અમદાવાદઃ ભાજપના મહિલા કોર્પોરેટર ઉપર હુમલો કરી અજાણ્યા શખ્સો ફરાર

News18 Gujarati
Updated: September 13, 2019, 11:32 PM IST
અમદાવાદઃ ભાજપના મહિલા કોર્પોરેટર ઉપર હુમલો કરી અજાણ્યા શખ્સો ફરાર
પ્રતિકાત્મક તસવીર

અસારવાના મહિલા કોર્પોરેટર સુમન રાજપૂત પર અજાણ્યા શખ્સોએ ધોળા દિવસે હુમલો કર્યો હતો. મહિલા કોર્પોરેટર ઉપર હુમલો થવાની ઘટના બનતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

  • Share this:
ભાવિક આચાર્ય, અમદાવાદઃ અમદાવાદના અસારવા વિસ્તારમાં ભાજપના (BJP) કોર્પોરેટર (Corporator) પર હુમલો કરીને અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. અસારવાના મહિલા કોર્પોરેટર સુમન રાજપૂત પર અજાણ્યા શખ્સોએ ધોળા દિવસે હુમલો કર્યો હતો.મહિલા કોર્પોરેટર ઉપર હુમલો થવાની ઘટના બનતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. તો આ મામલે પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

સુમન રાજપૂત અમદાવાદના અસારવા વિસ્તારના કોર્પોરેટર છે. અને આજે તેઓ સવારે રાઉન્ડ પણ નીકળ્યા હતા. ચાલીમાં રાઉન્ડ સમયે એક ઇસમે તેમને ઘેરી લીધા હતા. અને તેમના પર હુમલો કર્યો હતો. હુમલાખોર સુમન રાજપૂતને માર મારીને ફરાર થઈ ગયા હતા. શાહીબાગ વિસ્તારમાં આવેલી ચાલીમાં સુમન રાજપૂત ઉપર હુમલો થયો હતો.

ભાજપના મહિલા કોર્પોરેટર ઉપર હુમલો થતાં તેઓને સમાન્ય ઈજાઓ થતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. તો આ ઘટનાની જાણ થતાં ભાજપના અન્ય કોર્પોરેટર પણ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા.

સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા શાહીબાગ પોલીસે પણ તાડ વાળી ચાલી ઘટના સ્થળે જઈ તપાસ હાથ ધરી હતી.. મહિલા કોર્પોરેટરની ફરિયાદ નોધી હાલ ભોલુ કિશનભાઈ પટની પકડી દીધો છે.

મહિલા કોર્પોરેટરના કહેવા પ્રમાણે ભોલુ નશાની હાલમાં હતો જેથી પોલીસે તેને પણ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો..પ્રાથમિક જાણકારી પ્રમાણે, ગટર ઉભરાવવાની ફરિયાદને લઈને હુમલાખોરોએ ભાજપ કોર્પોરેટર ઉપર હુમલો કર્યો હતો. હાલ તો પોલીસે ભોલુને પકડી લીધો છે. જો.કે તેની માનસિક સ્થિતિ સારી ન હોવાથી હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.. ત્યારે હવે મેડીકલ રિપોર્ટ આવતા બાદ જ ખબર પડી શકે છે કે તે નશાની હાલમાં હતો કે નહી.
First published: September 13, 2019
વધુ વાંચો
अगली ख़बर