યુવાનોને કારકિર્દીમાં ઉપયોગમાં બજેટની મહત્વની આ 10 બાબતો

Haresh Suthar | News18 Gujarati
Updated: February 1, 2017, 3:58 PM IST
યુવાનોને કારકિર્દીમાં ઉપયોગમાં બજેટની મહત્વની આ 10 બાબતો
સ્કૂલનો અભ્યાસ હમણાં જ પૂર્ણ કરી વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ અને નોકરી અંગે વિચારતા હોય છે. આ સંજોગોમાં અમે આપના માટે આજે રજુ થયેલ બજેટ 2017ની મહત્વની 10 બાબતો આપના માટે લઇને આવ્યા છીએ કે જે તમારી કેરિયરમાં મદદરૂપ થઇ શકે છે.

સ્કૂલનો અભ્યાસ હમણાં જ પૂર્ણ કરી વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ અને નોકરી અંગે વિચારતા હોય છે. આ સંજોગોમાં અમે આપના માટે આજે રજુ થયેલ બજેટ 2017ની મહત્વની 10 બાબતો આપના માટે લઇને આવ્યા છીએ કે જે તમારી કેરિયરમાં મદદરૂપ થઇ શકે છે.

  • Share this:
નવી દિલ્હી #સ્કૂલનો અભ્યાસ હમણાં જ પૂર્ણ કરી વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ અને નોકરી અંગે વિચારતા હોય છે. આ સંજોગોમાં અમે આપના માટે આજે રજુ થયેલ બજેટ 2017ની મહત્વની 10 બાબતો આપના માટે લઇને આવ્યા છીએ કે જે તમારી કેરિયરમાં મદદરૂપ થઇ શકે છે.

બજેટ 2017: લાઇવ જુઓ

1. ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકાની જેમ રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી બનાવાશે. અત્યાર સુધી દેશમાં ખાનગી અને સરકારી એંજિનિયરિંગ મેડિકલ, એમબીએ એમસીએ કોર્સમાં દાખલ થવા માટે અલગ અલગ યુનિવર્સિટી અને કોલેજોની પરીક્ષા આપવી પડતી હતી. ઘણીવાર વિદ્યાર્થીઓને આ કોલેજોમાં એડમિશન ફોર્મ ભરવામાં પણ ઘણો ખર્ચ કરવો પડતો હોય છે. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી બનવાથી વિદ્યાર્થીઓએ એક જ પરીક્ષા આપવાની રહેશે જેના આધારે કોલેજ કે અન્ય સંસ્થામાં પ્રવેશ મળી શકશે.

જેટ 2017: નાણામંત્રીના પોટલામાંથી શું નીકળ્યું

2. સ્કૂલો માટે નવો વાર્ષિક અભ્યાસક્રમ, દેશમાં સ્કૂલી શિક્ષણનું સ્તર સતત નીચે ઉતરી રહ્યું છે. આ કાર્યક્રમ એને સુદ્રઢ બનાવશે.

3. સેકેન્ડરી એજ્યુકેશનને અલગથી પ્રોત્સાહિત કરવા માટે ફંડની વ્યવસ્થા કરાશે. સરકારી હાઇસ્કૂલોની સ્થિતિ સુધારાશે4. 100 ઇન્ડિયા સ્કિલ સેન્ટર સ્થાપિત કરવામાં આવશે. આ કેન્દ્રો યુવાઓને સ્વરોજગાર શરૂ કરવાની તાલીમ આપશે.

5. ટેક્સટાઇલ સેક્ટરમાં રોજગારી ઉભી કરવા પર નાણામંત્રીએ ભાર મુક્યો છે. જો તમે ધો.12 પાસ છો તો ટેક્સટાઇલ ક્ષેત્રે વિકલ્પ પસંદ કરો કારણ કે નાણામંત્રીએ આ ક્ષેત્રે વિવિધ યોજનાઓ શરૂ કરવાની વાત કરી છે.

6. ડેરી ઉદ્યોગના વિકાસ માટે 8000 કરોડ રૂપિયાની જોગવાઇ કરાશે. જો તમે પોતાનો સ્વરોજગાર કરવા ઇચ્છી રહ્યા છો તો આપના માટે ડેરી વ્યવસાય બેસ્ટ છે.

7. ભારત નેટ પ્રોજેક્ટ માટે 10 હજાર કરોડ રૂપિયા એલોટ કરાયો છે. આજેના સમયમાં યુવાઓ માટે સૌથી જરૂરી ઇન્ટરનેટ સેવાઓને પ્રોત્સાહન આપવા માટે નાણામંત્રીએ આ ક્ષેત્રે મોટી રકમ ખર્ચ કરવાનું એલાન કર્યું છે.

8. દોઢ લાખ ગામડાઓમાં બ્રોડબેન્ડ સેવા પહોચાડાશે. જો તમે દેશના ગ્રામિણ વિસ્તારમાં રહેતા હો તો તમારા માટે ખુશ ખબરી છે.

9. ગુજરાત અને ઝારખંડમાં એઇમ્સ : જો તમે 12મું પાસ કરી મેડિકલનો અભ્યાસ કરવાનું વિચારી રહ્યા હો તો તમારા માટે ખુશ ખબરી છે કે દેશમાં બે નવી એઇમ્સ શરૂ થવા જઇ રહી છે.

10. પોસ્ટમાં બનશે પાસપોર્ટ: પોસ્ટ ઓફિસોમાં હવેથી પાસપોર્ટ બનશે. વિદેશમાં અભ્યાસ કરવા કે નોકરીની તલાશમાં રહેલા યુવાઓ માટે સરકારે સુવિધા કરી આપી છે. યુવાઓને પાસપોર્ટ માટે દિક્કત આવતી હોવાથી હવેથી આ કામગીરી પોસ્ટ ઓફિસમાં પણ કરવી શકાશે
First published: February 1, 2017
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading