ગુજરાત પોલીસનો રિપોર્ટ,ઉનામાં ગાયને દલિતોએ નહીં સિંહોએ મારી હતી!

News18 Gujarati | IBN7
Updated: July 28, 2016, 9:29 AM IST
ગુજરાત પોલીસનો રિપોર્ટ,ઉનામાં ગાયને દલિતોએ નહીં સિંહોએ મારી હતી!
અમદાવાદઃ ગુજરાત પોલીસે કહ્યુ છે કે રાજ્યના ઉનાના સમઢિયાળામાં જે ગાયનું ચામડું ઉતારવાને લઇ કથિત ગૌરક્ષકો દ્વારા દલિતો પર અત્યાચાર કરી મારપીટ કરાઇ હતી, તે ગાયને સિંહોએ મારી હતી.દલિતો પર ગૌરક્ષકો દ્વારા અત્યાચારની આ ઘટનાની ચારે તરફ નિંદા થઇ છે. આના પર રાજકારણ પર ગરમાયું છે અને દિલ્હી દરબાર સુધી પડઘા પડ્યા છે.

  • IBN7
  • Last Updated: July 28, 2016, 9:29 AM IST
  • Share this:
અમદાવાદઃ ગુજરાત પોલીસે કહ્યુ છે કે રાજ્યના ઉનાના સમઢિયાળામાં જે ગાયનું ચામડું ઉતારવાને લઇ કથિત ગૌરક્ષકો દ્વારા દલિતો પર અત્યાચાર કરી મારપીટ કરાઇ હતી, તે ગાયને સિંહોએ મારી હતી.દલિતો પર ગૌરક્ષકો દ્વારા અત્યાચારની આ ઘટનાની ચારે તરફ નિંદા થઇ છે. આના પર રાજકારણ પર ગરમાયું છે અને દિલ્હી દરબાર સુધી પડઘા પડ્યા છે.
સૌરાષ્ટ્રના ઉના તાલુકાના સમઢિયાળામાં દલિતોને બેરહેમીથી જાહેરમાં ફટકારાયા હતા આ મામલે તપાસ કરી રહેલી સીઆઇડીના એક અધિકારીએ જણાવ્યું હતું કે, પ્રત્યક્ષદર્શીઓ પાસેથી તેમને જાણવા મળ્યુ છે કે ગાયને 10 અને 11 જુલાઇની રાત્રી દરમિયાન સિંહોએ મારણ કર્યું હતું.
આ મામલે તપાસ કરી રહેલા સીઆઇડીના અધિકારી એસ.એસ.ત્રિવેદીએ કહ્યુ કે અમારી તપાસ દરમિયાન પ્રત્યક્ષદર્શીઓએ અમને જણાવ્યુ કે સિંહોએ સમઢિયાળા પાસેના બેદિયા ગામમાં એક ગાયને મારી નાખી હતી અને તે જ રાતે આસપાસના ગામોમાં ત્રણ અન્ય ગાયોને પણ મારી નાખી હતી. બીજા દિવસે સવારે આ ગાયના સવોના નિકાલ માટે દલિતોને બોલાવાયા હતા. જેથી એ સ્પષ્ટ છે કે ભોગ બનેલા દલિતો ગૌહત્યામાં સંડોવાયેલા ન હતા. આ ગામ ગિર અભયારણ્યની નજીક આવેલું છે જેથી સિંહોનું ગામ નજીક રહેવું સામાન્ય વાત છે. કેટલાક ગામડા તો એવા છે જે જંગલી બિલ્લિયો માટે છે.

ત્રિવેદીના કહેવા મુજબ હવે તપાસનો વિષય છે કે દલિત સમુદાયના લોકો જ્યારે મરેલી ગાયનું ચામડુ ઉતારી રહ્યા હતા તે સમયે કથિત ગૌરક્ષકોને કોણે બોલાવ્યા હતા અને ગૌહત્યાને લઇ ખોટી માહિતી આપવા પાછળનો ઉદેશ્ય કયો હતો. ગત 11 જુલાઇના મોટા સમઢિયાળામાં ગામની બહાર દલિત યુવકોને જાહેરમાં નિર્દયતા પુર્વક ફટકારતા વિવાદ સર્જાયો છે. અને આના પડઘા દિલ્હી સુધી પડ્યા છે.
First published: July 28, 2016, 9:29 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading