વિચિત્ર ઘટના! અમદાવાદઃ 'બહેન બીજા કૂતરાને પણ રોટલો નાખો,' બે યુવકે નિવૃત્ત આર્મી જવાનને લોહીલુહાણ કરી દીધો

વિચિત્ર ઘટના! અમદાવાદઃ 'બહેન બીજા કૂતરાને પણ રોટલો નાખો,' બે યુવકે નિવૃત્ત આર્મી જવાનને લોહીલુહાણ કરી દીધો
પ્રતિકાત્મક તસવીર

એક બહેન મનોજકુમારના બ્લોક પાસે આવી કૂતરાંને રોટલા નાખતાં હોય છે ત્યારે રોજ બીજાં કૂતરાં ભસતાં હોય અને તેનો અવાજ આવતો હોય છે.

  • Share this:
અમદાવાદ: શહેરના નિકોલ (Nikol) વિસ્તારમાં એક બહેન કૂતરાને (Dog Food) રોટલો ખવડાવતાં હતાં, જેથી નિવૃત્ત આર્મી જવાને બહેનને કહ્યું કે બીજાં કૂતરાંને પણ રોટલો નાખો.આમ કહેતાં ત્યાં ઊભેલા બે યુવકોને અમને કૂતરા કહ્યા તેવું લાગતાં તેની અદાવત રાખી  નિવૃત્ત આર્મી જવાનને (ex army man beaten) માર મારી લોહીલુહાણ કરી દીધો હોવાની ઘટના સામે આવી છે.

દસક્રોઈ ખાતેના ગોકુલ ગેલેક્સીમાં રહેતા મનોજકુમાર રાજપૂતે બે અજાણ્યા યુવકો વિરુદ્ધ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મનોજકુમાર એક વર્ષ પહેલાં જ આર્મીમાંથી રિટાયર્ડ થયા છે. ગઈ કાલે રાતે મનોજકુમાર તેમના ઘરે હાજર હતા.



એક બહેન મનોજકુમારના બ્લોક પાસે આવી કૂતરાંને રોટલા નાખતાં હોય છે ત્યારે રોજ બીજાં કૂતરાં ભસતાં હોય અને તેનો અવાજ આવતો હોય છે,  જેથી ગઈ કાલે પણ કૂતરાં ભસતાંનો અવાજ આવતાં મનોજકુમારે તેમના ઘરમાંથી નીકળીને બહેનને કહ્યું કે બીજાં કૂતરાંને પણ રોટલો નાખો.

આ પણ વાંચોઃ-

મનોજકુમારે આમ કહેતાં તેમની સોસાયટીમાં રહેતા કરશનભાઇ ભુવાજીના ઘરે આવતા બે અજાણ્યા યુવકો ત્યાં ઊભા હતા, જેથી આ બંને યુવકોને એવું લાગ્યું કે અમને કૂતરા કહ્યા છે, જેથી બંને યુવકો ઉશ્કેરાઈ જઈ મનોજકુમારને ગાળો બોલવા લાગ્યા હતા.

આ પણ વાંચોઃ-

જોત જોતામાં બંને યુવકોએ મનોજકુમારને માર મારીને ક્યાંકથી લાકડી લઇ આવી તેમના પર હુમલો કરી લોહીલુહાણ કરી દીધા હતા. જો કે તેમની પુત્રી વચ્ચે પાડતા તે પણ આ મારા મારી માં ઇજાગ્રસ્ત થઈ હતી.



આ દરમિયાન આસપાસના લોકો આવી જતાં બંને યુવકો ભાગી ગયા હતા. મનોજકુમારને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મનોજકુમારે સારવાર દરમિયાન ફરિયાદ નોંધાવતાં પોલીસ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Published by:ankit patel
First published:February 10, 2021, 15:47 pm