ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર: 10થી12મી ડિસેમ્બર દરમિયાન વરસાદ પડવાની સંભાવના

ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર: 10થી12મી ડિસેમ્બર દરમિયાન વરસાદ પડવાની સંભાવના
સેટેલાઇટ તસવીર

હવામાન વિભાગની અમદાવાદ ઓફિસ તરફથી જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવી શકે છે.

  • Share this:
    અમદાવાદ: આ વર્ષે ચોમાસામાં ભારે વરસાદ (Heavy Rain)ના પગલે ખેડૂતોના હાલ બેહાલ હતા. ખેડૂતોએ પોતાના પાક તૈયાર કર્યા બાદ પણ વરસાદ પડ્યો હતો. હાલ ગુજરાતમાં મોટા પ્રમાણમાં શિયાળું પાકનું વાવેતર થઈ ગયું છે ત્યારે ફરી એકવાર જગતના તાત (Farmers) માટે માઠા સમાચાર મળી રહ્યા છે. રાજ્યમાં આગામી દિવસોમાં વાતાવરણમાં પલટી આવી શકે છે. એટલું જ નહીં, અમુક વિસ્તારોમાં વરસાદ (Light to Moderate Rain) પણ પડી શકવાની સંભાવના હવામાન વિભાગ (Weather Department) તરફથી વ્યક્ત કરવામાં આવી છે.

    હવામાન વિભાગની અમદાવાદ ઓફિસ તરફથી જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. જેના પગલે આગામી 10થી 12મી ડિસેમ્બરના રોજ છૂટો-છવાયો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ દિવસો દરમિયાન સોમનાથ, સુરત, ભાવનગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે.



    આ પણ વાંચો: 

    આ મામલે હવામાન વિભાગ અમદાવાદના ડાયરેક્ટર ડૉક્ટર જયંત સરકાર જણાવ્યું હતું કે, "10મી તારીખે એટકે કે પ્રથમ દિવસે ગીર-સોમનાથ જિલ્લામાં હળવો વરસાદ પડી શકે છે. બીજા દિવસે એટલે કે 11 તારીખના રોજ દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લામાં થોડો વરસાદ પડવાની સંભાવના રહેલી છે. 12મી તારીખના રોજ ભાવનગર, દાહોદ, પંચમહાલ, આણંદ અને વડોદરા જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.

    આ પણ જુઓ-

    ઉલ્લેખનીય છે કે આ વર્ષે ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો છે. જેના પગલે ચોમાસા દરમિયાન ગુજરાતના ખેડૂતોએ ખૂબ નુકસાન સહન કરવું પડ્યું હતું. ચોમાસામાં સારા વરસાદને પગલે આ વર્ષે શિયાળું પાકનું ખૂબ મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. જો હાલ વરસાદ પડે તો જીરુ સહિતના પાકને નુકસાન થઈ શકે છે. આ ઉપરાંત કપાસના પાકને પણ નુકસાન થઈ શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:December 08, 2020, 16:49 pm

    ટૉપ ન્યૂઝ