Home /News /madhya-gujarat /

અમદાવાદ : વટવા અને નારોલ પોલીસ સ્ટેશન હેઠળના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ

અમદાવાદ : વટવા અને નારોલ પોલીસ સ્ટેશન હેઠળના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના નાગરિકોને શાંતિ, સલામતી અને સુરક્ષા પૂરી પાડવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યકત કરતો મહત્વનો નિર્ણય કર્યો

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 30 જૂન 2023 સુધી એટલે કે ત્રણ વર્ષ માટે અશાંત ધારો લાગુ કરવાનો નિર્ણય કર્યો

અમદાવાદ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના નાગરિકોને શાંતિ, સલામતી અને સુરક્ષા પૂરી પાડવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યકત કરતો મહત્વનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ નાગરિકોને કોઈ ખોટી રીતે હેરાન કરીને અને ધાક ધમકીથી મિલકતો પચાવી ન પાડે તે માટે પણ રાજ્ય સરકારની સર્તકતા સાથે અમદાવાદ શહેરના વટવા અને નારોલ પોલીસ સ્ટેશન હેઠળના વિવિધ વિસ્તારોમાં 30 જૂન 2023 સુધી એટલે કે ત્રણ વર્ષ માટે અશાંત ધારો લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીના આ નિર્ણયને કારણે આ વિસ્તારોમાં ધાકધમકીથી મિલ્કતો પડાવી લેવાની પ્રવૃત્તિઓ પર અંકુશ આવશે તથા આવા તત્વોથી પીડીત નાગરિકોને સુખ, શાંતિ અને સલામતીનો અહેસાસ થશે. અમદાવાદ શહેરના આ વિસ્તારોમાં હવેથી મિલ્કતનું વેચાણ કરતા અગાઉ અમદાવાદ કલેકટરની કાયદાની જોગવાઇઓ અનુસાર પૂર્વમંજૂરી મેળવવાની રહેશે. વટવા અને નારોલના જે વિસ્તારોમાં 30 જૂન 2023 સુધી અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે, તે વિસ્તારોની યાદી અલગથી સામેલ છે.

આ પણ વાંચો - NCPના પ્રદેશ પ્રમુખ તરીકે જયંત બોસ્કીની નિમણૂક થતા શંકરસિંહ વાઘેલા નારાજ

અમદાવાદ શહેરનું તળાવ મહાનગરપાલિકાને વિનામૂલ્યે સોંપવાનો નિર્ણય

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ શહેરમાં રાજય સરકાર હસ્તકના તળાવનો વિકાસ કરવા માટે આ તળાવ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વિના મૂલ્યે સોંપવાનો નિર્ણય કર્યો છે. સિટી બ્યુટીફિકેશન માટે તથા આ તળાવની આસપાસના વિસ્તારના નાગરિકોને હરવા-ફરવા અને મનોરંજન માટેના પર્યાવરણ પ્રિય સ્પોટ તરીકે મહાનગરપાલિકા આ તળાવનો વિકાસ કરશે.

મુખ્યમંત્રીએ આ હેતુસર જે તળાવનો કબજો અમદાવાદ મહાનગરપાલિકાને વિનામૂલ્યે સોંપવાનો નિર્ણયો કર્યો છે તે તળાવ ઘાટલોડીયા તાલુકાના સોલાના સર્વે નં. 1 માં આવેલું 37194 ચો.મી. ક્ષેત્રફળનું ગામ તળાવ સોલા ગ્રામ પંચાયતનું તળાવ છે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે મુખ્યમંત્રીએ આ અગાઉ માર્ચ 2020માં 4 તળાવો અમદાવાદ મહાનગરપાલિકાને સિટી બ્યુટીફિકેશન માટે વિનામૂલ્યે સોંપેલા છે. તેમાં વટવાના સર્વે નંબર 907 પરનું વાંદરવટ તળાવ, છારોડીના સર્વે નંબર 251 પરનું સરકારી તળાવ તેમજ ગોતામાં સર્વે નંબર 1 પરનું ગામ તળાવ અને શીલજમાં બ્લોકનં. 86 પરનું સરકારી તળાવ મહાનગરપાલિકાને સોંપાયેલા છે. માર્ચ-2020માં જે તળાવો મહાનગરપાલિકાને બ્યુટીફિકેશન માટે વિનામૂલ્યે રાજ્ય સરકારે આપ્યા છે, તેમાં વટવાના તળાવનું ક્ષેત્રફળ 28227 ચો.મી., છારોડીનું 42593 ચો.મી., શીલજનું 169665 ચો.મી. અને ગોતાનું 55095 ચો.મી.ના ક્ષેત્રફળ ધરાવતા તળાવોનો સમાવેશ થાય છે.


