Home /News /madhya-gujarat /

અમદાવાદના રોડ શોમાં PM મોદીએ પહેરેલી અનોખી ભગવા ટોપી પાછળ શું છે રહસ્ય, જાણો

અમદાવાદના રોડ શોમાં PM મોદીએ પહેરેલી અનોખી ભગવા ટોપી પાછળ શું છે રહસ્ય, જાણો

પ્રજાસત્તાક દિવસની પરેડ વખતે પણ પહેરી બ્રહ્મકમળ ટોપી

આ ટોપીની (Cap) વાત કરીએ તો ટોપીનો શેપ હોડી આકારમાં હતો. જ્યારે જમણી બાજુએ ભાજપ લખાણની પટ્ટી હતી અને સાથે કમળનું (Lotus) નિશાન પણ હતું. નેતાઓએ પહેરેલી આ ટોપીમાં લોકો માટે ઉત્સુકતાનું કારણ બની હતી. માનવામાં આવે છે કે હવે આ ટોપી સંગઠનના અનેક કાર્યક્રમોમાં જોવા મળી શકે છે. `

વધુ જુઓ ...
    અમદાવાદ: વડાપ્રધાન (Prime Minister) નરેન્દ્ર મોદી હાલમાં બે દિવસના ગુજરાત (Gujarat) પ્રવાસે છે ત્યારે 11 માર્ચના રોજ રોડ શોનું (Road Show) આયોજન થયું હતું. રોડ શોના આરંભે જ એરપોર્ટ (Airport) પર વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના નેતાઓએ ઘેરા ભગવા રંગની ટોપી (Cap) પહેરી હતી. જો કે આ ટોપી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.

    ખાસ કરીને આ ટોપીની (Cap) વાત કરીએ તો ટોપીનો શેપ હોડી આકારમાં હતો. જ્યારે જમણી બાજુએ ભાજપ લખાણની પટ્ટી હતી અને સાથે કમળનું (Lotus) નિશાન પણ હતું. નેતાઓએ પહેરેલી આ ટોપીમાં લોકો માટે ઉત્સુકતાનું કારણ બની હતી. માનવામાં આવે છે કે હવે આ ટોપી સંગઠનના અનેક કાર્યક્રમોમાં જોવા મળી શકે છે.

    નોંધનીય છે કે, 26મી જાન્યુઆરીના રોજ એટલે કે પ્રજાસત્તાક દિવસની પરેડ (Pared) વખતે વડાપ્રધાન મોદીએ ઉત્તરાખંડમાં બ્રહ્મકમળ (Brahma Kamal) ટોપી પહેરી હતી. આ ટોપી પણ એ સમયે આકર્ષણનું કેન્દ્ર બની હતી. 11 માર્ચના રોજ થયેલા રોડ શોમાં અંદાજે 4 લાખ લોકોએ ભાગ લીધો હતો. આ સાથે જ જીએમડીસી (GMDC) ગ્રાઉન્ડમાં વડાપ્રધાન મોદીની ઝલક જોવા માટે અનેક લોકોએ કલાકો સુધી રાહ જોઇ હતી. વડાપ્રધાન મોદીએ ખુલ્લી જીપમાં સવાર થઇને લોકોનું અભિવાદન સ્વીકાર્યુ હતું.

    આ પણ વાંચો: નોકરિયાત લોકોને મોટો ઝટકો, PF પર 16 વર્ષ બાદ મળશે સૌથી ઓછું વ્યાજ

    કહેવાય છે કે PM મોદી જ્યાં પણ જાય છે ત્યાં એમનો પોષક લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. અમદાવાદના રોડ શો દરમિયાન પહેરેલી આ ટોપીએ ચાર રાજ્યોમાં ભાજપની (BJP) જીત મેળવી છે. એના ઉજવણીના પ્રતીક રૂપે આ કેસરી ટોપી (Orange Cap) પહેરી હોવાનું માનવામાં આવે છે. તમને જણાવી દઇએ કે, પીએમ મોદી ઉત્તરપ્રદેશની ચૂંટણીના તબક્કા પહેલા વારસણીમાં પણ પ્રચાર દરમિયાન કરેલા રોડ શોમાં આ પ્રકારની કેસરી ટોપી પહેરી હતી.

    આ પણ વાંચો: પીએમ મોદીનો સાંજે ત્રીજો રોડ શો થશે, આ રૂટથી પહોંચશે ખેલમહાકુંભમાં

    પીએમ મોદીએ પહેરેલો પોષાક (Costume) અનેક લોકોને ખૂબ જ ગમી જતો હોય છે. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીના રોડ શોમાં અનેક પ્રકારની અલગ-અલગ સંસ્થાઓ, સમાજ તેમજ બીજા અનેક કાર્યકર્તાઓ સ્થળે હાજર રહીને વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું. તમને જણાવી દઇએ કે કોરોના (Corona) પછી પીએમ મોદીનો આ સૌથી મોટો કાર્યક્રમ છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Ahmedabad news, Pm modi in gujarat, અમદાવાદ, પીએમ મોદી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन