રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ: કૉંગ્રેસે ખેડૂતોને વળતર આપવાની કરી માંગ

રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ: કૉંગ્રેસે ખેડૂતોને વળતર આપવાની કરી માંગ
ગિરનાર પર્વતનું દ્રશ્ય.

કમોસમી વરસાદને પગલે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા (Amit Chavda)એ ખેડૂતોને નુકસાન વળતર આપવાની માંગણી કરી છે.

 • Share this:
  અમદાવાદ: હવામાન ખાતા (Weather Department)ની આગાહી પ્રમાણે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ (Unseasonal Rain) પડ્યો છે. વરસાદને પગલે માર્કેટિંગ યાર્ડો (APMC)માં પડી રહેલો માલ પલળી ગયો છે. આ ઉપરાંત વરસાદને પગલે ખેડૂતોને શિયાળું પાકને પણ નુકસાન થવાની ભીતિ સેવવામાં આવી રહી છે. કમોસમી વરસાદ મામલે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા (Amit Chavda)એ ખેડૂતોને નુકસાન વળતર આપવાની માંગણી કરી છે. અમિત ચાવડાના જણાવ્યા પ્રમાણે કમોસમી વરસાદથી ખેડૂતોને તૈયાર પાક પલળી ગયો છે. મગફળી, ઘઉં, જીરું, ચણા સહિતના ઉત્પાદનમાં નુકસાન થયું છે. આથી સરકાર નુકસાન અંગે સર્વે કરાવીને યોગ્ય વળતરની જાહેરાત કરે તેવી માંગણી અમિત ચાવડાએ કરી છે.

  ક્યાં ક્યાં વરસાદ પડ્યો:  સાબરકાંઠા: વરસાદને પગલે હિંમતનગર માર્કેટ યાર્ડ ખાતે વેપારીઓનો માલ પલડી ગયો હતો. રાત્રિ દરમિયાન અચાનક આવેલા વરસાદથી અનાજનો જથ્થો પલળી ગયો હતો. વરસાદથી બહાર મૂકી રાખેલો મકાઈ, ઘઉં, મગફળી સહિતનો અનાજનો જથ્થો પલળી ગયો છે. અંદાજ પ્રમાણે વેપારીઓને 25થી 30 હજાર રૂપિયાનું નુકસાન થયું છે.

  જેતપુર: વરસાદને પગલે જેતપુર માર્કેટિંગ યાર્ડમાં મગફળી પલળી ગઈ છે. અહીં ખેડૂતો તેમજ વેપારીઓની ખુલ્લામાં પડી રહેલી મગફળીની બોરીએ પલળી ગઈ છે. મોડી રાત્રે કમોસમી વરસાદ પડતા ખેડૂતો માટે પડતા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે.

  આ પણ વાંચો: અંબાલાલ પટેલ Vs હવામાન વિભાગ: કમોસમી વરસાદને લઈને કોણે શું આગાહી કરી?

  ગીર-સોમનાથ: હવામાન ખાતાની આગાહી પ્રમાણે ગીર-સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ઝરમર વરસાદ પડી રહ્યો છે. ગીર વિસ્તારમાં ભર શિયાળે ખેતરોમાં પાણી ભરાાય છે. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ગત રાત્રીના 12 વાગ્યાથી સવારના 10 વાગ્યા સુધી વેરાવળમાં 20 mm, તાલાલામાં 04 mm, સુત્રાપાડામાં 17 mm, કોડીનારમાં 04 mm, ઉનામાં 11 mm, ગીર ગઢડામાં 01 mmવરસાદ પડ્યો છે.

  રાજકોટ યાર્ડ.


  નવસારી: જિલ્લાના અનેક વિસ્તારોમાં સવારથી જ કોમસમી વરસાદ પડી રહ્યો છે. કમોસમી વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. જિલ્લામાં ગણદેવી તાલુકામાં સવારે 8થી 10 વાગ્યા સુધીમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. જલાલપોરમાં પણ નહિવત વરસાદ નોંધાયો છે.

