Home /News /madhya-gujarat /

13 રાજ્યોમાં ગુજરાતે મારી બાજી, વાપી પાસે બનશે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક

13 રાજ્યોમાં ગુજરાતે મારી બાજી, વાપી પાસે બનશે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક

અમદાવાદની મુલાકાતે આવેલા યુનિયન સ્ટેટ મિનિસ્ટર રેલવે એન્ડ ટેક્ષ્ટાઈલ દર્શનાબેન જરદોશે આ વિશે વાત કરી હતી.

Gujarat News: ગુજરાતની 7 કંપનીઓએ પીએલ આઇ યોજનાનો લાભ લીધો છે અને ૨૦૨૨ નાં અંતમાં આ પાર્ક ચાલુ થઈ જશે.

અમદાવાદ: આગામી દિવસોમાં ગુજરાતનાં (Gujarat) વાપી પાસે ઇન્ડસ્ટ્રીયલ પાર્કનું (Industrial Park, Vapi ) નિર્માણ થશે. ભારતના ૧૩ રાજ્યઓએ પાર્ક માટે અરજી કરી હતી જેમાં ગુજરાતની અરજી મંજૂર કરવામાં આવી છે.ગુજરાતની ૭ કંપનીઓએ પીએલ આઇ યોજનાનો લાભ લીધો છે અને ૨૦૨૨ નાં અંતમાં આ પાર્ક ચાલુ થઈ જશે. અમદાવાદની મુલાકાતે આવેલા યુનિયન સ્ટેટ મિનિસ્ટર રેલવે એન્ડ ટેક્ષ્ટાઈલ દર્શનાબેન જરદોશે આ વિશે વાત કરી હતી.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વરા અમદાવાદમાં ટેકસટાઇલ લીડરશીપ કોનક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ઉદધાટન પ્રસંગે આવેલા મંત્રી દર્શના બેન જરદોશે જણાવ્યું હતું કે, દેશ આત્મનિર્ભર બને તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ટેક્ષ્ટાઈલનાં કેટલાક પ્રશ્નો છે જેને ઉકેલવાનો પ્રયાસ કરશે.

કૉન્કલેવમા “ટેક્સટાઈલ ઇન્ટરેક્ટિવ મીટમાં ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંબંધિત 25 જેટલા રાષ્ટ્રીય અને પ્રાદેશિક એસોશિયેશનો ના અગ્રણીઓ હાજર રહ્યા હતા..જેમાસરકાર અને ઉદ્યોગો વચ્ચે ટેક્સટાઇલ ઉદ્યોગ માટે વર્તમાન બાબતો/FTA/વૃદ્ધિ યોજના જેવા વિષયો પર ચર્ચા કરવામા આવી હતી સમગ્ર દેશમાંથી જિનિંગ, સ્પિનિંગ, વીવિંગ, પ્રોસેસ હાઉસ, ગારમેન્ટ ઉત્પાદકો, ટેકનિકલ ટેક્સટાઇલ અને મશીનરી ઉત્પાદકો જેવા વર્ટિકલ્સમાંથી 700 જેટલા સહભાગીઓ આ કોન્કલેવમાં જોડાયા હતા.

ભારતના ૧૩ રાજ્યઓએ પાર્ક માટે અરજી કરી હતી


ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ટેક્સટાઇલ ટાસ્કફોર્સ દ્વારા  23મી એપ્રિલ, 2022ના રોજ શ્રી શક્તિ કન્વેન્શન સેન્ટર,અમદાવાદ, ગુજરાત  ખાતે ટેક્સટાઇલ ઇન્ટરેક્ટિવ મીટ અને ટેક્સટાઇલ લીડરશિપ કોન્ક્લેવ 2022નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ ટેક્સટાઇલ ઇન્ટરેક્ટિવ મીટમાં ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંબંધિત 27 જેટલા અગ્રણી રાષ્ટ્રીય અને રિજનલ એસોસિશનના નેતાઓએ શ્રીમતી દર્શના જરદોશ, માનનીય કેન્દ્રીય કાપડ રાજ્ય મંત્રી, શ્રી જગદીશ વિશ્વકર્મા, માનનીય ઉદ્યોગ મંત્રી, ગુજરાત સરકાર , સુશ્રી રૂપ રાશિ મહાપાત્રા IA&AS, ટેક્સટાઇલ કમિશનર, ભારત સરકાર અને ડૉ. મુંજાલ દવે, ઉદ્યોગ અધિકારી, ગુજરાત સરકાર  સાથે વાર્તાલાપ કર્યો હતો. જેમાં સરકાર અને ઉદ્યોગ વચ્ચે વર્તમાન બાબતો/FTA/વૃદ્ધિ યોજના/પ્રોત્સાહન અને સબસિડીઓ/કરવેરા/કપાસના ઉત્પાદન વગેરે ઉપર સંવાદ કર્યો હતો. આ મુદ્દાઓ ઉપર  ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા લોકલ,રિજનલ અને રાષ્ટ્રીય  એસોસિશનના  ઇનપુટ્સ સાથે એક વિગતવાર પ્રેઝન્ટેશન બનાવવામાં આવ્યું હતું અને માનનીય મંત્રીઓ અને સરકારના પ્રતિનિધિઓને રજૂ કરવામાં આવ્યું હતું. મંત્રીઓ અને સરકારના પ્રતિનિધિઓએ આ બાબતો પર ધ્યાન આપવાની અને ઝડપથી ઉકેલ લાવવામાં મદદ કરવાની ખાતરી આપી છે.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા વિવિધ લોકલ,રિજનલ અને રાષ્ટ્રીય  એસોસિએશનોને એક મંચ પર લાવવા અને સરકારને સૂચનો અને ભલામણોને  એકત્ર કરીને રજુઆત કરવાના ચેમ્બરના આ અભૂતપૂર્વ પ્રયાસની સહભાગી એસોસિએશનોએ પ્રશંસા કરી હતી

