Home /News /madhya-gujarat /

અમદાવાદ : Budget 2022 માં ટૂ વ્હીલર સેગમેન્ટમાં GST માં ઘટાડો ના મળતા ઓટોમોબાઇલ સેકટર નિરાશ

અમદાવાદ : Budget 2022 માં ટૂ વ્હીલર સેગમેન્ટમાં GST માં ઘટાડો ના મળતા ઓટોમોબાઇલ સેકટર નિરાશ

બજેટ (Union Budget 2022) અલગ-અલગ સેકટરમાં કહી ખુશી કહી ગમ જેવું જોવા મળી રહ્યું છે (પ્રતિકાત્મક તસવીર)

Union Budget 2022 : ટૂંકા ગાળાના ઉદ્દેશ્યો માટે ઓટો ઉદ્યોગ માટે બજેટ એટલું ફાયદાકારક નથી : FADA

અમદાવાદ : વર્ષ 2022- 23 (Budget 2022) માટે નાણામંત્રી નિર્મલા સીતારમન (Nirmala Sitharaman)દ્વારા રજુ કરવામાં આવેલું બજેટ (Union Budget 2022) અલગ-અલગ સેકટરમાં કહી ખુશી કહી ગમ જેવું જોવા મળી રહ્યું છે. ટૂ વ્હીલર સેગમેન્ટમાં GSTમાં ઘટાડો નહીં મળતા ઓટોમોબાઇલ સેકટરમાં (Automobile sector)નિરાશા જોવા મળી છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિએશને ટૂંકા ગાળાના ઉદ્દેશ્યો માટે ઓટો ઉદ્યોગ માટે બજેટ એટલું ફાયદાકારક નહીં હોવાનું ગણાવ્યું છે.

ઓટોમોબાઈલ ક્ષેત્ર માટે યુનિયન બજેટ 2022-23 બજેટ ઉચ્ચ મૂડીરોકાણ સઘન વિકાસલક્ષી બજેટ છે. જ્યાં સુધી ઓટો ઉદ્યોગનો સવાલ છે, બજેટમાં નીતિ/કર માળખામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ અંગે ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિએશનના ગુજરાતના ચેરમેન પ્રણવ શાહ જણાવે છે કે પ્રી કોવિડ ઇફેક્ટથી ટૂ વ્હીલર સેગમેન્ટ 30થી 40 ટકા ડી ગ્રોથ કરી રહ્યો છે. ટૂ વ્હીલર સેગમેન્ટમાં 28 ટકા GST છે જેમાં ઘટાડો ઇચ્છી રહ્યા હતા અથવા તો અન્ય કોઈપણ ચોક્કસ પ્રોત્સાહનમાં કેટલાક લાભની અપેક્ષા રાખતા હતા પરંતુ તેમાં નિરાશા હાથ લાગી છે.

તેમણે કહ્યું હતું કે તેમ છતાં સરકારી મૂડીખર્ચમાં ઊંચા ખર્ચથી એકંદર ઇકોસિસ્ટમને વેગ મળશે અને તે આડકતરો ફાયદો ઓટો સેગમેન્ટને પણ થશે. ઇંધણની કિંમતોએ ઓટો ઉદ્યોગને અસર કરી છે, ખાસ કરીને ટૂ વ્હીલર પરંતુ એવું લાગે છે કે સંઘર્ષ હવે થોડા સમય માટે ચાલુ રહેશે. બજેટમાં બે દરખાસ્તોને અનુસરીને EV માટે થોડા લાભો આવરી લેવામાં આવ્યા છે. EV સેગમેન્ટના વિકાસ માટે ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ચાર્જિંગ કેન્દ્રોની પણ અમુક મર્યાદાઓ હોય છે. બેટરી સ્વીપિંગ કોન્સેપ્ટ થોડા દેશોમાં સફળ છે. સારી બેટરી સ્વીપિંગ પોલિસી આ સમસ્યાઓને અમુક અંશે હલ કરશે. એકવાર ડ્રાફ્ટ પોલિસી ઉપલબ્ધ થશે તેના પર વધુ વિચાર કરી શકાશે. એકંદરે બજેટ સારું છે પરંતુ ખાસ કરીને ટૂંકા ગાળાના ઉદ્દેશ્યો માટે ઓટો ઉદ્યોગ માટે એટલું ફાયદાકારક નથી.

