Home /News /madhya-gujarat /

અમદાવાદ: તસ્કરો બન્યા બેફામ, સવારે 10 વાગ્યે ATM તોડીને રોકડ ચોરી ગયા, બનાવ CCTVમાં કેદ થયો

અમદાવાદ: તસ્કરો બન્યા બેફામ, સવારે 10 વાગ્યે ATM તોડીને રોકડ ચોરી ગયા, બનાવ CCTVમાં કેદ થયો

ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ.

વિરાટનગર વિસ્તારમાં આવેલી ગાયત્રી પાર્ક સોસાયટી નજીક એસબીઆઈ બેન્કના એટીએમને તસ્કરોએ ટાર્ગેટ કરીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે.

અમદાવાદ: શહેરમાં ATMમાં ચોરીના અનેક બનાવો સામે આવ્યા છે. અનેક બનાવો છતાં બેંક સંચાલકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. લોકોના લાખો રૂપિયા રામ ભરોસે જોવા મળે છે. અનેક બનાવો બાદ પણ બેંક સંચાલકો એટીએમ સેન્ટર (ATM center) પર સિક્યુરિટી ગાર્ડ (Security guard) નથી રાખી રહ્યા. જેના પગલે શહેરના ઓઢવ વિસ્તાર (Odhav area)માં એટીએમમાં ચોરીનો વધુ એક બનાવ બન્યો છે. સામાન્ય રીતે એટીએમમાંથી ચોરીના બનાવો રાત્રે બનતા હોય છે. પરંતુ આ બનાવ તો ધોળા દિવસે સવારે 10 વાગ્યાની આસપાસ બન્યો હતો. આ આખો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે.

વિરાટનગર વિસ્તારમાં આવેલી ગાયત્રી પાર્ક સોસાયટી નજીક એસબીઆઈ બેન્કના એટીએમને તસ્કરોએ ટાર્ગેટ કરીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. વિરાટનગરમાં સવાર સમયે તસ્કરો ચોરી કરવા માટે એટીએમમાં ઘૂસ્યા હતા. સૌ પહેલાં તસ્કરોએ બેન્કના એટીએમનું શટર તોડીને સાત હજારનું  નુકસાન કર્યું હતું. ત્યારબાદ એટીએમ તોડીને ધીમે ધીમે 30 હજાર રૂપિયાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.

આ પણ વાંચો: મોરબી પોલીસનો સપાટો: મોડીફાઇડ સાઇલેન્સર, બ્લેક ફિલ્મ, નંબર પ્લેટ વગરના વાહનો જપ્ત

બીજા દિવસે જ્યારે એટીએમ મશીનમાં કેશ લોડિંગ તથા ડાઉનકોલ કામ કરવા કર્મચારી આવ્યા ત્યારે એટીએમમાં ચોરી થયાની જાણ થઇ હતી. જેથી ટીએસઆઈ કંપનીના આસિસ્ટન્ટ મેનેજરે સીસીટીવી ફૂટેજ ચેક કરતાં સવારના દસ વાગ્યાની આસપાસ બે ગઠિયા એટીએમ સેન્ટરમાં ઘૂસીને એટીએમ મશીન તોડીને તેમાંથી ત્રીસ હજાર રૂપિયાની ચોરી કરીને ફરાર થઇ જતા નજરે પડ્યા હતા.

આ પણ વાંચો: સુરતમાં માસ્ક મામલે 24 કલાકમાં જ યુ-ટર્ન: પોલીસ કમિશનરે કહ્યુ, 'માસ્ક નહીં પહેરો તો દંડ તો થશે જ'

જે બાદમાં મેનેજરે તાત્કાલિક પોલીસને જાણ કરીને બે તસ્કરો વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ઓઢવ પોલીસે આ ઘટનાને પગલે ચોરીની ફરિયાદ દાખલ કરીને સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે. આ કેસમાં ચોરી થયા બાદ આખો દિવસ અને રાત પસાર થયા છતાં કોઈને ખબર કેમ ન પડી તે પણ એક સવાલ છે. બીજી તરફ ગઠિયા ધોળા દિવસે એટીએમ તોડીને ચોરી કરી ગયા છતાં કોઈને ગંધ શુદ્ધા નથી આવતા તે વાત પણ ચર્ચાનો વિષય છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Cash, અમદાવાદ, એટીએમ, એસબીઆઇ, ચોરી, સીસીટીવી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन