'મારે સચિવ સાથે ઓળખાણ છે, નોકરી અપાવીશ,' 2 ઠગે મળીને લોકોનાં લાખો રૂપિયા પડાવ્યા

'મારે સચિવ સાથે ઓળખાણ છે, નોકરી અપાવીશ,' 2 ઠગે મળીને લોકોનાં લાખો રૂપિયા પડાવ્યા
સચિવાલયની ફાઇલ તસવીર

વિજયસિંહ પરમાર નામના વ્યક્તિએ સેજલ ભાભોર સાથે મળી અનેક લોકો પાસેથી લાખો રૂપિયા પડાવ્યા

  • Share this:
અમદાવાદ: શહેરમાં સરકારી નોકરી અને ગાડી મુકાવવાના કોન્ટ્રાકટ ના નામે ઠગાઈ થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. અનેક લોકો સાથે બે શખસોએ ઠગાઈ કરતા મામલો પોલીસસ્ટેશન પહોંચ્યો છે. આરોપીઓ જે મકાનમાં ભાડે રહેતા હતા તે જ મકાન માલિક સાથે ઠગાઈ કરી હતી. સરકાર ના સચિવના નામના ખોટા સહી સિક્કા વાળા લેટરો પણ આપ્યા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓએ પોતાની ઓળખાણ સચિવ સુધીની હોવાનું જણાવી અનેક લોકો પાસેથી 19 લાખ રૂપિયા પડાવ્યા હતા. આટલું જ નહીં ગાડીનો કોન્ટ્રાકટ અપાવવાનું કહી ઠગ બાજોએ  કાર લઈ દારૂની હેરાફેરીમાં વાપરી હોવાનું સામે આવ્યું છે. એક વ્યક્તિના નામે લોન લઈ 12 લાખની કાર પણ લીધી હોવાનું સામે આવતા આ મામલે શહેરકોટડા પોલીસે તપાસ હાથ ધરી છે.

મૂળ ભાવનગરના અને હાલ અમદાવાદમાં સરસપુરમાં રહેતા હિંમતભાઈ જાની દુકાન ધરાવી બફિંગ વર્ક્સ નામની દુકાન ધરાવી વેપાર કરે છે. તેમનું એક મકાન આવેલું છે જે વિજયસિંહ પરમાર નામના વ્યક્તિને ભાડે આપ્યું હતું તે મકાનમાં સેજલબેન ભાભોર પણ ભાડે રહેતા હતા.  વિજયસિંહ પરમારે તેમની ઓળખ પોલીસ કર્મચારી તરીકે આપી હતી તેમણે હિંમતભાઈ જણાવ્યું હતું કે ગૌણ સેવાના સચિવ સાથે તેમની ઓળખાણ છે અને તેમના થકી જ તેઓ પોલીસમાં ભરતી થયા છે. એમ જણાવી તેમના છોકરાને પણ સરકારી નોકરીમાં મુકવો હોય તો થોડો ખર્ચ થશે.જેથી હિંમતભાઈ એ પોતાના પુત્ર અને સરકારી નોકરી અપાવવાની લાલચ જાગી હતી અને વિજયસિંહ એ એવું પણ જણાવ્યું હતું કે તેમની સાથે રહેતા સેજલ બેન ને તેમની ઓળખાણ થી નર્સિંગ માં નોકરી અપાવી હતી. આ પ્રકારની વાતો કરી હિંમત ભાઈને અને તેમના પરિવારજનોને વિશ્વાસ અપાવ્યો હતો. બાદમાં દોઢેક વર્ષ પહેલા હિંમતભાઈ ના પુત્ર અને સચિવાલયના ક્લાર્ક તરીકેની નોકરી માટે ફોર્મ ભર્યું હતું. ત્યારે વિજયસિંહ જણાવ્યું કે ક્લાર્ક ની નોકરી માટે ત્રણ લાખનો ખર્ચ થશે જેમાં અડધા પૈસા આપવા પડશે અને બીજા પૈસા ઓર્ડર મળ્યા બાદ આપવાના રહેશે. જેથી હિંમતભાઈ એ દોઢ લાખ રૂપિયા આપ્યા હતા. પરંતુ પરીક્ષાઓ રદ થઈ હતી ત્યારે વિજયસિંહે જણાવ્યું કે તેમના દીકરાને બે જ મહિનામાં ની ડી.વાય.એસ.ઓ માં નોકરી અપાવી દેશે. પરંતુ તેનો ખર્ચ છ લાખ જેટલો થશે. જેથી હિંમતભાઈ જણાવ્યું કે નોકરીનો ઓર્ડર મળશે પછી તેઓ પૈસા આપશે.

આ પણ વાંચો :  અમદાવાદ : એકસાથે 55 સોસાયટીના રહીશોએ આપ્યું સેલ્ફ Lockdown, 6 મોતનાં પગલે ખળભળાટ

બાદમાં વિજયસિંહ પરમારે હિંમતભાઈ ને જણાવ્યું હતું કે સચિવાલયમાં તેમની ફોરવ્હીલ ગાડી ચાલે છે સરકાર તરફથી સારા એવા પૈસા આપવામાં આવે છે તમે પણ એક ગાડી ખરીદી લો તમારી ગાડી મોડાસા મામલતદાર ની ઓફિસ માં મુકાવી દેશે અને જેનું ભાડું 43,000 અપાવશે. જેથી હિંમતભાઈ એ એક ગાડી ખરીદી હતી અને બાદમાં વિજયસિંહ પરમાર તેમની આ ગાડી લઇ ગયા હતા. ચાર માસ સુધી 43 હજાર રૂપિયા ભાડું સમયસર આપ્યું હતું, પરંતુ બાદમાં હિંમતભાઈ એ પોતાના પુત્રની નોકરીની વાત કરતા વિજય જણાવ્યું હતું કે તેઓ ગૌણ સેવાના સચિવ સાથે વાત કરી ઓર્ડર મેળવી લેશે અને બાદમાં નિયામક ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના સચિવની સહી વાળો પત્ર તેમને આપ્યો હતો અને બાદમાં તેના સાડા ચાર લાખ રૂપિયા લઈ કુલ છ લાખ રૂપિયા તેઓએ હિંમતભાઈ પાસેથી લીધા હતા.

જોકે બાદમાં થોડા દિવસ રાહ જોવાનું કહેતા તે સમયે લોકડાઉન આવી ગયું હતું. આટલું જ નહીં થોડા સમયમાં વિજય પરમાર હિંમતભાઈ ના જે મકાનમાં રહેતા હતા ત્યાં ભરૂચ એલ.સી.બી તરફથી સમન્સ મળ્યું હતું, જેમાં તેમની ગાડીમાં દારૂની હેરાફેરી થઈ હોવાનું સામે આવ્યું હતું. જે સમયે તેઓએ પોલીસને જણાવ્યું હતું કે મામલતદાર સાહેબ નો ડ્રાઇવર ગાડી લઇ ગયો હતો. પોલીસે જણાવ્યું કે તેમા દારૂની બોટલો હોવાથી પોલીસે કબજે કરી છે.

આ પણ વાંચો :  રિક્ષામાં મુસાફરી કરતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો, ભત્રીજીના લગ્ન માટે લાવેલા રૂપિયાની ચોરી

બાદમાં આ પ્રકારની અનેક લોકોને લાલચ આપી આ વિજયસિંહ પરમાર નામના વ્યક્તિએ સેજલ ભાભોર સાથે મળી અનેક લોકો પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતા. એટલું જ નહીં તેમણે એક વ્યક્તિના નામે લોન લઈ બારોબાર ગાડી પણ લીધી હોવાનું સામે આવ્યું હતું. જેથી આ મામલે શહેરકોટડા પોલીસે વિજયસિંહ પરમાર તથા સેજલબેન ભાભોર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:Jay Mishra
First published:October 31, 2020, 11:26 am

ટૉપ ન્યૂઝ