અયોધ્યા: 26 વર્ષ બાદ રાહુલે પુરી કરી પિતા રાજીવ ગાંધીની અધુરી ઇચ્છા
અયોધ્યા: 26 વર્ષ બાદ રાહુલે પુરી કરી પિતા રાજીવ ગાંધીની અધુરી ઇચ્છા
ઉત્તરપ્રદેશમાં ખેડૂત યાત્રા નિકાળી રહેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે રામની નગરી અયોધ્યામાં છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે અયોધ્યા પહોંચ્યા છે. 1992માં બાબરી મસ્જિદ વિધ્વંસ બાદ એવું પહેલી વાર થયું છે કે જ્યારે ગાંધી પરિવારમાંથી કોઇ અહીં આવ્યું છે. રાજીવ ગાંધી 26 વર્ષ પહેલા અયોધ્યાની મુલાકાતે આવ્યા હતા. અયોધ્યામાં રાહુલ ગાંધીએ હનુમાનગઢી મંદિરમાં દર્શન કર્યા હતા.

નવી દિલ્હી #ઉત્તરપ્રદેશમાં ખેડૂત યાત્રા નિકાળી રહેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે રામની નગરી અયોધ્યામાં છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે અયોધ્યા પહોંચ્યા છે. 1992માં બાબરી મસ્જિદ વિધ્વંસ બાદ એવું પહેલી વાર થયું છે કે જ્યારે ગાંધી પરિવારમાંથી કોઇ અહીં આવ્યું છે. રાજીવ ગાંધી 26 વર્ષ પહેલા અયોધ્યાની મુલાકાતે આવ્યા હતા. અયોધ્યામાં રાહુલ ગાંધીએ હનુમાનગઢી મંદિરમાં દર્શન કર્યા હતા.
એનસીપી નેતા તારિક અનવરે કહ્યું કે, ગાંધી પરિવારનો હંમેશાથી સર્વધર્મ સદભાવનામાં વિશ્વાસ રહ્યો છે. રાહુલ અયોધ્યા ગયા છે, નિજામુદ્દીન પણ જઇ શકે છે. આ દેશની સંસ્કૃતિ છે અને કોંગ્રેસ એનું પ્રતિનિધિત્વ કરતી આવી છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાની મહત્વકાંક્ષી ખેડૂત યાત્રા અને ખાટ પે ચર્ચા પહેલા પ્રસિધ્ધ દુગ્ધેશ્વર નાથ મંદિરમાં અર્ચના કરી હતી અને આજે ખેડૂત યાત્રાના ચોથા દિવસે રાહુલ ગાંધી અયોધ્યામાં છે. અયોધ્યાને હિન્દુત્વ એજન્ડાવાળી રાજનીતિનો ગઢ કહેવામાં આવે છે અને રાહુલ ગાંધીએ પોતાની યાત્રાની શરુઆત હનુમાનગઢી મંદિરથી કરી છે.
અયોધ્યાના હનુમાનગઢી મંદિરમાં પૂજા અર્ચના કરી રાહુલ ગાંધી પોતાના પિતા રાજીવ ગાંધીની 26 વર્ષ જુની અધુરી ઇચ્છાને પુરી કરી છે. વાસ્તવમાં રાજીવ ગાંધી 1990માં અયોધ્યા ગયા હતા પરંતુ વ્યસ્તતાને કારણે હનુમાનગઢીના દર્શન કરી શક્યા ન હતા. એના બીજા જ વર્ષે એટલે કે 1991માં એમની હત્યા કરી દેવામાં આવી હતી. જોકે 1992માં સોનિયા ગાંધીએ હનુમાનગઢી જઇને પૂજા અર્ચના કરી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર