અમદાવાદ : બે લૂંટારા સ્ટાઇલથી કારમાંથી ઉતર્યા અને દંપતીને લૂંટીને ફરાર થઇ ગયા

News18 Gujarati
Updated: October 22, 2019, 8:27 AM IST
અમદાવાદ : બે લૂંટારા સ્ટાઇલથી કારમાંથી ઉતર્યા અને દંપતીને લૂંટીને ફરાર થઇ ગયા
પ્રતિકાત્મક તસવીર

શહેરનાં શાહીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દંપતી પાસેથી બે લૂંચારાઓએ લૂંટ ચલાવી છે.

  • Share this:
ભાવિક આચાર્ય, અમદાવાદ : શહેરનાં શાહીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દંપતી પાસેથી બે લૂંચારાઓએ લૂંટ ચલાવી છે. આ લૂંટમાં ફરિયાદીની સોનાની ચેઇન, ગાડીની ચાવી અને રોકડા 45 હજાર રૂપિયા લઇને લૂંટારાઓ ફરાર થઇ ગયા હતાં.

નાના ચિલોડામાં રહેતા પ્રેમ ક્ષતલાણીએ ફરિયાદ આપતા કહ્યું છે કે, 20મી ઓક્ટોબરે તેઓ તેમની પત્ની અને પુત્ર સાથે મણિનગર જવા માટે નીકળ્યા હતાં. જો કે હાંસોલ સર્કલ નજીક પાન ખાવા માટે તેમણે ગાડી રોકી હતી. પાન ખાઇને જ્યારે પૈસા આપવા માટે શર્ટના ખીસ્સામાંહાથ નાંખ્યો ત્યારે ખિસ્સામાં મુકેલા રૂપિયા 45 હજાર પડી ગયા હતાં. જોકે, ત્યારે તો ફટાપટ પૈસા લઇને તેમણે પરત ખીસ્સામાં મુકી ગાડી લઇને રવાના થયા હતાં.

આ પણ વાંચો : અમદાવાદ : પત્નીનાં મોતનાં દુ:ખમાં ડૉક્ટર પર કર્યો ગોળીબાર, પતિની ધરપકડ

તેઓ શાહીબાગ હનુમાન કેમ્પ રોડ પર આર્મી પુન વસવાટ કેન્દ્ર નજીક પહોચતાં જ એક ટીસીનંબરવાળી બ્લ્યૂ કલરની બલેનો કારનાં કારચાલકએ તેમની કારની આગળ કાર ઉભી રાખી દીધી હતી. તેમાંથી બે શખ્સો ઉતરીને ફરિયાદીની ગાડી પાસે આવ્યા હતાં. ફરીયાદીને ગાડીમાંથી ન ઉતરવાનું કે બુમાબુમ ન કરવાનું કહીને મારી નાંખવાની ધમકી આપીને ફરિયાદીની 25 હજાર રૂપિયાની સોનાની ચેઇન, 45 હજાર રોકડા રૂપિયા અને ગાડીની ચાવી લૂંટી લીધી હતી. જે બાદ આ બંન્ને લૂંટારૂઓ બલેનો કાર લઇને પુરઝડપે ડફનાળા તરફ ફરાર થઇ ગયા હતાં. જોકે, ફરીયાદીએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોચી હતી. ફરીયાદનાં આધારે આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવીને વધુ તપાસ શરૂ કરી છે.
First published: October 22, 2019, 8:27 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading