Home /News /madhya-gujarat /

ઊનાકાંડઃ3 સગીર સહિત 37આરોપીઓ સામે ચાર્જશીટ,તત્કાલીન પીએસઆઇની ધરપકડ

અમદાવાદઃ દેશભરમાં ચકચાર જગાવનારા ઉના દલિત અત્યાચાર કેસમાં સીઆઈડી ક્રાઈમે ત્રણ સગીર સહિત 37 આરોપીઓ સામે ચાર્જશીટ રજૂ કર્યું છે.સાથે સાથે આ કેસને રફેદફે કરવાની કોશિષ કરનારા તત્કાલિન ઉના પીઆઈ, પીએસઆઈ સહિત ચાર પોલીસવાળાની ધરપકડ કરવામાં આવી છે.અત્યારસુધીમાં કુલ 43 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.જયારે બે આરોપી વોન્ટેડ છે.ત્રણ સગીર સામે જુવેનાઈલ જસ્ટીસ બોર્ડમાં ચાર્જશીટ કરાઈ છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
અમદાવાદઃ દેશભરમાં ચકચાર જગાવનારા ઉના દલિત અત્યાચાર કેસમાં સીઆઈડી ક્રાઈમે ત્રણ સગીર સહિત 37 આરોપીઓ સામે ચાર્જશીટ રજૂ કર્યું છે.સાથે સાથે આ કેસને રફેદફે કરવાની કોશિષ કરનારા તત્કાલિન ઉના પીઆઈ, પીએસઆઈ સહિત ચાર પોલીસવાળાની ધરપકડ કરવામાં આવી છે.અત્યારસુધીમાં કુલ 43 આરોપીઓની  ધરપકડ કરવામાં આવી છે.જયારે બે આરોપી વોન્ટેડ છે.ત્રણ સગીર સામે જુવેનાઈલ જસ્ટીસ બોર્ડમાં ચાર્જશીટ કરાઈ છે.

ઉનામાં દલિતો પર થયેલા અત્યાચાર કેસે દેશભરમાં ચકચાર જગાવતા તેની તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપવામાં આવી હતી.20 જુલાઈના રોજ સીઆઈડી ક્રાઈમની વિશેષ તપાસ ટીમે દલિત અત્યાચાર કેસમાં ઝીણવટભરી તપાસ આરંભી હતી.જે કેસમાં અત્યારસુધીમાં કુલ 43 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.જે પૈકીના ત્રણ સગીર સહિત 37 આરોપીઓ સામે સીઆઈડી ક્રાઈમે ચાર્જશીટ કરી છે.1500થી વધુ પાનાની આ ચાર્જશીટમાં 337 સાક્ષીઓના નિવેદન સામેલ કરાયા છે.

કહેવાતા ગૌરક્ષકો દ્રારા દલિતોને માર મારવાનો વિડિયો વાયરલ થતા આ ચકચારી મામલો સામે આવ્યો હતો.ઉના પોલીસે દલિત યુવકોને માર મારવાનો ગુનો નોંધ્યો તે અગાઉ ગાય ગુમ થઈ હોવાની જાણવા જોગ નોંધી હતી.આ જાણવા જોગ નોંધીને ઉનાના તત્કાલિન પીઆઈ એન.યુ.ઝાલા સહિતના પોલીસ સ્ટાફે આરોપીઓને બચાવવા ષડયંત્ર રચ્યું હતું.જો કે, સીઆઈડી ક્રાઈમની તપાસમાં ઉના પોલીસની પોલ ખૂલી જતા પીઆઈ, પીએસઆઈ સહિત ચાર પોલીસવાળાની દલિત અત્યાચાર કેસમાં ધરપકડ કરાઈ છે.

ફાઇલ તસવીર
First published:

Tags: ઊના દલિતકાંડ, ચાર્જશીટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन