'જિદ્દી લડકા': યુવકે કપાયેલા હાથનો ફોટો મૂકી MPની યુવતીને અમદાવાદ બોલાવી, હોટલમાં બળાત્કાર ગુજાર્યો

'જિદ્દી લડકા': યુવકે કપાયેલા હાથનો ફોટો મૂકી MPની યુવતીને અમદાવાદ બોલાવી, હોટલમાં બળાત્કાર ગુજાર્યો
પ્રતીકાત્મક તસવીર

મધ્ય પ્રદેશના ઉજ્જૈનની યુવતીનો ઇન્સ્ટાગ્રામ પર અમદાવાદના યુવક સાથે સંપર્ક થયો હતો, જે બાદમાં યુવકે તેણીને મળવા માટે અમદાવાદ બોલાવી હતી.

  • Share this:
અમદાવાદ: સોશિયલ મીડિયા (Social media)નો ઉપયોગ ક્યાંક જિંદગીને નુકસાન પહોંચાડી રહ્યો હોય તેવી અનેક ઘટનાઓ સામે આવી છે. આવી જ એક ઘટના મધ્ય પ્રદેશ (Madhya Pradesh)ની યુવતી સાથે બની હતી. ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી અમદાવાદ બોલાવી યુવકે તેણીને લગ્ન (Marriage)ની લાલચ આપીને બળાત્કાર ગુજાર્યો હતો. ઇન્સ્ટાગ્રામ પર કપાયેલા હાથનો ફોટો મૂકી શખશે “જીદ્દી લડકા” કેપ્શન લખી યુવતીને અમદાવાદ બોલાવી હતી. બાદમાં હોટલમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. શખ્સે આવી તસવીર મૂકીને યુવતીને કહ્યું હતું કે, "તું નહીં આવે તો હું મરી જઈશ." આ મામલે યુવતીએ એમપીમાં ફરિયાદ આપતા આ ફરિયાદ ખાડીયા પોલીસને ટ્રાન્સફર થઈ છે. આ મામલે ખાડીયા પોલીસે તપાસ હાથ ધરી છે.

મધ્ય પ્રદેશના ઉજ્જૈનની વતની અને ધો-10 સુધી અભ્યાસ કરનાર 22 વર્ષીય યુવતીને ઈન્સ્ટાગ્રામ આઈડી પર જૂન-2019માં “જીદ્દી લડકા” નામના યુવકે ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. યુવતીએ રિક્વેસ્ટ સ્વીકારતા બંને વચ્ચે મિત્રતા થઈ હતી. જે બાદમાં “જીદ્દી લડકા” એકાઉન્ટ ધારકે કપાયેલા હાથનો ફોટો મોકલી "તું નહીં આવે તો હું મરી જઈશ" તેમ કહ્યુ હતું. જેના પગલે યુવતી ઉજ્જૈનથી ઓગસ્ટ-2019માં માતાપિતાને જાણ કર્યા વગર અમદાવાદ આવી હતી અને યુવકને મળી હતી.આ પણ વાંચો: 

જે બાદ યુવક તેણીને હોટલમાં જઈને વાત કરીએ એમ કહીને ખાડીયાના રાયપુર વિસ્તારની હોટલ સન્માનમાં લઈ ગયો હતો. અહીં યુવતીને લગ્નની લાલચ આપીને આરોપીએ તેણી પર બળાત્કાર ગુજાર્યો હતો. જે બાદ ફરી આરોપી યુવકે યુવતીને ઓક્ટોબર-2019માં ધમકી આપી અમદાવાદ બોલાવી હતી અને હોટલમાં લઈ જઈન બળાત્કાર ગુજાર્યો હતો. યુવતીએ લગ્નની વાત કરતા યુવકે 'હજુ ઘરે વાત નથી કરી, તું જા, હું ઘરે લગ્નની વાત કરી લઈશ' એમ જણાવ્યું હતું.

આ પણ જુઓ-

બાદમાં ઓક્ટોબર- 2020 સુધી યુવકે યુવતી સાથે ફોન પર વાત કરી હતી. બાદમાં ફોન બંધ કરી દીધો હતો. યુવતીએ આ મામલે પિતાને જાણ કરતા તેઓએ ઉજ્જૈનના એક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે, ગુનો અમદાવાદ બન્યો હોવાથી મધ્ય પ્રદેશ પોલીસે ઝીરો નંબરથી “જીદ્દી લડકા” વિરુદ્ધ ગુનો દાખલ કરી ફરિયાદના કાગળો અમદાવાદ ખાડીયા પોલીસ સ્ટેશનને મોકલી આપતા ખાડીયા પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by:Vinod Zankhaliya
First published:December 25, 2020, 09:47 am

ટૉપ ન્યૂઝ