અમદાવાદઃ કાશ્મીરના ઊરીમાં થયેલા આતંકી હુમલાનો ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે. ઊરી આતંકી હુમલાના પગલે અમદાવાદના વસ્ત્રાપુરમાં શહીદો ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. મોટી સંખ્યામાં એકત્ર થયેલા યુવાનોએ પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર કરી પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપવા સરકારને અપીલ કરી હતી. સાથે જ પાકિસ્તાની કલાકારો ગાયકો તથા પાકિસ્તાન સાથે નો વ્યાપાર બંધ કરવા અપીલ કરી હતી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: અમદાવાદ, ઊરી હુમલો, રોષ, શ્રદ્ધાંજલિ