મુખ્યમંત્રીએ 8 ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજૂર કરી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રવર્તમાન કોરોના-કોવિડ-19ના સંક્રમણ સાથે જીવન પૂર્વવત બનાવવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘આત્મનિર્ભર’ ભારતના આપેલા કોલને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવ્યું છે. પ્રધાનમંત્રીએ આત્મનિર્ભર ભારતમાં ઇકોનોમી, ઇન્ફ્રાસ્ટ્રકચર, સિસ્ટમ, ડેમોક્રેસી અને ડિમાન્ડના પંચ સ્થંભથી ભારતને આત્મનિર્ભરતાથી વિશ્વગુરૂ બનાવવાની પ્રેરણા આપેલી છે. મુખ્યમંત્રીએ આ પંચસ્થંભના મહત્વપૂર્ણ એવા ઇન્ફ્રાસ્ટ્રકચર-આંતરમાળખાકીય સુવિધાઓનો રાજ્યના નગરો-મહાનગરોમાં વ્યાપ વિસ્તારી સુઆયોજિત વિકાસ માટે ત્વરિત અને પારદર્શી ઢબે ટાઉન પ્લાનીંગ સ્કીમ્સ મંજૂર કરવાનો વ્યૂહ અપનાવ્યો છે. આ હેતુસર રાજ્યમાં વધુ 8 ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરીઓ આપી છે.

અમદાવાદ:ની ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નં.154 (સાંતેજ), અમદાવાદ:નં.123/એ (નરોડા), અમદાવાદ:નં.123/બી નરોડા અને પ્રીલીમીનરી ટી.પી. સ્કીમ અમદાવાદ:નં.85 (વટવા-5) તેમજ ફાયનલ અમદાવાદ:ટી.પી.નં.3 (રાણીપ)નો સમાવેશ થાય છે. ગોંડલ શહેર:ની ટી.પી. સ્કીમ નં.1, સુરત:ની ટી.પી.સ્કીમ નં.57 (ખરવાસા-એકલેરા) અને વડોદરા:ની ટી.પી. સ્કીમ નં.17 (સૈયદ વાસણા) મુખ્યમંત્રીએ પ્રારંભિક યોજના મંજુર થયાની સત્તામંડળ જાહેર સુવિધા માટે સંપ્રાપ્ત થતા પ્લોટોમાં તાત્કાલિક કબજો મેળવી વિકાસ કરી શકે તે માટે ટી.પી. સ્કીમ મંજુરી સાથે તાકિદ કરી છે, કે કાયદાની જોગવાઇ મુજબ તમામ પ્લોટોને વિકાસ અર્થે ખુલ્લા મુકવામાં આવે તથા ખાસ કરીને બાગ-બગીચા, પ્લેગ્રાઉન્ડ કે જેનો સામાન્ય જનતતા અને બાળકો-વૃધ્ધો નવા વિકસતા વિસ્તારમાં લાભ લઇ શકે તે હેતુથી તાત્કાલિક વિકાસ કરવામાં આવે. મુખ્યમંત્રીએ 2018-2019ના વર્ષમાં મંજુર થયેલ પ્રારંભિક ટી.પી. સ્કીમોના કાર્યો માટે સમીક્ષા કરી, બાકી રહેતા ટી.પી. અમલીકરણના કામો તાત્કાલિક હાથ ધરાય તે માટે શહેરી વિકાસ વિભાગના તમામ સત્તામંડળોને આદેશ કરવા સૂચન કર્યુ છે. મુખ્યમંત્રીએ ડ્રાફ્ટ સ્કીમના રસ્તાઓનું પણ ઝડપથી અમલીકરણ કરી ઇન્ફ્રાસ્ટ્રકચરના કામોને પ્રાધાન્ય આપી વડાપ્રધાનના અભિગમને ત્વરિત સાકાર કરવામાં ગુજરાત અગ્રેસર થાય તેવો અનુરોધ પણ સંબંધિત વિભાગોને કર્યો છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Narol, Police station, Vatva, વિજય રૂપાણી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन