અમદાવાદ : અમરાઈવાડી વિસ્તારમાં ખેલાયો ખૂની ખેલ, 13 કલાકમાં બે યુવકની હત્યા

અમદાવાદ : અમરાઈવાડી વિસ્તારમાં ખેલાયો ખૂની ખેલ, 13 કલાકમાં બે યુવકની હત્યા
અમદાવાદ : અમરાઈવાડી વિસ્તારમાં ખેલાયો ખૂની ખેલ, 13 કલાકમાં બે યુવકની હત્યા

બાંકડા પર બેસવા જેવી સામાન્ય બાબતમાં ચંદન ગોસ્વામી નામનાં યુવક પર ત્રણ ઈસમોએ લાકડા તેમજ અન્ય હથિયારો વડે હુમલો કર્યો

  • Share this:
અમદાવાદ : અમદાવાદનો પૂર્વ વિસ્તાર ફરી એક વાર અસામાજીક તત્વોનો અડ્ડો બનતો જાય છે અને તેમાં પણ અમરાઈવાડી વિસ્તારમાં હત્યા, લૂંટ અને અન્ય ગુનાહિત પ્રવૃતિઓ માટે વિખ્યાત થતો જાય છે. માત્ર 13 કલાકનાં સમયગાળામાં અમરાઈવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાનાં બે બનાવો બનતા પોલીસ દોડતી થઈ છે.

અમદાવાદમાં હત્યા જાણે સામાન્ય બાબત થઈ ગયી હોય તેમ સામાન્ય બાબતે જીવલેણ હુમલો કરતા લોકો ખચકાતા નથી. અમરાઇવાડી વિસ્તારમાં બનેલી હત્યાની ઘટનાની વાત કરીયે તો રબારી કોલોની વિસ્તારમાં બાંકડા પર બેસવા જેવી સામાન્ય બાબતમાં ચંદન ગોસ્વામી નામનાં યુવકને ત્રણ ઈસમોએ લાકડા તેમજ અન્ય હથિયારો વડે હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ યુવકનુ મૃત્યુ થયું હતુ. યુવકનાં મૃતદેહને પી.એમ માટે મોકલી પોલીસ ફરાર આરોપીઓને શોધવા લાગી હતી.



આ પણ વાંચો - અમદાવાદ : એક્સપર્ટ ઓપિનિયન, કારણ વગર રેમડેસિવીર ઈન્જેક્શન લેવાથી કિડની-લીવર પર થઈ શકે છે અસર

અમદાવાદ : અમરાઈવાડી વિસ્તારમાં ખેલાયો ખૂની ખેલ, 13 કલાકમાં બે યુવકની હત્યા


પોલીસ એક ઘટનામાં ફરિયાદ નોંધે ત્યાં જ બીજો બનાવ અમરાઈવાડીમાં આવેલા નેશનલ હેન્ડલુમ શોપિંગ સેન્ટર પાસે બન્યો. જેમાં જૂની અદાવતમાં 3 થી 4 શખ્સોએ ભેગા મળીને મનોજ વાઘેલા નામના 24 વર્ષીય યુવકને ચપ્પુના ઘા મારીને ફરાર થઈ ગયા હતા. જે અંગે જાણ થતા ઝોન 5 ડિસીપી અચલ ત્યાગી સહિતનાં પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. માત્ર 13 કલાક જેટલા સમયગાળામાં અમરાઈવાડીમાં હત્યાના બે બનાવ બનતા વિસ્તારમા ચકચાર મચી ગઈ છે.

પોલીસે હાલ તો બન્ને ગુનામાં આસપાસમાં નજરે જોનાર વ્યક્તિઓ દ્વારા તેમજ ટેકનિકલ સોર્સનાં માધ્યમથી હત્યારાઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે હકીકત એ છે કે અમરાઇવાડી વિસ્તારમાં ફરી એક વખત અસામાજિક તત્વોએ માથું ઊંચક્યું છે ત્યારે પોલીસે તેમને કેવી રીતે કાયદાના પાઠ ભણાવે છે તે જોવું રહ્યું.
Published by:Ashish Goyal
First published:April 10, 2021, 17:39 pm

ટૉપ ન્યૂઝ