Home /News /madhya-gujarat /

ઉરી હુમલાનો પ્લાન ગત વર્ષે નવેમ્બર માસમાં ઘડાયો હતો, છોડી મુકાયેલ મસૂદ ભારે પડી રહ્યો છે

ઉરી હુમલાનો પ્લાન ગત વર્ષે નવેમ્બર માસમાં ઘડાયો હતો, છોડી મુકાયેલ મસૂદ ભારે પડી રહ્યો છે

#સામી છાતીએ લડવાની હિંમત ન હતી અને એટલે જ ફરી એક વખત કાયરતાની ચાલ ચાલી. વધુ એક વખત આતંકી હુમલાનો પ્લાન કર્યો. રાતના અંધારામાં નદી પાર કરીને કેમ્પમાં દાખલ થયા અને જવાનોના કેમ્પ પર હુમલો કર્યો. ઉરી હુમલાનો પ્લાન ગત નવેમ્બર માસમાં ઘડાયો હોવાનું તથા આ માટે ISIએ ગુપ્ત બેઠક પણ કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #સામી છાતીએ લડવાની હિંમત ન હતી અને એટલે જ ફરી એક વખત કાયરતાની ચાલ ચાલી. વધુ એક વખત આતંકી હુમલાનો પ્લાન કર્યો. રાતના અંધારામાં નદી પાર કરીને કેમ્પમાં દાખલ થયા અને જવાનોના કેમ્પ પર હુમલો કર્યો. ઉરી હુમલાનો પ્લાન ગત નવેમ્બર માસમાં ઘડાયો હોવાનું તથા આ માટે ISIએ ગુપ્ત બેઠક પણ કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે.

સવાલ એ થાય છે કે કોનું ભેજુ આ પાછળ હતું કે જેણે આ કારયતાપૂર્વકનું કામ કર્યું. તો જવાબ છે મસૂદ અજહર અને જે ચાર આતંકવાદીઓએ જવાનોને મોતને ઘાટ ઉતારવામાં આત્મઘાતી હુમલો કર્યો એને નામ અપાયું હતું અફજલ ગુરૂ સ્ક્વોડ. વાસ્તવમાં જૈશ એ મોહમ્મદના આતંકવાદીઓની બનાવાયેલી આતંકવાદીઓની આ એક ટુકડી છે. જેનો ઇરાદો છે પાકની મદદથી સરહદ પાર કરી ભારતમાં હિંસા ફેલાવવાનો.

અહીં નોંધનિય છે કે, મસૂદ અજહર પઠાણકોટ હુમલાનો માસ્ટરમાઇન્ડ છે. જેને 1994માં જમ્મુમાં ધરપકડ કરાયો હતો. જોકે અજહરને છોડાવવા માટે 5 આતંકવાદીઓએ 24 નવેમ્બર 199એ ઇન્ડિયન એરલાઇન્સનું IC-814ને હાઇજેક કરાયું હતું. મુસાફરોને છોડાવવા માટે ભારતે ત્રણ આતંકવાદીઓને છોડ્યા હતા. છોડાયેલા આતંકવાદીઓમાં મૌલાના મસૂદ અજહર, મુશ્તાક અહમદ જરગર અને અહમદ ઉમર સઇદ શેખ હતા. મસૂદ અજહરે વર્ષ 2000માં આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદની રચના કરી.

અજહર મસૂદે અફજલ ગુરૂના મોતનો બદલો લેવા માટે એક શહીદ હજાર ફિદાયીનનો નારો આપ્યો હતો. એ બાદ એણે અફજલ ગુરૂ બ્રિગેડ બનાવી. તંગધાર આર્મી કેમ્પ, પઠાણકોટ એરબઝ અને હવે ઉરી આર્મી કેમ્પમાં થયેલા હુમલામાં આ જ બ્રિગેડનો હાથ છે. જો ગુપ્ત સુત્રોનું માનીએ તો ઉરી હુમલાનું ષડયંત્ર ગત વર્ષે નવેમ્બર માસમાં આઇએસઆઇ અધિકારીઓના નેતૃત્વમાં એક બેઠકમાં ઘડાયો હતો.
First published:

Tags: આતંકવાદી હુમલો, ઉરી આતંકી હુમલો, ઉરી હુમલો, જૈશ-એ-મોહમ્મદ, પઠાણકોટ હુમલો

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन