અમદાવાદ : મુંબઈની 2 યુવતીઓ રેલવે સ્ટેશન બહાર એવું કામ કરતા પકડાઈ કે જેલ જવાનો આવ્યો વારો

અમદાવાદ : મુંબઈની 2 યુવતીઓ રેલવે સ્ટેશન બહાર એવું કામ કરતા પકડાઈ કે જેલ જવાનો આવ્યો વારો
બે મહિલા દારૂના જથ્થા સાથે ઝડપાઈ

2 યુવતીઓને પકડી પાડવામાં આવેલ છે અને તેમની પાસેથી દારૂનો જથ્થો પણ કબ્જે કરવામાં આવ્યો છે.

  • Share this:
અમદાવાદ : શહેરની અંદર પોલીસ દ્વારા અવારનવાર દારૂના કેસો કરવામાં આવે છે. આમ તો ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ લોકો નવી નવી ટેકનીક વાપરીને ગુજરાતમાં દારૂ ઘુસાડી દેશે અને ત્યારબાદ તેનું વેચાણ કરતા હોય છે. પોલીસ દ્વારા અવારનવાર આવા જ લોકોની ધરપકડ કરવામાં આવી છે ત્યારે ફરી વાર વધુ એક દારૂ નો કેસ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવા માં આવેલ છે અને જેમાં 2 યુવતીઓને પકડી પાડવામાં આવેલ છે અને તેમની પાસેથી દારૂનો જથ્થો પણ કબ્જે કરવામાં આવ્યો છે.

ક્રાઈમ બ્રાન્ચની ટિમને માહિતી મળી હતી કે, 2 યુવતીઓ અમદાવાદ રેલવે સ્ટેશનના આઉટ ગેટ પાસે ઉભી છે અને તેમની પાસે રહેલ ટ્રાવેલ બેગમાં દારૂનો જથ્થો છે, જેથી ક્રાઈમ બ્રાન્ચે તેમની ધરપકડ કરી તેમની પાસે રહેલ ટ્રાવેલ બેગમાંથી દારૂનો જથ્થો મેળવીને કાર્યવાહી કરી છે.આ પણ વાંચોછોટાઉદેપુર : વાવાઝોડામાં મંડપની સાથે યુવાનો પણ ઉડ્યા, મકાનની છત પર જઈ પટકાયા, Video વાયરલ

મળતી માહિતી પ્રમાણે બંને યુવતીઓ મુસાફર બનીને ટ્રેનમાં આવી હતી અને સ્ટેશન બહાર રાહ જોઈને ઉભી હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટિમે શંકાના આધારે તેમની પુકપરછ કરી અને જ્યારે તેમના બેગની તપાસ કરવામાં આવી તો બેગમાંથી દારૂ સહિત 33 હજારનો મુદ્દામાલ મળી આવેલ અને જેમનું નામ પૂછતાં હર્ષદા અને નેહા હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચો - 'ઓ સાથી રે તેરા બીના ભી ક્યા જીના', પત્નીએ ભારતમાં કરી આત્મહત્યા, તો પતિએ જર્મનીમાં કરી લીધો આપઘાત

પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, આ લોકો મુંબઈના અંબરનાથ રેલવે સ્ટેશન પાસે આવેલ અંબર વાઈન શોપમાંથી આ દારૂ લઈને આવ્યા હતા અને જે રેલવે દ્વારા અમદાવાદમાં લઈ ને આવ્યા હોવાનું સામે આવ્યું છે. હવે પોલીસ એ તપાસ કરી રહી છે કે, આ દારૂ કોને આપવાના હતા અને આ યુવતીઓ પેહલા પણ આવી રીતે દારૂની હેરાફેરી કઈ ચુક્યા છે કે કેમ અને આ લોકો અમદાવાદમાં કોના સંપર્કમાં હતા એ તમામ દિશાઓમાં તપાસ કરવામાં આવી રહ્યું છે.
Published by:kiran mehta
First published:May 11, 2021, 17:58 pm

ટૉપ ન્યૂઝ