અમેરિકા: ચર્ચને સ્વામિનારાયણ મંદિરમાં ફેરવાશે,11 કરોડમાં ખરીદ્યું

News18 Gujarati
Updated: December 25, 2018, 7:34 AM IST
અમેરિકા: ચર્ચને સ્વામિનારાયણ મંદિરમાં ફેરવાશે,11 કરોડમાં ખરીદ્યું
અમેરિકા: ચર્ચને સ્વામિનારાયણ મંદિરમાં ફેરવાશે,11 કરોડમાં ખરીદ્યું

અમેરિકાનું છઠ્ઠું અને વર્લ્ડમાં નવમું ચર્ચ છે જેને સ્વામિનારાયણના મંદિરમાં પરિવર્તિત કરવામાં આવી રહ્યું છે

  • Share this:
અમેરિકાના વર્જિનિયામાં આવેલ 30 વર્ષ જૂના ચર્ચને સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં બદલવામાં આવશે. ચર્ચને મંદિર બનાવ્યા પછી ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આયોજન કરવામાં આવશે. આ અમેરિકાનું છઠ્ઠું અને વર્લ્ડમાં નવમું ચર્ચ છે જેને સ્વામિનારાયણના મંદિરમાં પરિવર્તિત કરવામાં આવી રહ્યું છે. ચર્ચને મંદિરમાં રુપમાં પરિવર્તિત કરવાનું કામ અમદાવાદની સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે.

સંસ્થાનાના મહંત ભાગવત પ્રિયદાસ સ્વામીના મતે સંસ્થાના પ્રમુખ પુરષોત્તમપ્રિયદાસ સ્વામીના નેતૃત્વમાં 30 વર્ષ જૂના ચર્ચને સ્વામિનારાયણ મંદિરના રુપમાં પુનનિર્મિત કરાયું છે. આ ચર્ચને મંદિરમાં પરિવર્તિત કરવામાં વધારે ફેરફાર કરાયા નથી. આ વર્જિનિયામાં ભગવાન સ્વામિનારાયણનું પ્રથમ મંદિર હશે.

આ ચર્ચ લગભગ 5 એકરમાં ફેલાયેલ છે. જેમાં 18000 સ્કેવયર ફૂટમાં બનેલ છે. ચર્ચને 1.6 મિલિયન ડોલર (લગભગ 11 કરોડ રુપિયા)માં ખરીદવામાં આવ્યું છે. સ્વામિનારાયણ મંદિર તરફથી મળેલી માહિતી પ્રમાણે વર્જિનિયામાં લગભગ 10 હજાર ગુજરાતી રહે છે. જેમાં મોટા ભાગના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને ક્ચ્છના છે.
First published: December 24, 2018, 8:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading