નવી દિલ્હીઃઉત્તર પ્રદેશની સત્તારૂઢ સમાજવાદી પાર્ટીની અંતર મચેલી ધમાસણ વચ્ચે આજનો દિવસ પાર્ટી માટે મહત્વનો છે. સમાધાનના પ્રયાસો વચ્ચે ચુંટણી ચિન્હ સાઇકલ કોની પાસે રહેશે? તેનો નિર્ણય આજે ચુંટણી પંચ કરી શકે છે. અખિલેશ યાદવ અને મુલાયમસિંહ યાદવ બંને જુથોએ સાઇકલ પર દાવો કરતા આજે ચુંટણી પંચ દ્વારા નિર્ણય કરાશે.
નોધનીય છે કે, સપામાં સંકટ વચ્ચે મુલાયમ અને અખિલેશ બંને જુથોએ ચુંટણી પંચમાં ચુટણી ચિન્હ પર દાવો કર્યો છે. મુલાયમે કહ્યુ કે પાર્ટી તેમણે બનાવી છે એટલા માટે ચુંટણી ચિન્હ સાઇકલ પર પહેલો હક એમનો છે.
અખિલેશ જુથના રામગોપાલ યાદવે 6 જાન્યુઆરીએ અખિલેશના સમર્થક નેતાઓને યાદી સોપી છે. તેમણે કહ્યુ કે 229માંથી 212 વિધાયકો, 68માંથી 56 પરિષદ સદસ્યો અને 24માંથી 15 સાંસદો અખિલેશના સમર્થન આપતા શપથ પત્રમાં સહીઓ કરી છે. રામગોપાલે કહ્યુ કે અખિલેશ યાદવના નેતૃત્વ વાળી પાર્ટી જ અસલી સમાજવાદી પાર્ટી છે. ચુંટણી ચીન્હ સાઇકલ અખીલેશને મળવું જોઇએ.