સમગ્ર દેશમાંથી જીનિંગ, સ્પિનિંગ, વીવિંગ, પ્રોસેસ હાઉસ, ગાર્મેન્ટ ઉત્પાદકો, ટેકનિકલ ટેક્સટાઇલ અને મશીનરી ઉત્પાદકો જેવા ક્ષેત્રોમાંથી 600 જેટલા સહભાગીઓએ કોન્ક્લેવમાં ભાગ લીધો હતો. ટેક્સટાઇલ લીડરશિપ કોન્ક્લેવમાં ટેક્સટાઇલ ઉદ્યોગના ચાર નેતાઓએ તેમના બિઝનેસ જૂથોની સફળતાની વાર્તા પર વાત કરી હતી. પુનિત લાલભાઈ , અરવિંદ ગ્રુપ, રાજેશ માંડવેવાલા, વેલસ્પન ગ્રુપ, રાજેન્દ્ર અગ્રવાલ, ડોનર ગ્રુપ, મોહન કાવરી, સુપ્રીમ ગ્રુપ અને  રોહિત પાલ, ઈન્ફિલૂમ કોન્ક્લેવમાં વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે, GCCI ના પ્રમુખ  હેમંત શાહે જણાવ્યું હતું કે , સરકાર દ્વારા અનેક મુક્ત વેપાર કરારો અને નવી PLI યોજનાઓ સાથે, ભારતના કાપડ ક્ષેત્રને ઘણો ફાયદો થવાની તક છે. અને આ ઇન્ટરેક્ટિવ મીટ અને લીડરશીપ કોન્ક્લેવનું આયોજન કરવા બદલ GCCI આનંદની લાગણી અનુભવે છે.

ભારતના ૧૩ રાજ્યઓએ પાર્ક માટે અરજી કરી હતી


જીસીસીઆઈ ટેક્સટાઈલ ટાસ્કફોર્સના ચેરમેન સૌરિન પરીખે જણાવ્યું હતું કે ,જીસીસીઆઈ ટેક્સટાઈલ ટાસ્ક ફોર્સ રાજ્ય અને દેશમાં મોટા પાયે ટેક્સટાઈલના ઉદ્દેશ્ય માટે વિવિધ સ્તરે અવિરતપણે કામ કરી રહી છે.અને આજની ઘટનાએ નવો બેન્ચમાર્ક સેટ કર્યો છે. વધુમાં તેમણે જણાવ્યું  હતું કે ખૂબ ટૂંક સમય હોવા છતાં, ભારતના 27 જેટલા અગ્રણી રાષ્ટ્રીય અને રિજનલ એસોસિએશનો આ વાર્તાલાપ અને કોન્ક્લેવમાં જોડાયા એ ઘણાં  આનંદની વાત છે.ઉદઘાટન સત્રમાં માનનીય મંત્રી  શ્રીમતી દર્શના જરદોષે જણાવ્યું હતું કે તેઓ અને માનનીય મંત્રી પિયુષ ગોયલજી ઉદ્યોગને લગતા અને ખાસ કરીને  ગુજરાતને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે પ્રતિબદ્ધ છે. તેમણે આ પ્રસંગે આમંત્રણ આપવા અને ઉદ્યોગપતિઓ સાથે વાર્તાલાપ કરવાની તક આપવા બદલ GCCIનો આભાર માન્યો હતો.

આ પણ વાંચો - TV ચેનલને કેન્દ્રની એડવાઈઝરી, હિંસા સાથે જોડાયેલી ભડકાઉ અને ભ્રામક જાણકારી પ્રસારિત કરવાથી બચો

માનનીય મંત્રી  જગદીશ વિશ્વકર્માએ  પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, ગુજરાત અને ભારતના  ટેકનિકલ ટેક્સટાઈલ ઉદ્યોગે મહામારી દરમિયાન માસ્ક અને PPE કિટનો અવિરત પુરવઠો પૂરો પાડીને વિશ્વને  બચાવવામાં  મહત્વનો ભાગ ભજવ્યો છે. ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં શ્રેષ્ઠ અને વૈવિધ્યસભર ઉદ્યોગો ધરાવે છે.તેમણે ભારતભરના તમામ ટેક્સટાઇલ ઉદ્યોગ સાહસિકોને આગળ આવવા અને ગુજરાતમાં  રોકાણ કરવા  જણાવ્યું હતું તથા  રાજ્ય તેમને સંપૂર્ણ સહકાર  આપશે એમ જણાવ્યું હતું.

પરાશિ મહાપાત્રાએ ઉદ્યોગ માટે અડચણો ઘટાડવા અને સુવિધા પ્રક્રિયાઓને સરળ બનાવવાની ખાતરી આપી હતી..કોન્ક્લેવમાં - ડોનિયર ગ્રૂપના શ્રી રાજેન્દ્ર અગ્રવાલે તેમના જીવનની પ્રેરણા  અને  સંઘર્ષો  અંગે વાત  કરી હતી.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, ગુજરાત, વાપી

આગામી સમાચાર