Home /News /madhya-gujarat /

#UriTerrorAttack: ચાર આતંકવાદી ઠાર, સર્ચ ઓપરેશન ચાલુ

#UriTerrorAttack: ચાર આતંકવાદી ઠાર, સર્ચ ઓપરેશન ચાલુ

જમ્મુ કાશ્મીરના ઉરી સેક્ટરમાં રવિવારે વહેલી સવારે આતંકવાદીઓએ ફરી એકવાર મોટા હુમલાને અંજામ આપ્યો છે. આતંકીઓએ ફરી આર્મી હેડક્વાર્ટરને નિશાન બનાવ્યું છે. આતંકવાદી હુમલામાં કુલ 17 જવાનો શહીદ થયા છે અને 16 ઘાયલ થયા છે.

  • Pradesh18
  • Last Updated :
જમ્મુ #જમ્મુ કાશ્મીરના ઉરી સેક્ટરમાં રવિવારે વહેલી સવારે આતંકવાદીઓએ ફરી એકવાર મોટા હુમલાને અંજામ આપ્યો છે. આતંકીઓએ ફરી આર્મી હેડક્વાર્ટરને નિશાન બનાવ્યું છે. આતંકવાદી હુમલામાં કુલ 17 જવાનો શહીદ થયા છે અને 16 ઘાયલ થયા છે. ગૃહમંત્રીના નિવાસે આપાતકાલિન બેઠક ચાલી રહી છે.

પ્રાપ્ત જાણકારી વિગત શહીદ જવાનોમાં 15 જવાનો તો બિહાર રેજિમેન્ટના હતા જ્યારે 2 ડોગરા રેજિમેન્ટના હતા. આતંકીઓના હુમલાને પગલે વળતો જવાબ આપવા સેનાની વધારાની ટુકડીઓ ઉતારી દેવાઇ હતી. જેમણે મક્કમ કાર્યવાહી કરતાં ચાર આતંકીઓને ઠાર કર્યા હતા.

#આતંકવાદી હુમલાનું અપડેટ

-રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ કેન્દ્રિય ગૃહ મંત્રી રાજનાથ સિંહના નિવાસ સ્થાને મીટિંગમાં ભાગ લેવા પહોંચ્યા હતા.

-વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઉરીની સ્થિતિની જાણકારી આપવામાં આવી

-કેન્દ્રિય રક્ષા મંત્રી મનોહર પાર્રિકર પણ ઉરી માટે રવાના થયા

-આતંકી હુમલામાં 17 જવાનો શહીદ થયા

-આર્મી ચીફ દલવીર સિંહ સુહાગ ઉરી માટે રવાના

-સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ

-સેનાના ચાર આતંકવાદીઓને ઠાર કરાયા

-રાજનાથ સિંહે જમ્મુ કાશ્મીરના ગર્વનર એનએન વોહરા અને મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી સાથે વાત કરી

-
First published:

Tags: આતંકવાદી હુમલો, જમ્મુ કાશ્મીર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन