કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગુજરાત આવશે, આવો છે કાર્યક્રમ

News18 Gujarati
Updated: October 17, 2019, 11:09 PM IST
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગુજરાત આવશે, આવો છે કાર્યક્રમ
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગુજરાત આવશે, આવો છે કાર્યક્રમ

અમિત શાહ જન્મદિન પૂર્વે સોમનાથ દાદાના ચરણોમાં શીશ ઝુકાવશે

  • Share this:
હિતેન્દ્ર બારોટ, ગાંધીનગર : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 18 ઑક્ટોબરના રોજ સુરત આવશે. જોકે પછી તે 19 ઑક્ટોબરના રોજ મહારાષ્ટ્રમાં નવાપુરા ખાતે જનમેદનીને સંબોધશે. આ પછી ફરી કેશોદ એરપોર્ટ આવીને સોમનાથમાં રાત્રી રોકાણ કરશે. તેઓ 20 ઑક્ટોબરના રોજ વહેલી સવારે સોમનાથ દાદા ના ચરણો માં શીશ ઝુકાવ્યા બાદ દંડવત કરશે. તેઓ સોમનાથથી અમદાવાદ આવશે.

હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી 21 ઓક્ટોબરના રોજ થનાર છે. આ બન્ને રાજ્યો ની ચૂંટણી પ્રચાર પડઘમ 19 ઓક્ટોબર ના શાંત થશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 19 ઓકરોબરના રોજ મહારાષ્ટ્ર ના નવાપુરા માં જનમેદની ને સંબોધ્યા બાદ ગુજરાત આવશે. તેઓ કેશોદ એરપોર્ટથી સીધા સોમનાથ જશે. સોમનાથમાં રાત્રી રોકાણ કર્યા બાદ વહેલી સવારે સોમનાથ દાદા ના દર્શને જશે. દાદાના ચરણોમાં દંડવત કર્યા બાદ આરતી કરશે. તેમની સાથે બીજેપી ના સ્થાનિક આગેવાનો જોડાશે. મહત્વ ની વાત તો એ છે કે અમિત શાહ નો 22 ઓક્ટોબરે જન્મદિવસ છે. તેઓ જન્મદિન પૂર્વે દાદાના આશીર્વાદ લેશે.

આ પણ વાંચો - Exclusive: જમ્મુ-કાશ્મીરમાંથી 370ની કલમ કાનૂની રીતે દૂર કરી છે: અમિત શાહ

ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભા ની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય તેઓ પ્રચાર પડઘમ શાંત થયા બાદ અચૂક દાદાના આશીર્વાદ લે છે.
First published: October 17, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading