કોરોનાના ખતરા વચ્ચે બીજી આફત : રાજ્યના વાતાવરણમાં પલટો, ભારે પવન ફૂંકાવાની આગાહી

News18 Gujarati
Updated: March 26, 2020, 10:02 AM IST
કોરોનાના ખતરા વચ્ચે બીજી આફત : રાજ્યના વાતાવરણમાં પલટો, ભારે પવન ફૂંકાવાની આગાહી
પ્રતિકાત્મક તસવીર

48 કલાક સુધી રાજ્યમાં વાદળછાંયુ વાતાવરણ બની રહેશે, અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી.

  • Share this:
અમદાવાદ : હાલ દેશ અને રાજ્યનું તંત્ર કોરોના વાયરસ (Coronavirus) ને ફેલાતો અટકાવવા માટે લડી રહ્યું છે. બીજી તરફ રાજ્યમાં કમોસમી વરસાદ (Unseasonal Rain in Gujarat)રૂપી આફત આવવાની તૈયારી છે. બુધવારે રાજ્યના ડાંગ (Dang District) સહિત વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત અમદાવાદ શહેર (Unseasonal Rain in Ahmedabad City)માં વરસાદી છાંટા પડ્યા હતા. રાજ્યમાં સાઇક્લોનિક સર્ક્લુલેશન (Cyclonic Circulation Effect)ની અસરને પગલે વાતાવરણમાં પલટો આવ્યો છે. જેના પગલે આગામી 48 કલાક સુધી રાજ્યમાં વાદળછાંયુ વાતાવરણ બની રહેશે.

ભારે પવન ફૂંકાવાની આગાહી

રાજ્યના વાતાવરણમાં પલટાની સાથે સાથે અનેક વિસ્તારોમાં થન્ડરસ્ટોમ સાથે વીજળી અને ભારે પવન ફૂંકાવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગામી દિવસોમાં રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, સુરત, ભરૂચ, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ સહિત જિલ્લામાં કમોસમાં વરસાદ પડાવાની સંભાવના રહેલી છે.

આ પણ વાંચો : ખતરાની ઘંટી : વૈજ્ઞાનિકોને મતે દેશમાં મધ્ય May સુધી કોરોનાની સંખ્યા 13 લાખ થઈ શકે 

હવામાન વિભાગની આગાહી :

હવામાન વિભાગ તરફથી તા. 25 માર્ચના રોજ પાંચ દિવસની આગાહી આપવામાં આવી હતી. જે પ્રમાણે 26 માર્ચના રોજ કચ્છને બાદ કરતા રાજ્યમાં એક બે જગ્યા પર વરસાદ પડી શકે છે. જ્યારે 27 માર્ચના રોજ રાજ્યમાં કચ્છને બાદ કરતા અન્ય જગ્યાએ છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના છે. 28 માર્ચના રોજ રાજ્યમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી નથી. જ્યારે 29મી માર્ચના રોજ આખા રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના રહેલી છે.
First published: March 26, 2020
વધુ વાંચો
अगली ख़बर