Home /News /madhya-gujarat /

અ'વાદમાં સોનું ચોરતી ત્રિપુટીનો તરખાટ, તમે તો નથીને આગામી ટાર્ગેટ?

અ'વાદમાં સોનું ચોરતી ત્રિપુટીનો તરખાટ, તમે તો નથીને આગામી ટાર્ગેટ?

બે મહિલા અને એક પુરુષ છે જે ખુબજ સારા કપડામાં આવે છે અને સોનુ ખરીદવાના નામે વેપારીઓને લાખોનો ચુનો લગાવી ફરાર થઈ જાય છે.

બે મહિલા અને એક પુરુષ છે જે ખુબજ સારા કપડામાં આવે છે અને સોનુ ખરીદવાના નામે વેપારીઓને લાખોનો ચુનો લગાવી ફરાર થઈ જાય છે.

નવીન ઝા, અમદાવાદઃ  અમદાવાદના જવેલર્સના માલિકો થઈ જજો સાવધાન કારણ કે કદાચ તમે પણ સોનાની ચોરી કરતી એક ગેંગનો ભોગ બની શકો છો. શહેરમાં અનેક દૂકાનોને ટાર્ગેટ કરી ચુકેલા આ હાઈપ્રોફાઈલ ગેંગે હાલ શહેરમાં તરખાટ મચાવ્યો છે અને સોના શોરૂમમાં જઇને પોતાની મોડસ ઓરેન્ડીથી ચોરી કરી રહ્યાં છે. અત્યાર સુધીમાં આ ગેંગ દ્વારા લાખો રૂપિયાના સોનાની ચોરી કરી ચૂકેલી આ ગેંગ હજુ સુધી પકડાઇ નથી.

કેવી રીતે આપે છે ચોરીની ઘટનાને અંજામ ?

બે મહિલા અને એક પુરુષ છે જે ખુબજ સારા કપડામાં આવે છે અને સોનુ ખરીદવાના નામે વેપારીઓને લાખોનો ચુનો લગાવી ફરાર થઈ જાય છે. નીચે વીડિયોમાં જુઓ જુઓ કંઈ રીતે આ પહેલા એક સોનાની ચેઈન જોઈ રહ્યા છે અને સેકેન્ડોમાં જ એક મહિલા સોનાની ચેઈનની ચોરી કરી છૂપાવી લે છે અને તેની સાથે ઉભેભેલો વ્યકિત વેપારીને શંકા ના જાય તે માટે શોપીસને પણ સેટ કરી દે છે. આ ત્રિપુટી શહેરમાં અત્યારસુધીમાં અનેક સોનાના શો-રૂમમાં હાથફેરો કરી ચૂક્યા છે.

અહીં ક્લિક કરી વાંચોઃ 12 પાસ થયેલા માટે સરકારી નોકરીનો લ્હાવો, આ રીતે થશે સિલેક્શન

મહત્વનું છે કે જ્યારે સોનાના વેપારીનું જે ગ્રુપ છે તેમાં આ એક વીડિયો મહેન્દ્ર ભાઈએ નાખ્યો, આ વીડિયો જોઇને અન્ય વેપારીઓએ પણ પોતે પણ આ ત્રિપુટીનો ભોગ બન્યા હોવાની હૈયાવરાળ ઠાલવી, ત્યારે ખ્યાલ આવ્યો કે આ લોકો આ સિવાય ઈસનપુર, ખોખરા,ચાંદખેડા સિવાય અનેક જગ્યાએ ગયા હતા અને જેમાં અનેક જગ્યાએ તે લોકો ચોરી કરવામાં સફળ પણ થઈ ગયા છે.

આ ચોર ટોળકીએ અત્યારસુધીમાં શહેરમાં અનેક શો રૂમમાં ચોરીને અંજામ આપ્યો છે. હજુ પણ તે ફરાર છે.


હાલ તો પોલીસમાં ફરિયાદ કરી છે અને પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ પણ શરૂ કરી છે. ત્યારે આ મામલે ફરિયાદી મહેન્દ્ર સોનીનું કહેવું છે કે આ લોકોએ કેટલા વેપારીઓ સાથે છેતરપિંડી કરી છે તે તો તપાસ બાદ ખ્યાલ આવશે પરંતુ હાલ તો અનેક વેપારીઓ આ ત્રિપુટીનો ભોગ બન્યા હોવાનું કહી રહ્યાં છે.
Published by:Sanjay Vaghela
First published:

Tags: Ahmadabad, Catch in CCTV, Gold theft, Women theft, જવેલર્સ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन