MLA Asha patel death update: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (prime minister Narendra modi) અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (uninor home minister) તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Gujarat CM bhupendra patel) ડો. આશા પટેલના નિધન નિમિત્તે શોક વ્યક્ત કરીને શ્રદ્ધાંજલી આપી હતી.
MLA Asha Patel death:ઊંઝાના ધારાસભ્ય ડો. આશાબેન પટેલનું (Unjha MLA Dr. Ashaben Patel) આજે બીમારીના પગલે નિધન થયું છે. જેના કારણે ગુજરાતના રાજકીય જગતમાં શોકની (Gujarat political world) લાગણી ફેલાઈ છે. ભાજપના ધારાસભ્ય ડો.આશા પટેલના આકસ્મિત નિધનથી ભાજપા પરિવાર પણ દુઃખી છે. ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (prime minister Narendra modi) અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (uninor home minister) તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Gujarat CM bhupendra patel) ડો. આશા પટેલના નિધન નિમિત્તે શોક વ્યક્ત કરીને શ્રદ્ધાંજલી આપી હતી.
વડાપ્રધાન મોદીએ પાઠવી શ્રદ્ધાંજલી
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને શોક વ્યક્ત કરતા લખ્યું હતું કે, 'ઊંઝાના ધારાસભ્ય ડો. આશાબેન પટેલના અવસાનથી દુ:ખ અનુભવું છું. તાજેતરમાં જ તેઓ સાથે સંસદ ભવન ખાતે મુલાકાત થયેલ હતી. સામાજિક તથા શૈક્ષણિક ક્ષેત્રે એમનું યોગદાન હંમેશાં યાદ રહેશે. સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રભુના ચરણોમાં પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના... ઓમ શાંતી...॥'
ઊંઝાના ધારાસભ્ય ડો. આશાબેન પટેલના અવસાનથી દુ:ખ અનુભવું છું. તાજેતરમાં જ તેઓ સાથે સંસદ ભવન ખાતે મુલાકાત થયેલ હતી. સામાજિક તથા શૈક્ષણિક ક્ષેત્રે એમનું યોગદાન હંમેશાં યાદ રહેશે. સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રભુના ચરણોમાં પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના... ઓમ શાંતી...॥ pic.twitter.com/tC95BcXQMR
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વ્યક્ત કર્યો શોક
કેન્દ્રીય ગૃહમંત્રીએ ટ્વીટ કરીને શોક વ્યક્ત કરતા લખ્યું હતું કે 'ઊંઝાના ભાજપા ધારાસભ્ય ડો.આશાબેન પટેલના આકસ્મિક નિધનથી ખૂબ જ વ્યથિત છું. વિસ્તારના વિકાસ અને જનસેવા પ્રત્યે આશાબેનનું સમર્પણ અને પ્રતિબદ્ધતા પ્રેરણાદાયી છે. તેમનું અવસાન સમાજ અને ગુજરાત ભાજપા પરિવાર માટે મોટી ખોટ છે. હું તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ૐ શાંતિ.'
ઊંઝાના ભાજપા ધારાસભ્ય ડો.આશાબેન પટેલના આકસ્મિક નિધનથી ખૂબ જ વ્યથિત છું. વિસ્તારના વિકાસ અને જનસેવા પ્રત્યે આશાબેનનું સમર્પણ અને પ્રતિબદ્ધતા પ્રેરણાદાયી છે. તેમનું અવસાન સમાજ અને ગુજરાત ભાજપા પરિવાર માટે મોટી ખોટ છે. હું તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ૐ શાંતિ.
આશા બેનનું સારવાર દરમિયાન થયું હતું નિધન
દિલ્હીથી આવ્યા બાદ ડો. આશાબેન પટેલને ડેંગ્યુ થયો હતો. જોકે, બે દિવસ ઊંઝાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ તેમને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન આજે રવિવારે નિધન થયું હતું.
આશાબેન પટેલ અપરિણીત હતા
વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ઊંઝાના પાંચ પાંચ ટર્મના ધારાસભ્યને 37 વર્ષના ડૉ. આશા બેન પટેલે હાર આપી હતી. પાટિદાર અનામતની આગમાં ભડકે બળેલા ઉત્તર ગુજરાતમાં ભાજપ વિરાધી જુવાળ હતો અને આ જુવાળમાં આશા બેન પટેલ 19,000 મતની લીડથી જીત્યા હતા. આશા બેન પટેલ અપરિણીત હતા. સમાજ સેવા અને રાજકારણમાં આગળ આવ્યા બાદ તેમણે લગ્ન કરવાનું ટાળ્યું હતું.
તેઓ વિશોળમાં પોતાના પરિવાર સાથે રહેતા. આશા બેનનું ભણતર પણ ખૂબ જ ઉચ્ચ હતું. કેમેસ્ટ્રીમાં પી.એ.ડી થયેલા આશા બેન એક પ્રાધ્યાપિક પણ હતા પરંતુ ધારાસભ્ય બન્યા તેના થોડા સમયે પહેલાં સુધી તેમને નોકરી નહોતી મળી શકી. ધારાસભ્ય તરીકે પ્રથમવાર જીતી ન શકતા તેમણે ખૂબ મહેનત કરી હતી અને બીજાવાર જીત્યા હતા.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર