Budget 2021થી ગુજરાતના ઉદ્યોગકારોમાં ખુશીની લહેર, આ ઉદ્યોગોને વેગ મળશે

Budget 2021થી ગુજરાતના ઉદ્યોગકારોમાં ખુશીની લહેર, આ ઉદ્યોગોને વેગ મળશે
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ

ગુજરાતનાં ઉદ્યોગકારોમાં ખુશીની લહેર જોવા મળી છે. ઉદ્યોગકારોનું માનવું છે કે ગુજરાતમાં ટેક્સટાઈલ, ફાર્માસ્યુટિકલ, કેમિકલ મેન્યુફેકચરિંગને વેગ મળશે.

  • Share this:
અમદાવાદઃ નાણાંમંત્રી નિર્મલા સીતારમણે (FM nirmala sitharaman) સોમવારે બજેટ 2021 (Budget 2021) રજુ કરતાં ગુજરાતનાં (Gujarat) ઉદ્યોગકારોમાં ખુશીની લહેર જોવા મળી છે. ઉદ્યોગકારોનું માનવું છે કે ગુજરાતમાં ટેક્સટાઈલ, ફાર્માસ્યુટિકલ, કેમિકલ મેન્યુફેકચરિંગને વેગ મળશે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (Gujarat Chamber of Commerce) દ્રારા આ બજેટને સંપુર્ણપણે વધાવી લેવામાં આવ્યું છે.

આ અંગે વાતચીત કરતાં ગુજરાત ચેમ્બર ઓફ ઈન્ડસ્ટ્રીનાં પ્રમખ નટુભાઈ પટેલના કહેવા પ્રમાણે  નાણાંમંત્રીએ ઘણી એવી જાહેરાત ગુજરાતના ઉદ્યોગો પર પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે અસર કરશે જેમાં સૌથી  મોટો ફાયદો અલંગનો લાગી રહ્યો છે. સરકારે ગુજરાતનાં ભાવનગરમાં આવેલાં વિશ્વનાં સૌથી મોટા શીપ બ્રેકિંગ યાર્ડનાં વિકાસ માટે ઘણી મહત્વની જાહેરાત કરી છે. જેનાંથી અમેરિકા જાપાન યુરોપનાં જહાજ હવે ભંગાણ માટે આવશે.



આ પણ વાંચોઃ-

જેને કારણે સ્ક્રેપ પોલીસીનાં ફાયદા સાથે સંલ્ગન અન્ય વેપારોમાં રોજગારીની તક ઉભી થશે. ખાસ લોજીસ્ટિક સેક્ટરને મોટો ફાયદો થશે.આ સાથે 75માં આઝાદીનાં વર્ષમાં રજુ કરાયેલાં આ બજેટમાં 13 પીએલઆઈ રજુ કરવામાં આવી છે. જેમાં ગુજરાત એ મેન્યુફેકચરિંગનું હબ હોવાથી તેને મોટો લાભ થશે.

આ પણ વાંચોઃ-

65 ટકા ફાર્માસ્યુટિકલ માટે જોઈતાં ઈન્ગ્રીડિયન ગુજરાતમાં બને છે એ સિવાય ટેક્સટાઈલ કેમિકલ ડિફેન્સમાં પીએલઆઈ સ્કીમનો લાભ મળશે. રાજકોટ અને જામનગર ઈન્ડસ્ટ્રીને ડિફેન્સને કારણે પીએલઆઈ ને કારણે મોટો લાભ મળશે જેની સાથે ડાયમંડ ઉદ્યોગને પણ મોટો ફાયદો થશે.

ખેતી ક્ષેત્રે ગુજરાતમાં ડબલ ડીજીટમાં આઉટપુટની અસર મોટી થશેગુજરાતને નર્મદાનું પાણી મળે છે જેને કારણે ખેતીમાં ખેડુતોને ડબલ ડીજીટમા આઉટપુટ ની અસર થશે જેથી નાના મધ્યમ કદના ઉદ્યોગોને પણ વેગ મળશે હોર્ટીકલ્ચરનું પ્રોસસિંગ, ફુડ પ્રોસેસિંગ એકસપોર્ટ વડાપ્રધાન મોદીનાં વિઝનને પુરો કરશે.



હવે સોનામાં રોકાણ વધશે  અમદાવાદ જવેલરી એસોસિએશનનાં આશિષ ઝવેરીનાં કહેવા પ્રમાણે સોનાનું સૌથી મોટાં આયાત હોવા છતાં સોનાના ભાવ માટે ભારતને અમેરિકા પર આધાર રાકવો પડે છે બુલિયન એક્સચેન્જ શરુ થશે ત્યારે આપણે સોનાના ભાવ માટે આત્મ નિર્ભર બની શકીશું અને અન્ય દેશ પર આધાર નહીં રાખવો પડે, જેથી સમગ્ર દેશમાં સોનાનો ભાવ લગભગ એકસરખો થઈ જશે.
Published by:ankit patel
First published:February 01, 2021, 23:58 pm

ટૉપ ન્યૂઝ