે સાંજે 5 વાગ્યાથી જ ઉમટી પડ્યા છે અને રાતે 9 વાગ્યા સુધી દુકાનો ચાલુ રાખવા દેવામાં આવનાર હોવાથી હજી પણ લોકો આવે તેવી શકયતા છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Kite flying, અમદાવાદ, ઉત્તરાયણ, ગુજરાત

આગામી સમાચાર