અમદાવાદઃ અજાણ્યા યુવકએ આધેડને બાથમાં ભરી ઉંચા-નીચા કરી 70 હજાર સેરવી લીધા


Updated: January 16, 2020, 10:32 PM IST
અમદાવાદઃ અજાણ્યા યુવકએ આધેડને બાથમાં ભરી ઉંચા-નીચા કરી 70 હજાર સેરવી લીધા
પ્રતિકાત્મક તસવીર

ફરિયાદી રખીયાલ પાણીની ટાંકી પાસેથી પસાર થઇ રહ્યા હતાં ત્યારે ઇટર્નો પર આવેલા એક શખ્સએ તેમને પોતાનું વાહન સાઇડમાં ઉભુ રાખવા માટે કહ્યું હતું.

  • Share this:
અમદાવાદ: લોકો શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે લોકો અવનવા કિમીયાઓ અપનાવતા હોય છે. ક્યારેક તો એવી ઘટના બની જતી હોય છે કે કોઇએ સપને પણ વિચારી ન હોય. આવો જ એક કિસ્સો અમદાવાદના (Ahmedabad) રખીયાલ વિસ્તારમાં જોવા મળ્યો છે.

મળતી માહિતી પ્રમાણે ગોમતીપુરમાં રહેતા અબ્દુલઅજીજ શેખએ પોલીસ (police) ફરિયાદ આપી છે કે તેઓ અમદાવાદથી હિંમતનગર ટ્રાન્સપોર્ટના માલની હેરાફેરી કરે છે. આજે ગુરુવારે બપોરના તેઓ નરોડામાં ઇન્દોર કાર્ગો કેરીયર કંપનીમાંથી માલ ભરવા માટે ગયા હતાં. જ્યાં ટ્રાન્સપોર્ટના બીલ બનાવતા નાગેશભાઇએ તેઓને 70 હજાર રૂપિયા રોકડા આપ્યાં હતાં. જે રૂપિયા હિંમતનગર રાજેશ્વરી ટ્રાન્સપોર્ટમાં આપી દેવા માટે જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ પતિથી અલગ જીજાજી સાથે રહેતી હતી પત્ની, આવ્યો કરુણ અંત

જોકે કાલે સવારે હિંમતનગર જવાનું હોવાથી તેઓ આ રૂપિયા લઇને પોતાના ટુ વ્હીલર પર ઘરે પરત આવવા માટે નીકળ્યા હતાં. તે દરમિયાન ચારેક વાગ્યાની આસપાસ તેઓ રખીયાલ પાણીની ટાંકી પાસેથી પસાર થઇ રહ્યા હતાં ત્યારે પાછળથી ગ્રે કલરની ઇટર્નો પર એક શખ્સ આવ્યો હતો. જેણે ફરિયાદીને ગાડી સાઇડમાં લેવા માટે કહેતા જ તેમણે પોતાનું ઇટર્નો સાઇડમાં ઉભું રાખ્યું હતું.

આ પણ વાંચોઃ-સુરતની આ સરકારી સ્કૂલમાં પ્રવેશ માટે વાલીઓની પડાપડી, જાણો શું છે વિશેષતા

આ પણ વાંચોઃ-OMG! પાકિસ્તાનના બે ભાઈઓ કબરમાંથી 100થી વધુ લાશો કાઢીને ખાઈ ગયાઆ શખ્સ તેમની પાસે આવીને તેમને કહેવા લાગ્યો હતો કે બે દિવસ પહેલા તમારે મગજમારી થયેલી તો ફરિયાદીએ ના કહેતા આ શખ્સએ તેમને બાથ ભરી એક બે વાર ઉંચાનીચા કરીને કહ્યું કે સારુ તમે ન હતાં. તેમ કહીને તે ત્યાંથી રવાના થઇ ગયો હતો. જોકે ત્યારબાદ ફરીયાદીએ તેમના ખીસ્સામાં તપાસ કરતા રૂપિયા 70 હજાર ગાયબ હતાં. જેથી ફરિયાદીએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં જ પોલીસએ ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
First published: January 16, 2020
વધુ વાંચો
अगली ख़बर