અમદાવાદઃ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર ટી-20 મેચની ટિકિટની કાળા બજારી, બે ઝડપાયા

અમદાવાદઃ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર ટી-20 મેચની ટિકિટની કાળા બજારી, બે ઝડપાયા
પ્રતિકાત્મક તસવીર

પોલીસે કમલેશ પટેલ અને દક્ષેશ પટેલ નામના બે લોકોની અટકાયત કરી હતી. જેમાંથી કમલેશ નામના શખ્સ પાસેથી ચાર ટિકિટો મળી આવી હતી.

  • Share this:
અમદાવાદ: શહેરના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં (Narendra modi cricket stadium) હાલ ચાલી રહેલી ટી-૨૦ મેચ દરમિયાન ટિકિટોના કાળાબજાર ન થાય તે માટે પોલીસ દ્વારા ટિમો ગોઠવવામાં આવી છે. ત્યારે આ મેચની ટિકિટની હવે કાળાબજારી શરૂ થઇ છે. જ્યારે પોલીસ પેટ્રોલિંગમાં (Police patrolling) હતી ત્યારે ટિકિટની કાળાબજારી (ticket back market) કરતા બે શખ્સોની ધરપકડ કરાઇ હતી. બંને શખ્સો પાસેથી મોબાઈલ ફોન, 7 ટિકિટ અને વાહનો પણ કબજે કરવામાં આવ્યા હતા. આ બંને શખશની પૂછપરછમાં સામે આવ્યું કે તે લોકોએ અગાઉથી ટિકિટ ખરીદી હતી અને ઓફલાઈન ટિકિટ લેવા આવનાર લોકોને ઊંચા ભાવે વેચતા હતા.

શહેરના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ક્રિકેટ મેચ ચાલી રહી છે. ત્યારે હાલ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટી-20 મેચ દરમિયાન ઓનલાઇન તથા ઓફલાઈન ટિકિટનું વેચાણ ચાલુ છે. જેથી ઓફલાઈન ટિકિટ લેવા આવનાર લોકોને સરળતાથી ટિકિટ મળી રહે અને કાયદો તથા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સ્ટેડિયમની બહારના ભાગે પોલીસ પેટ્રોલિંગમાં હતી.તે દરમિયાન સ્ટેડિયમ રોડ પર એક હોસ્પિટલ પાસે પહોંચી ત્યારે પોલીસને બાતમી મળી કે બે શખશો ક્રિકેટ મેચની ટિકિટના કાળા બજાર કરી રહ્યા છે. જેથી પોલીસે બાતમીના આધારે ઊંચા ભાવ લઈને ટિકિટ વેચનાર બે શખ્સોની જગ્યા પરથી અટકાયત કરી હતી.

આ પણ વાંચોઃ-Zomato ડિલિવરી બોયનું કારસ્તાન, યુવતીને મુક્કો મારી નાકે કર્યું ફ્રેક્ચર, યુવતીએ videoમાં વ્યક્ત કરી આખી ઘટના

આ પણ વાંચોઃ-અમદાવાદાની આયેશા જેવી હૃદયદ્રાવક ઘટના! લગ્નના 14 મહિનામાં જ બે માસની સગર્ભાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

જ્યારે પોલીસ આ બન્ને શખ્સોને પકડવા પહોંચી ત્યારે બંને શખશો ભાગ્યા હતા. જોકે પોલીસે બંને નો પીછો કરી તેઓને ઝડપી પાડયા હતા. પોલીસે કમલેશ પટેલ અને દક્ષેશ પટેલ નામના બે લોકોની અટકાયત કરી હતી. જેમાંથી કમલેશ નામના શખ્સ પાસેથી ચાર ટિકિટો મળી આવી હતી.

આ પણ વાંચોઃ-બારડોલીઃ સગીરા સાથે ચોથી વાર દુષ્કર્મ આચરવા જતા આરોપીને મળ્યું મોત, પકડાયેલા યુવકને માર મારતો live video

આ પણ વાંચોઃ-બે ભાઈઓએ એક સાથે જ કરી આત્મહત્યા, દર્દભર્યો વીડિયો બનાવી કહ્યું 'જીવવાનું મન નથી....માટે જઈ રહ્યા છીએ'

જે ટિકિટ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેની ક્રિકેટ મેચની ટિકિટ હતી. જ્યારે દક્ષેશ પટેલ પાસેથી ત્રણ ટિકિટ મળી આવી હતી. આ બન્ને શખ્સો પાસેથી મોબાઇલ ફોન અને વાહનો પણ કબજે કરી પોલીસે તપાસ શરૂ કરી હતી.બંને શખ્સોની પૂછપરછમાં તેઓએ જણાવ્યું કે આ ટિકિટો અગાઉ મેળવી હતી અને ત્યાં ઊભા રહી ટિકિટ લેવા આવતા લોકોને ઊંચા ભાવે વેચવા ની હતી. બંને શખ્સો પાસેથી જે રોકડા નાણાં મળી આવ્યા હતા તે પણ ક્રિકેટ મેચની ટિકિટના વેચાણના હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે બને સામે ગુનો નોંધી ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.
Published by:ankit patel
First published:March 11, 2021, 23:03 pm

ટૉપ ન્યૂઝ