અમદાવાદ : 'હોમિયોપેથીક-આયુર્વેદિક કૉલેજોમાં 4000 બેડ ખાલી, કોરોનાના દર્દીઓની સારવાર માટે જોડો'


Updated: November 22, 2020, 4:06 PM IST
અમદાવાદ : 'હોમિયોપેથીક-આયુર્વેદિક કૉલેજોમાં 4000 બેડ ખાલી, કોરોનાના દર્દીઓની સારવાર માટે જોડો'
ઓલ ગુજરાત આર્યુવેદિક એસો. મહામંત્રી ડો અમિત નાયકે રાજ્યમાં આરોગ્ય સચિવને પત્ર લખી માંગ કરી

ઓલ ગુજરાત આર્યુવેદિક એસો. મહામંત્રી ડો અમિત નાયકે રાજ્યમાં આરોગ્ય સચિવને પત્ર લખી માંગ કરી

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં જ્યારે કોરોના વાયરસ બેકાબૂ બન્યો છે ત્યારે અમદાવાદ શહેરમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે બેડ ખુટી પડ્યા છે. આ સ્થિતિમાં રાજ્યના ઓલ ગુજરાત આયુર્વેદિક એસોસિએશનના મહામંત્રીએ સરકારને પત્ર લખીને આયુર્વેદ-હોમિયોપેથિક કૉલેજના ખાલી બેડનો ઉપયોગ કરવાની માંગ કરી છે.

ઓલ ગુજરાત આર્યુવેદિક એસો. મહામંત્રી ડો અમિત નાયકે રાજ્યમાં આરોગ્ય સચિવને પત્ર લખી માંગ કરી છે કે  ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસ બહુ ગંભીર રીતે ફેલાયેલો છે અને 4 શહેરો અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત માં કર્ફયુ લગાવવો પડેલ છે. અમદાવાદમાં સ્થિતિ એટલી વિસ્ફોટક છે કે કોવિડ 19 ના પોઝિટિવ દર્દીઓ માટે બેડ પણ ઉપલબ્ધ નથી અને દર્દીઓ ને સરકાર દ્વવારા કરમસદ અને ગાંધીનગર જેવા શહેરો માં દાખલ કરવા માટે મોકલવા પડે છે. AMC દ્વવારા પ્રાઇવેટ હોસ્પિટલ માં સરકારી ખર્ચે જે 50% બેડ કોવીડ 19 ના દર્દીઓ માટે MOU દ્વારા લેવામાં આવેલ છે તેમાં સરકાર ના મોટા અધિકારી ઓ ને લાખો રૂપિયા નું કમિશન મળે છે જયારે કેટલાય બીલો ખોટી રીતે પાસ કરી ભ્રસ્ટાચાર આદરવામાં આવેલ છે.


આ પણ વાંચો :  સોમવારથી રાજ્યનાં ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યુ રહેશે : નીતિન પટેલ

જયારે બીજી બાજુ ગુજરાત રાજ્ય માં અલગ અલગ શહેર અને જિલ્લામાં 26 કરતાં વધારે સરકારી આયુર્વેદ-હોમિયોપેથીક કોલેજ અને હોસ્પિટલમાં આશરે 4000 કરતાં વધારે બેડ છે અને હાલ તેનો વપરાશ પણ નહિવત છે. આપ જાણો છો તેમ આયુર્વેદ હોસ્પિટલ માં કોઈપણ ઇમર્જન્સી સારવાર કરવામાં આવતી નથી અને આ સરકારી આયુર્વેદ હોસ્પિટલ માં નિયુક્ત તબીબો અને નર્સિંગ સ્ટાફ ને સરકાર દ્વારા અન્ય મેડિકલ સ્ટાફ જેટલો જ પગાર અને ભથ્થા ઓ ચૂકવવામાં આવે છે અને આ સ્ટાફ પણ હાલ આવી પડેલ આ મહામારી માં તેમની સેવાઓ આપવા માટે તત્પર છે તો આજદિન સુધી આપના વિભાગ દ્વવારા કેમ આ ચિકિત્સા પદ્ધતિ ના તબીબ કે હોસ્પિટલના બેડ નો કોવીડ 19 ના દર્દીઓ માટે ઉપયોગમાં લેવાયેલ નથી તે એક ગંભીર પ્રશ્નાર્થ છે?

આપના સરકારી બાબુઓ ને પ્રાઇવેટ હોસ્પિટલ ના બેડ ના MOU માં મસમોટું કમિશન અને અન્ય સુવિધા મળે છે એટલે જ આજદિન સુધી સરકાર પાસે રહેલ સુવિધા નો જ આપ ઉપયોગ કરવામાં નિષ્ફળ નીવડેલ છો
Published by: Jay Mishra
First published: November 22, 2020, 4:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading