અમદાવાદઃ મહિલાનું પર્સ ચોરીને ભાગતા બે ચોરને બાઈક સ્ક્વોર્ડે ધૂમ સ્ટાઈમાં પીછો કરી પકડ્યા

અમદાવાદઃ મહિલાનું પર્સ ચોરીને ભાગતા બે ચોરને બાઈક સ્ક્વોર્ડે ધૂમ સ્ટાઈમાં પીછો કરી પકડ્યા
લૂટનો આરોપી

ચારે આરોપીઓના નામ હિરેન સંઘાણી , અમિત ભવન , વિકાસ શુક્લા અને શૈલેષ યાદવ છે. આ ચારેય આરોપીઓએ છેલ્લા કેટલાક સમયમાં રામોલ પોલીસ સ્ટેશનની હદમાં તરખાટ મચાવી હતી.

  • Share this:
અમદાવાદઃ રામોલ પોલીસ સ્ટેશન (Ramol police station) વિસ્તારમાં એક પછી એક ચોરીના (theft) બનાવને અંજામ આપી પોલીસની ઉંઘ હરામ કરનાર ગેંગને પકડવામાં આખરે પોલીસને સફળતા મળી છે રામોલ પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી છે. ચાર આરોપી પૈકી વિકાસ શુકલા અને શૈલેષ યાદવ આ બંને આરોપીઓ ભીડભાડવાળી જગ્યાઓ પસંદ કરીને રાહદારીઓના હાથમાંથી મોબાઇલ ફોન (mobile phone) તથા પર્સ અને ચીલઝડપ કરીને ફરાર થઈ જતા હતા. પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને રંગેહાથે ઝડપ્યા હતા.

આ સાતીર આરોપીઓ છે કે જે ભીડભાડવાળી જગ્યા અને બીઆરટીએસ બસમાં પેસેન્જરોને ટાર્ગેટ કરી રાહદારીઓ તથા પેસેન્જરોને ભીડનો લાભ લઈને મોબાઈલ ફોન તથા પર્સની ચીલઝડપ કરીને નાસી જતા હતા.મોબાઈલ ચોરોની તસવીર


પોલીસ કસ્ટડીમાં ઉભેલા ચારે આરોપીઓના નામ હિરેન સંઘાણી , અમિત ભવન , વિકાસ શુક્લા અને શૈલેષ યાદવ છે. આ ચારેય આરોપીઓએ છેલ્લા કેટલાક સમયમાં રામોલ પોલીસ સ્ટેશનની હદમાં તરખાટ મચાવી હતી.

આ પણ વાંચોઃ-

ચાર આરોપી પૈકી વિકાસ શુકલા અને શૈલેષ યાદવ આ બંને આરોપીઓ ભીડભાડવાળી જગ્યાઓ પસંદ કરીને રાહદારીઓના હાથમાંથી મોબાઇલ ફોન તથા પર્સ અને ચીલઝડપ કરીને ફરાર થઈ જતા હતા. જ્યારે આરોપી હિરેન સંઘાણી તથા અમિત ભવર બીઆરટીએસ બસમાં પ્રવેશી બસમાં સવાર પેસેન્જરોની નજર ચૂક વી પર્સની ચોરી કરી પલાયન થઈ જતાં હતા.પોલીસની ટીમ પેટ્રોલિંગ ન હતી તે દરમિયાન આરોપીઓએ ચોરીના બનાવને અંજામ આપતા પોલીસે બંનેને રંગેહાથે ઝડપી પાડયા હતા. જ્યારે વિકાસ અને શૈલેષ બંને એક મહિલાનું પર્સ છીનવીને ફરાર થતાં હતાં ત્યારે હોક બાઈક સ્ક્વોર્ડે તેઓનો પીછો કરી પકડી પાડયા હતા.
Published by:ankit patel
First published:January 30, 2021, 22:50 pm

ટૉપ ન્યૂઝ