  જૂનાગઢ: ગિરનાર પર્વત પર વરસાદી માહોલ જામ્યો છે. ગુરુવાર મોડી સાંજથી જ વરસાદી છાંટા પડી રહ્યા છે. ગિરનાર પર્વત પર વાદળો ઘેરાયા હોવાથી અષાઢ મહીના જેવો માહોલ જોવા મળ્યો છે.

  આ પણ વાંચો: રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, અનેક જિલ્લામાં કમોસમી વરસાદ, ખેડૂતોને નુકસાનીની ભીતિ

  છોટાઉદેપુર: નસવાડીમાં સીસીઆઈ તરફથી ખરીદી કરવામાં આવેલો કપાસ કમોસમી વરસાદમાં પલળી ગયો છે. કમોસમી વરસાદથી 1,000થી વધુ કપાસની ગાસડી પલળી ગઈ છે.

  રાજકોટ: ગોંડલમાં પડેલા કમોસમી વરસાદને પગલે યાર્ડના પટમાં પડેલી મગફળી પલળી ગઈ છે. વરસાદને પગલે મોટાભાગની મગફળી યાર્ડના છાપરા નીચે ખસેડવામાં આવી છે.

  ગીર-સોમનાથ: ખેતરોમાં પાણી ભરાયા.


  અરવલ્લી: કમોસમી વરસાદને પગલે અરવલ્લીમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી આજે બંધ રાખવામાં આવી છે. વરસાદના કારણે મગફળી પલળી જતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

  વડોદરા: શુક્રવારે શહેરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. જૂના પાદરા રોડ, તાંદલજા, અલકાપુરી, રેસકોર્ષ વિસ્તારમાં અમી છાંટણા થયા છે.

  દાહોદ: શુક્રવારે દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. દાહોદ, ઝાલોદ, સંજેલી, દેવગઢબારીયા, ફતેપુરા, ગરબાડા, લીમખેડામાં કમોસમી વરસાદ પડ્યો છે.

  નવસારી


  નવસારી: નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે. જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. જિલ્લાના ગણદેવી, જલાલપોર, ચીખલી, વાંસદા તાલુકામાં વરસાદ નોંધાયો છે. બાગાયતી વિસ્તાર ગણાતા ગણદેવી તાલુકામાં ધોધમાર વરસાદને કારણે ચીકુ, કેરી સહિતના પાકોને મોટાપાયે નુકસાની ભીતિ છે.

  અમરેલી: સમગ્ર અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડ્યો છે. સાવરકુંડલા, લાઠી, લીલીયા, અમરેલી સહિતના વિસ્તારોમાં કમોસમી ઝરમર વરસાદ પડ્યો છે.

  નર્મદા: નર્મદા જિલ્લાના પાંચ તાલુકામાં વરસાદ નોંધાયો છે. ગત રાત્રિથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. રાજપીપલા શહેર અને ગામડાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.

  ગિરનાર.


  રાજકોટ: રાજકોટ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં મોડી રાત્રે માવઠું થયું હતું. માવઠાથી ખેડૂતોના પાકને નુકસાનની શક્યતા રહેલી છે. રાજકોટના બેડી યાર્ડમાં ખુલ્લામાં રાખેલી મગફળી પલળી ગઈ છે. બેડી યાર્ડમાં અંદાજે એક લાખ ગુણી મગફળી ખુલ્લામાં રાખવામાં આવી હતી.

  સાબરકાંઠા: હિંમતનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. એકાએક વાતાવરણમાં પલટો આવતા વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદથી ચણા, તુવેર, બટાકા અને શાકભાજી સહિતના પાકોને નુકસાનની ભીતિ રહેલી છે.
  Published by:Vinod Zankhaliya
  First published:December 11, 2020, 12:07 pm

  ટૉપ ન્યૂઝ