આ પણ વાંચો - Union Budget 2022: બજેટ પર પીએમ મોદીએ કહ્યું- દરેક ક્ષેત્રએ કર્યું બજેટનું સ્વાગત, જનતા જનાર્દનની સેવાનો ઉત્સાહ વધ્યો

કોણે શું કહ્યું

આસિફ હિરાણી (ડિરેક્ટર, ટ્રેડબુલ્સ સિક્યૂરિટીઝ)એ કહ્યું હતું કે કેન્દ્રીય બજેટ 2022માં વર્તમાન યોજનાઓને માટે નોંધપાત્ર સપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં પીએમ હાઉસિંગ સ્કીમ, જલ જીવન મિશન, સોલાર મોડ્યુલ્સ મેન્યૂફેક્ચરિંગ અને સેઝ પોલિસીમાં સુધારાનો સમાવેશ થાય છે. સરકારે વેલફેર યોજનાઓ સાથે તેના ગ્રોથને સંતુલિત કર્યો છે. તેમણે રૂ. 5 લાખ કરોડ સુધી ઈસીજીએલ સ્કિમને લંવાબીને, પીએલઆઈ સ્કીમને એમએએસએમઈ સુધી લંબાવીને કેટલાંક નવા સુધારાઓ રજૂ કર્યાં છે. સરકારે ડિજિટલ રૂપી, ઈઝ-ઓફ-ડુઈંગ માટે સિંગલ પોર્ટલ લોંચ કરવાની જાહેરાત કરી છે. સરકારે 2022-23માં 8.5 ટકા ગ્રોથ રેટ જાહેર કરવાનો ઈરાદો જાહેર કર્યો છે. આ માટે મૂડીખર્ચને વધારી રૂ. 10.7 લાખ કરોડ કર્યો છે. બજેટમાં કોઈ નેગેટિવ સરપ્રાઈઝ નથી. તે ગ્રોથ ઓરિએન્ટેડ છે. હેલ્થકેર ક્ષેત્રેસુધારા માટેનો પ્રસ્તાવ છે. ક્રિપ્ટો જેવા એસેટ ક્લાસિસ પર 30 ટકાનો ટેક્સ લાગુ પાડી તેમાં રોકાણને હતોત્સાહિત કરવાનો ઈરાદો પણ છે. જેમ્સ અને જ્વેલરી નિકાસ માટે ઈકોમર્સ રેગ્યુલેશનને સરળ બનાવવાનો પ્રસ્તાવ છે. લેન્ડ રેકોર્ડ્સને ડિજિટાઈઝ કરીને રિઅલ એસ્ટેટ ક્ષેત્રને પણ લાભ આપવાની વાત છે. સ્થાનિક ડિફેન્સ ઉદ્યોગને પણ લાભ આપવાની જોગવાઈનો બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

ડો. નેહા શર્મા (ડિરેક્ટર, શાંતિ બિઝનેસ સ્કૂલ (SBS) એ કહ્યું હતું કે ડિજિટલ યુનિવર્સિટીની સ્થાપના, વન ક્લાસ-વન ચેનલ સ્કીમ હેઠળ જુદી જુદી ભાષાઓમાં 200થી વધુ ચેનલો શરૂ કરવી વગેરે નવી પહેલ છે, જેની નાણામંત્રીએ જાહેરાત કરી છે. બજેટમાં યુવાનોના સ્કિલિંગ, અપસ્કિલિંગ અને રિસ્કિલિંગ પર ભાર મુકાયો છે. તેમાં શિક્ષકોની તાલીમ અને ક્ષમતાના ગઠન દ્વારા શાળાકીય શિક્ષણને મજબુત બનાવવા પર ભાર મુકાયો છે.

કર્નલ રાહુલ શર્મા (ડિરેક્ટર, ક્લોઝ સપોર્ટ બિઝનેસ સોલ્યુશન્સ)એ કહ્યું હતું કે પોપ્યુલિસ્ટ પગલાં ટાળવામાં આવ્યા છે. વૃદ્ધિલક્ષી બજેટ છે. મૂડીખર્ચનો આઉટલે 35 ટકા વધારાયો છે. તેનાથી એમએસએમઈને ફાયદો થશે. ટેક્સ વ્યવસ્થા સ્થિર છે. શિક્ષણ માટે ફાળવણી વધી છે. સ્કિલિંગ અને રિ-સ્કિલિંગ પર ભાર મુકવાથી એમએસએમઈને સ્કિલ્ડ લેબર મળશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ અને લોજિસ્ટિક માટે ગતિ શક્તિ સ્કિમથી ટ્રેડની કાર્યક્ષમતા વધશે.
Published by:Ashish Goyal
First published:

Tags: Budget 2022, Nirmala Sitharaman, બજેટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन