અમદાવાદ : સુખી સંપન્ન ઘરના લબરમૂછિયા દારૂ સાથે ઝડપાયા, 31st-Decએ વેચવાનો હતો પ્લાન

અમદાવાદ : સુખી સંપન્ન ઘરના લબરમૂછિયા દારૂ સાથે ઝડપાયા, 31st-Decએ વેચવાનો હતો પ્લાન
માતાપિતા માટે ચેતવણીરૂપ કિસ્સો : 7.36 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપાયા નબીરાઓ, સાધન સંપન્ન ઘરના છોકરાઓ અવળા રવાડે ચઢી ગયા

માતાપિતા માટે ચેતવણીરૂપ કિસ્સો : 7.36 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપાયા નબીરાઓ, સાધન સંપન્ન ઘરના છોકરાઓ અવળા રવાડે ચઢી ગયા

  • Share this:
31st december આવી રહી છે ત્યારે અમદાવાદ શહેરમાં નાઈટ કર્ફ્યૂ પણ લાગું છે અને ઉજવણી ઉપર પ્રતિબંધ છે. પરંતુ દારૂ ના શોખીનો દારૂ લઈ મૂકી દેતા હોય છે. તેવા માં રાજય પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદના સોલા પોલીસે આવો જ એક ગુનો દાખલ કર્યો છે, જેમાં દારૂનાં જથ્થા સાથે (Youth caught with Liquor) નબીરાઓ પકડાઈ ગયા છે. નોંધનીય છે કે તમામ દારૂ સારી qualityનો છે અને જે દારૂ 31 decemberને લઈ વેંચવા માટે મંગાવેલ હતો. જોકે, બાબત માતાપિતા માટે ચોંકાવનારી છે કારણ કે સુખી સંપન્ન ઘરના લબરમૂછિયાઓ દારૂનાં ધંધામાં પડ્યા હતા અને આ કાળી દુનિયામાંથી રાતો રાત પૈસા રળી લેવાના સ્વપ્નો જોતા હતા.

વાત કંઈ એમ છે કે આરોપીઓ 2 મહિના પહેલા રાજસ્થાનના કૂંભલગઢ માં ફરવા માટે ગયા હતા અને ત્યાં દારૂનાં વેપારી સાથે મુલાકાત કરી હતી.આરોપીઓ વેપારી સાથે વાત કરીને કહયું હતું કે અમને દારૂ ની જરૂર પડશે તો અમે મંગાવીશુ અને તમે મોકલી દેજો. પરંતુ 2 મહિના સુધી કોઈ વાત થઈ નહોતી.આ પણ વાંચો :  અમદાવાદ : પોલીસના ઘરમાં જ ત્રાટક્યા ચોર! સુરત ફરજ બજાવતા PIના બંગ્લોમાં ચોરી, Videoમાં બે ઘરફોડ કેદ[caption id="attachment_1057130" align="alignnone" ] દારૂ સાથે ઝડપાયેલા યુવકના નામ દર્શક અને વરૂણ પટેલ છે. [/caption]

પરંતુ આરોપીઓને રૂપિયા ની જરૂર પડી અને તે લોકોએ ત્યાંથી દારૂ મંગાવેલ અને રાજસ્થાનથી દારૂ ટ્રકમાં નરોડા આવી હતી અને નરોડાથી આરોપીઓ દારૂ લઈને સોલા વિસ્તારમાં આવી રહ્યાં હતાં અને જે માહિતી પોલીસને મળતા પોલીસે દારૂ સાથે તેમને પકડી પાડ્ય છે, અને ફરિયાદ દાખલ કરી છે.

આ પણ વાંચો : અમદાવાદ : ગણિત શિક્ષકના આપઘાતનો Video સામે આવ્યો, 10 સેકન્ડમાં મોતનો Live ઘટનાક્રમ કેદ

સોલા પોલીસે કુલ 7.36 લાખ જો મુદ્દમાલ કબ્જે કરેલ છે અને દર્શક પટેલ,વરુણ પટેલ અને કિશન પટેલની ધરપકડ કરી છે. જોકે આરોપીઓ કહી રહ્યાં છે કે આ લોકોએ પહેલી વાર મંગાવ્યું છે પરંતુ સોલા પોલીસ સ્ટેશન ના પીઆઈ જે.પી.જાડેજા નું કહેવું છે કે હાલ તપાસ ચાલી રહી છે અને આ લોકો ખરેખર પહેલી વાર મંગાવ્યું છે કે પહેલા દારૂ વેંચી ચૂક્યા છે તેની તપાસ કરવા માં આવી રહી છે. અને તે તપાસ બાદ બહાર આવશે.
Published by:Jay Mishra
First published:December 21, 2020, 21:06 pm

ટૉપ ન્યૂઝ