BJP અને શિવસેનાની વિચારધારા એક જ છે, હવે ભગવો જ લહેરાશે: ઉદ્ધવ ઠાકરે

News18 Gujarati
Updated: March 30, 2019, 12:47 PM IST
BJP અને શિવસેનાની વિચારધારા એક જ છે, હવે ભગવો જ લહેરાશે: ઉદ્ધવ ઠાકરે
શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ પણ વિશેષ હાજરી આપી હતી

આ પ્રસંગે અમિત શાહ સાથે શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ પણ વિશેષ હાજરી આપી હતી

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે જાહેર થયા બાદ પહેલીવાર ગુજરાતની મુલાકાતે છે. આજે ગાંધીનગરમાં ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા અમિત શાહ અમદાવાદમાં મેગા રોડ-શો યોજીને મતદારો, સર્મથકોનું અભિવાદન ઝીલ્યું હતું. આ પ્રસંગે તેમની સાથે શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ પણ વિશેષ હાજરી આપી હતી. મહત્વનું છે કે ઘણાં વખતથી ચર્ચા ચાલી રહી હતી કે શિવસેના અને બીજેપી વચ્ચે ઘણાં વિવાદો છે. તેઓ એકસાથે નહીં રહે પરંતુ થોડા સમયથી આ બંન્ને વચ્ચે વિવાદો સુલઝ્યાં છે. ત્યારે આજે જાણીએ કે ઉદ્ધવ ઠાકરેએ બીજેપી માટે શું કહ્યું.

'અમારી વિચારધારા એક જ છે'

શિવસેનાનાં અધ્યક્ષ ઉધ્ધવ ઠાકરે મંચ પરથી જણાવ્યું કે, 'ઘણાં લોકોને આશ્ચર્ય થયું હશે કે હું અહીં ક્યાંથી. અમિત શાહને હું શુભેચ્છા આપવા આવ્યો છું. અમારી વચ્ચે હવે કોઇ વિવાદ નથી કારણ કે શિવસેના હોય કે બીજેપીની અમારી વિચારધારા એક જ છે. બીજેપી સાથે અમારૂં દિલ મળી ગયું છે. પહેલા અમારી બંન્ને પાસે કંઇ ન હતું માત્ર એક ભગવો જ હતો. આજે અમારા વિચાર એક છે. વિપક્ષને હું આહ્વાન આપું છું કે અહીં મોદી મોદીનાં નારા લગાવે છે તો તમે કોઇ એક જ નામનો નારો લગાવો. તે કઇ રીતે કરશે. પ્રધાનમંત્રી કોણ હશે તેમ કહેતા. ચૂંટણી આવે તો માહોલ ગરમ થાય છે. માહોલ અમારો જ છે. ભગવો ભગવો.'

આ પણ વાંચો: મારા જીવનમાંથી જો BJPને બાદ કરીએ તો માત્ર શૂન્ય બચે: અમિત શાહ

'અમિત શાહ માણસ નહીં પરંતુ સંસ્થા છે'

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંગ બાદલે મંચ પર નિવેદન આપતા કહ્યું કે, 'અમિત શાહ માણસ નહીં પરંતુ સંસ્થા છે, તેમનું જીવન અમારા માટે લાઇટ હાઉસ છે. તેઓ સૌથી મોટા આયોજક છે. અમિત શાહજી એક જીમીન સાથે જોડાયેલા નેતા છે. આજે જે ચૂંટણી થઇ રહી છે તેનો મુદ્દો શું છે કે દેશનાં વડાપ્રધાન નક્કી કરવાનું છે.'આ પ્રસંગે ભાજપ-એનડીએના નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ રાજનાથસિંહ, નીતિન ગડકરી ઉપરાંત ઘટક પક્ષોના નેતા ઉધ્ધવ ઠાકરે, પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંગ બાદલ વિશેષરૂપથી ઉપસ્થિત રહ્યાં હતાં.
First published: March 30, 2019
વધુ વાંચો
अगली ख़बर