Home /News /madhya-gujarat /અમદાવાદ : ચા વાળો બની ગયો ખંડણીખોર, વેપારીઓ, પોલીસ પાસેથી પૈસા પડાવી ખરીદી BMW

અમદાવાદ : ચા વાળો બની ગયો ખંડણીખોર, વેપારીઓ, પોલીસ પાસેથી પૈસા પડાવી ખરીદી BMW

સરખેજ પોલીસે (Sarkhej police)બંનેની ધરપકડ કરીને BMW ગાડી જપ્ત કરી

Ahmedabad latest news- કેવી રીતે આરોપી ચાની કીટલીથી ખંડણીખોર બન્યા તે બાબતે પોલીસે અનેક ખુલાસા કર્યા, હાઈ પ્રોફાઈલ ટાઈલથી BMW લઈને ખંડણી ઉઘરાવવા નીકળતા

અમદાવાદ : વૈભવી જીવન જીવવા બે નબીરાએ નકલી અધિકારીઓ (Fake officer)બનીને વેપારીઓ પાસેથી ખંડણી ઉઘરાવી હતી. ખંડણીના રૂપિયાથી BMW પણ ખરીદી અને હાઈ પ્રોફાઈલ (High profile life)સ્ટાઈલથી ગાડી લઈને ખંડણી ઉઘરાવવા નીકળતા હતા. સરખેજ પોલીસે (Sarkhej police)બંનેની ધરપકડ કરીને BMW ગાડી જપ્ત કરી છે. કેવી રીતે આરોપી ચાની કીટલીથી ખંડણીખોર બન્યા તે બાબતે પોલીસે અનેક ખુલાસા કર્યા છે.

સરખેજ પોલીસની ટીમે આરોપી આરીફ ઘાંચી અને યુસુફ ઘાંચીની ધરપકડ કરી છે. આરોપીઓ વૈભવી લાઈફ જીવવા ખંડણીખોર બન્યા હતા. નકલી અધિકારી બનીને વેપારીઓને ધમકી આપીને લાખોની ખંડણી ઉઘરાવતા હતા. એટલુ જ નહીં તેઓએ ખડંણીના રૂપિયાથી BMW લકઝયુરિયસ ગાડી પણ ખરીદી છે. સરખેજમાં રૂબી પેકેઝીંગ નામની ફેકટરીના માલિકને ગુમાસ્તા ધારા તથા લાયસન્સ કઢાવી આપવાનુ કહીને આરોપીઓએ 3.50 લાખ પડાવ્યા અને ત્યાર બાદ ફેકટરીના માલિકને ખોટા પોલીસ કેસમાં ફસાવવાની અને પોલીસને જાણ કરવાની ધમકી આપીને ટુકડે ટુકડે 31 લાખ રૂપિયાની ઉઘરાણી કરી હતી. જેની માહિતી સરખેજ પોલીસને થતા બન્ને આરોપીની પોલીસે ધરપકડ કરીને BMW ગાડી જપ્ત કરી હોવાનું ઝોન 7 ડીસીપી પ્રેમસુખ ડેલુ અને પીઆઇ એસ જી દેસાઈએ જણાવ્યું છે.

આ પણ વાંચો - રક્તરંજીત અમદાવાદ, એક જ રાતમાં ત્રણ હત્યા, ઘાટલોડિયા બાદ જુહાપુરામાં ખેલાયો ખૂની ખેલ

પકડાયેલ બન્ને આરોપી યુસુફ અને આરીફની પૂછપરછમાં પોલીસ ચોંકી ઉઠી હતી કારણકે ચાની કીટલી ચલાવતા બંને આરોપીઓ BMW કારમાં જઈ વેપારીઓ સાથે તોડ કરતા હતા.જેમાં એસ.પી રિંગરોડ અને સરખેજ વિસ્તારમાં આવેલ ગોડાઉનના અનેક વેપારીઓને ડરાવી ધમકાવી પૈસા પડાવતા હતા. અત્યાર સુધીમાં બે થી ત્રણ વેપારી પાસે લાખો રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં આરોપીઓએ પોલીસ કર્મી પાસે પૈસા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે.

બન્ને આરોપીની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો મોંઘી કારમાં અધિકારી બની ફેક્ટરી કે ગોડાઉનમાં જઈ વેપારીને ડરાવી વ્યવસાયનું લાઇસન્સ કે અન્ય પુરાવા માંગતા હતા. શરૂઆતમાં એ.એમ.સી કે પોલીસ અધિકારી હોવાનો રોફ જમાવતાં. પરતું બાદમાં અધિકારીની ઓળખ આપી ધંધો બંધ કરવાનો વેપારીને ડર બતાવવા હતા. કોઈ વેપારીઓ શંકા ન કરે તે માટે BMW કારમા જતા હતા. પરંતુ એક વેપારીએ પોલીસને જાણ કરતા બન્ને તોડબાજને પકડી લીધા છે.

આ પણ વાંચો - અમદાવાદમાં એન્ટ્રી કરવા 100 રૂપિયાની લાંચ માંગતો હતો હોમગાર્ડ, આવી રીતે આવ્યો પકડમાં

ખંડણીખોર એવા યુસુફે અગાઉ ઉછીના પૈસા ના ચુકવા પડે માટે ઝેરી દવા પીને બે વ્યાજખોર વિરૂધ્ધ પણ ફરિયાદ નોંધાવી હતી. અનેક વેપારીઓને સ્યુસાઇડ નોટ લખી ડરાવતો પણ હતો. ચાની કીટલી અને ગેરેજની કમાણીમાં વૈભવી લાઈફ નહીં મળતા આ બન્ને આરોપીઓેએ ખંડણી ઉઘરાવવાની શરૂઆત કરી હતી. સરખેજ પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરીને અન્ય કેટલા લોકો પાસેથી ખંડણી ઉઘરાવી છે તે મુદ્દે પૂછપરછ શરૂ કરી છે. નવાઈની વાત એ પણ છે કે આરોપીઓએ કેટલાક પોલીસ કર્મીઓને પણ અલગ અલગ રીતે ટાર્ગેટ કરી 10 હજારથી માંડી ઘણા રૂપિયા પડાવ્યા છે અને તે બાબતે પોલીસકર્મીઓની શોધખોળ ચાલી રહી છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Ahmedabad police, અમદાવાદ, ખંડણીખોર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन