Home /News /madhya-gujarat /

Gujarat University: હવે ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં દોડશે ઈ-રીક્ષા, જાણો કેવી રીતે વિદ્યાર્થીઓને મળશે લાભ

Gujarat University: હવે ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં દોડશે ઈ-રીક્ષા, જાણો કેવી રીતે વિદ્યાર્થીઓને મળશે લાભ

યુનિવર્સિટીના એલ્યુમનીએ ભેટ સ્વરૂપે બે ઈ-રિક્ષા આપી છે.

હવે ગુજરાત યુનિવર્સિટીમાં પણ ઈ-રિક્ષા દોડશે કારણ કે યુનિવર્સિટીના સત્તાધીશો કેમ્પસને ગ્રીન કેમ્પસ બનાવવા જઇ રહ્યા છે. વિશ્વમાં ઇંધણ મોંઘુ થઇ રહ્યુ છે. ઉપરાંત રિસોર્સિસ પણ ઘટી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીના સ્ટાફને યુનિવર્સીટીના એક બ્રાંચથી અન્ય બ્રાંચમાં જવુ હોય તો પહેલા પોતાનુ વાહન લઇને જવુ પડતુ હતુ ત્યારે હવે યુનિવર્સીટીમાં અભ્યાસ કરી ગયેલા વિદ્યાર્થીએ બે ઈ-રિક્ષા યુનિવર્સિટીને ભેટમાં આપી છે.

વધુ જુઓ ...
ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી (Gujarat University)ના કેમ્પસમાં હવેથી ઈ-રીક્ષા (e-rickshaw) દોડશે. યુનિવર્સિટીના વિશાળ કેમ્પસના અલગ-અલગ ભવનોમાં કામ અર્થે આવતા હજારો વિદ્યાર્થીઓને હવે ઈ-રિક્ષાનો લાભ મળશે. યુનિવર્સિટી કેમ્પસને ગ્રીન કેમ્પસ બનાવવાના ઉદેશથી આ નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી સમયમા રિક્ષાને હોસ્ટેલ સુધી દોડાવવામા આવશે, જેનો વિનામુલ્યે લાભ વિદ્યાર્થીઓને મળશે.

હવે ગુજરાત યુનિવર્સિટીમાં પણ ઈ-રિક્ષા દોડશે કારણ કે યુનિવર્સિટીના સત્તાધીશો કેમ્પસને ગ્રીન કેમ્પસ બનાવવા જઇ રહ્યા છે. વિશ્વમાં ઇંધણ મોંઘુ થઇ રહ્યુ છે. ઉપરાંત રિસોર્સિસ પણ ઘટી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીના સ્ટાફને યુનિવર્સીટીના એક બ્રાંચથી અન્ય બ્રાંચમાં જવુ હોય તો પહેલા પોતાનુ વાહન લઇને જવુ પડતુ હતુ ત્યારે હવે યુનિવર્સીટીમાં અભ્યાસ કરી ગયેલા વિદ્યાર્થીએ બે ઈ-રિક્ષા યુનિવર્સિટીને ભેટમાં આપી છે. બે ઈ-રિક્ષામાં એક પેસેન્જર અને એક લોડિંગ ઈ-રીક્ષા છે. આ રિક્ષા કેમ્પસમાં નિશ્ચીત રૂટ પર ફરશે.

આ પણ વાંચો- Monsoon Updates: Skymate ની આગાહી, ભારતમાં આ વર્ષે કેવું રહેશે ચોમાસુ, ગુજરાત અંગે કહ્યું કઈક આવું

હાલમાં કેમ્પસમાં જ આ રિક્ષા ચલાવવામા આવશે. પરતુ આગામી સમયમા રિક્ષાને હોસ્ટેલ સુધી દોડાવવામા આવશે. વિનામુલ્યે આનો લાભે વિદ્યાર્થીઓને મળશે. આ અંગે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. હિમાંશુ પંડ્યા જણાવે છે કે યુનિવર્સિટીના એલ્યુમનીએ ભેટ સ્વરૂપે બે ઈ-રિક્ષા આપી છે. યુનિવર્સિટીનું કેમ્પસ અલગ અલગ સાત ઝોનમાં ફેલાયેલું છે. યુનિવર્સિટીમાં ડેઝીગ્નેટેડ પાર્કિંગથી કેમ્પસમાં એક નિશ્ચિત સરક્યુલર રૂટ પર એક ઈ-રિક્ષા વિદ્યાર્થીઓ અને અધ્યાપકો માટે ચલાવવામાં આવશે.

આ પણ વાંચો- 'IPL છોડો અને તમારા દેશને સપોર્ટ કરો', શ્રીલંકાના મંત્રીએ કહ્યું- ક્રિકેટર્સ નોકરી બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે

વિદ્યાર્થીઓ પોતાનું વાહન પાર્ક કરીને કેમ્પસમાં કાર્યરત ઈ-રિક્ષાનો ઉપયોગ કરી શકશે. હાલ ગુજરાત યુનિવર્સિટીમાં કચરો એકત્ર કરવા અથવા ટ્રાન્સપોર્ટેશન માટે ડીઝલથી ચાલતા વાહનનો ઉપયોગ કરવામાં આવે છે. હવે કેમ્પસમાં એકત્ર થતો કચરો અને એક જગ્યાથી બીજી જગ્યાએ આવવા જવા માટે ઈ- રિક્ષાનો ઉપયોગ કરાશે. મહત્વનુ છે કે યુનિવર્સિટીનું કેમ્પસ અમદાવાદનું ફેફસું કહેવાય છે. યુનિવર્સિટીમાં હાઈએસ્ટ ગ્રીનકવર ભાગ છે. કેમ્પસ પ્રદુષણ મુક્ત બને અને ઘોંઘાટ મુક્ત બને તે હેતુથી આ પાયલોટ પ્રોજેકટ શરૂ કરાયો છે. આગામી દિવસોમાં ઈ-રિક્ષામાં વધારો કરવામાં આવશે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad news, E rickshaw service, Gujarat University's, Gujarati news

આગામી સમાચાર