અમદાવાદ : UGCએ જાહેર કર્યું નવું એકેડેમિક કેલેન્ડર, આ તારીખથી થશે શૈક્ષણિક કાર્યનો પ્રારંભ

અમદાવાદ : UGCએ જાહેર કર્યું નવું એકેડેમિક કેલેન્ડર, આ તારીખથી થશે શૈક્ષણિક કાર્યનો પ્રારંભ
કોરોના ઇફેક્ટ : UGCએ જાહેર કર્યું નવું એકેડેમિક કેલેન્ડર, આ તારીખથી થશે શૈક્ષણિક કાર્યનો પ્રારંભ

શૈક્ષણિક સંસ્થાઓ નવા સત્ર પ્રમાણે અભ્યાસની વ્યવસ્થા ગોઠવી શકે તે માટેની તારીખો જાહેર કરાઈ છે

  • Share this:
અમદાવાદ : કોરોનાના કારણે લોકડાઉન બાદ શિક્ષણની પરિસ્થિતિ ડામાડોળ થઈ ગઈ છે ત્યારે શિક્ષણ સંસ્થાઓ માટે અગત્યના સમાચાર સામે આવ્યા છે. જે મુજબ UGC દ્વારા નવું એકેડેમિક કેલેન્ડર જાહેર કર્યું છે. જેના દ્વારા કેટલાક ફેરફાર સાથે શૈક્ષણિક સંસ્થાઓ નવા સત્ર પ્રમાણે અભ્યાસની વ્યવસ્થા ગોઠવી શકે તે માટેની તારીખો જાહેર કરાઈ છે. જે મુજબ નવું શિક્ષણ સત્ર આગામી નવેમ્બર માસથી શરૂ થશે.

દેશમાં અને વિશ્વભરમાં એટલે કે કોવિડનો સમય ચાલી રહ્યો છે. તેવામાં શાળા અને કોલેજો ક્યારે શરૂ થાય તે અંગે ભારે અસમંજસ છે. ત્યારે ઉચ્ચ શિક્ષણ સસ્થાઓનું મોનિટરીંગ કરતી સસ્તા UGC એટલે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને નવું એકેડેમિક કેલેન્ડર બહાર પાડ્યું છે. કોરોનાના કારણે દેશભરની ઉચ્ચ શિક્ષણ સંસ્થામાં પ્રવેશ પરીક્ષા અને અભ્યાસનો કાર્યક્રમ ખોરવાયો છે. જેને લઈ પહેલા વર્ષના વિદ્યાર્થીઓ માટે યુજીસીએ નવું એકેડેમિક કેલેન્ડર જાહેર કર્યું છે.આ પણ વાંચો - અમદાવાદ : આ હેબીટાટમાં માઇનસ 40 ડિગ્રી તાપમાનમાં પણ સેનાના જવાનો સુરક્ષિત રહી શકશે, આવી છે ખાસિયતો

આ કેલેન્ડરમાં શિક્ષણ કાર્ય 3 માસ પાછું ઠેલવાયું છે. ગુજરાત યુનિવર્સિટીમાં UGC સેન્ટરના ડિરેકટર જગદીશ જોશીએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે શૈક્ષણિક સંસ્થાઓમાં 15 જૂનથી શૈક્ષણિક સત્ર શરૂ થતું હોય છે પણ આ કોવિડની પરિસ્થિતિના કારણે નવું શૈક્ષણિક સત્ર 1 નવેમ્બરથી શરૂ થશે. જોકે તેમણે એ વાત પણ સ્પષ્ટ કરી કે હાલની પરિસ્થિતિ જોતા નવું સત્ર 1 નવેમ્બરથી શરૂ થશે. આ આયોજન કોલેજના પ્રથમ વર્ષ માટેનું છે અને ઘણી સંસ્થાઓ ઓનલાઇન અભ્યાસ કરાવે છે પણ જેમની પાસે વ્યવસ્થા નથી તેમને આ વ્યવસ્થા ઉભી કરવા સમય મળી રહેશે. એટલું જ નહીં કોરોનાનું સંક્રમણ હશે તો પણ આ કેલેન્ડર પ્રમાણે ઓનલાઇન એજ્યુકેશન શરૂ થઈ જશે.

મહત્વનું છે કે કોરોનાના લીધે અટકી પડેલ શિક્ષણ કાર્યને આગળ ધપાવવા આ એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. આ પરિસ્થિતિની અસર આગામી એક કે બે વર્ષ સુધી ચોક્કસ પણે જોવા મળશે તે નકકી છે.

UGCએ જાહેર કરેલ નવું એકેડેમિક કેલેન્ડર

- 31 ઓક્ટોબર સુધી પ્રવેશ કાર્યવાહી પૂર્ણ કરવી
- 1 નવેમ્બરથી પહેલા વર્ષ/સેમેસ્ટરથી શૈક્ષણિક કાર્યનો પ્રારંભ
- 1 માર્ચ 2021 થી 7 માર્ચ પરીક્ષાની તૈયારી માટે વેકેશન
- 8 માર્ચથી 26 માર્ચ સુધી પરીક્ષાનું સંચાલન
- 27 માર્ચથી 4 એપ્રિલ સુધી વેકેશન
- 5 એપ્રિલથી બીજા શૈક્ષણિક સત્રની શરૂઆત
- 1 ઓગસ્ટ થી 8 ઓગસ્ટ સુધી પરીક્ષાની તૈયારી માટે વેકેશન
- 8 ઓગસ્ટથી 21 ઓગસ્ટ સુધી પરીક્ષા
- 30 ઓગસ્ટ 2021થી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત
Published by:Ashish Goyal
First published:September 23, 2020, 20:12 pm