ઉરી હુમલાનો બદલો: સર્જિકલ સ્ટ્રાઇકથી ભારતીય કમાન્ડોએ કર્યા 40 આતંકીઓને ઠાર

Haresh Suthar | Pradesh18
Updated: September 29, 2016, 4:11 PM IST
ઉરી હુમલાનો બદલો: સર્જિકલ સ્ટ્રાઇકથી ભારતીય કમાન્ડોએ કર્યા 40 આતંકીઓને ઠાર
ઉરી આતંકી હુમલાનો બદલો લેતાં ભારતીય સેનાએ નિયંત્રણ રેખા (એલઓસી) પાર કરી આતંકવાદીઓને નિશાન બનાવતાં બુધવારે રાતે સર્જિકલ સ્ટ્રાઇક ઓપરેશન દ્વ્રા 40 આતંકીઓને ઠાર કર્યા છે.

ઉરી આતંકી હુમલાનો બદલો લેતાં ભારતીય સેનાએ નિયંત્રણ રેખા (એલઓસી) પાર કરી આતંકવાદીઓને નિશાન બનાવતાં બુધવારે રાતે સર્જિકલ સ્ટ્રાઇક ઓપરેશન દ્વ્રા 40 આતંકીઓને ઠાર કર્યા છે.

  • Pradesh18
  • Last Updated: September 29, 2016, 4:11 PM IST
  • Share this:
નવી દિલ્હી #ઉરી આતંકી હુમલાનો બદલો લેતાં ભારતીય સેનાએ નિયંત્રણ રેખા (એલઓસી) પાર કરી આતંકવાદીઓને નિશાન બનાવતાં બુધવારે રાતે સર્જિકલ સ્ટ્રાઇક ઓપરેશન દ્વ્રા 40 આતંકીઓને ઠાર કર્યા છે.

ડાયરેક્ટર જનરલ મિલિટ્રી ઓપરેશન્સ(ડીજીએમઓ) લેફ્ટિનેન્ટ જનરલ રણવીર સિંહે જણાવ્યું કે, જે આતંકવાદીઓને નિશાન બનાવાયા છે. જે જમ્મુ કાશ્મીરમાં ઘૂસણખોરી કરી ભારતના અન્ય શહેરોમાં હુમલાને અંજામ આપવાનું ષડયંત્ર કરી રહ્યા હતા. આ ઓપરેશન કરવાનો હેતુ આતંકવાદીઓની ઘૂસણખોરી અટકાવાનો હતો.

જમ્મુ કાશ્મીરના ઉરીમાં આર્મી કેમ્પમાં 18 સપ્ટેમ્બરે થયેલા આતંકવાદી હુમલામાં 19 જવાનો શહીદ થયા હતા. આ હુમલા બાદ ભારતીય સેના દ્વારા લેવાયેલું આ મોટું પગલું છે.

આ ઓપરેશનને અંજામ આપવા માટે સુનિશ્વિત રીતે રણનીતિ બનાવવામાં આવી હતી. સાથોસાથ એ માટે ખાસ સાવધાની પણ રાખવામાં આવી હતી. જેનાથી આ મિશન સફળ રહ્યું છે.

આ રીતે અપાયો ઓપરેશનને અંજામ

--બુધવારે અડધી રાત બાદ શરુ થયું ઓપરેશન--ભારતીય સેનાના 40 પેરા કમાન્ડો જોડાયા સર્જિકલ સ્ટ્રાઇક ઓપરેશનમાં

--હેલીકોપ્ટરથી કમાન્ડોને લાઇન ઓફ કંટ્રોલ પાસે ઉતારાયા

--ભારતીય કમાન્ડોએ ચાલીને એલઓસી કરી પાર

--8 આતંકી કેમ્પો પર અલગ અલગ સમયે હુમલો કરાયો

--સવારે 4-30 કલાકે ઓપરેશન થયું પુરૂ

--આ ઓપરેશનમાં અંદાજે 40 આતંકવાદી ઠાર

શું છે સર્જિકલ સ્ટ્રાઇક?

--સીમિત એરીયામાં દુશ્મનને મારવા માટે થતી કાર્યવાહી

--માત્ર ટારગેટ પર કરાય છે સટીક હુમલો

--દુશ્મનને સૌથી વધુ નુકશાન

--વગર ચેતાવણીએ ગુપ્ત રીતે કરવામાં આવે છે હુમલો

--દુશ્મનને છટકવાનો સમય નથી મળતો
First published: September 29, 2016, 4:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading