અમદાવાદઃ તીન પત્તી ગેમ માટે ચિપ્સ ખરીદવા છેતરપિંડી કરી, બે યુવકોની ધરપકડ

News18 Gujarati
Updated: September 23, 2019, 9:08 PM IST
અમદાવાદઃ તીન પત્તી ગેમ માટે ચિપ્સ ખરીદવા છેતરપિંડી કરી, બે યુવકોની ધરપકડ
પકડાયેલા આરોપીઓની તસવીર

બન્ને યુવકો ઓનલાઇન ગેમ (Online game) તીન પત્તિ (tin patti)માટે ચિપ્સ ખરીદવા માટે અમદાવાદના એક ભાઈના ડેબિટ કાર્ડની (debit card)માહિતી મેળવી otp વગર 16 હજારની છેતરપિંડી કરી હતી.

  • Share this:
નવીન ઝા, અમદાવાદઃ અમદાવાદ (Ahmedabad)સાયબર ક્રાઈમ બ્રાન્ચે (cyber crime branch) 2 લોકોની ધરપકડ કરી છે. નિકુંજ સિંહ ખાંટ અને હિતેશ પટેલ નામના 2 યુવકોની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે.

બન્ને યુવકો ઓનલાઇન ગેમ (Online game) તીન પત્તિ (tin patti)માટે ચિપ્સ ખરીદવા માટે અમદાવાદના એક ભાઈના ડેબિટ કાર્ડની (debit card)માહિતી મેળવી otp વગર 16 હજારની છેતરપિંડી કરી હતી.

ફેબ્રુઆરી 2019માં તુષાર મટ્ટુ નામના ફરિયાદી જે ચાંગોદરની એક ફાર્મા કંપનીમાં સિનિયર પ્રોજેક્ટ એન્જિનિયર તરીકે કામ કરે છે તેમના sbiના એકાઉન્ટમાંથી 16 હજારથી વધુ રૂપિયા કપાઈ ગયા હતા.અને તેમને કોઈ otp પણ આપેલ નથી જેથી પોલીસે અરજી ન આધારે ફરિયાદ દાખલ કરી તપાસ કરી અને બન્ને આરોપીઓ ને ઝડપી પાડ્યો છે..આરોપી નિકુંજ સિવિલ એન્જીનરિંગ માં છેલ્લા વર્ષ માં અભ્યાસ કરે છે.

આ પણ વાંચોઃ-સ્ટિંગ ઓપરેશનઃ અમદાવાદમાં દેશી-વિદેશી દારુનો કારોબાર, જોઇએ તે ડ્રગ્સ મળે છે

પોલીસ નું કહેવું છે કે આરોપી નિકુંજ તીન પત્તિ અને પબજી રમવાનો શોકીન છે અને પબજી માં રોયલ પાસ ખરીદવા માટે રૂપિયા ની જરૂર હતી જેથી તેને હિતેશ અને નટું નામના પોતાના મિત્રોને કહેલ.નિકુંજનો મોબાઈલનો ઉપયોગ કરી હિતેશ અને નટુ ફરિયાદીની જાણ બહાર તેમના એકાઉન્ટમાંથી છેતરપિંડી કરી હતી અને ત્યાર બાદ તીન પત્તિની ચિપ્સ અન્ય લોકોને ઓનલાઈન વેચી દીધેલી.

મહત્વનું છે કે આવી રીતે ચિપ્સ ખરીદવા માટે કાર્ડ હોલ્ડરને otp આવતું નથી.આ ગેંગ અગાઉ મુંબઈ માં પકડાયેલ ત્યારે 2 મહિના જેલ માં પણ જઈ આવ્યા છે.
First published: September 23, 2019
વધુ વાંચો
अगली ख़बर