અમદાવાદ : ખાડાને કારણે બેનાં મોત, ગરબા રમીને પરત ફરતી યુવતી તથા એક વૃદ્ધનું મોત

News18 Gujarati
Updated: October 6, 2019, 1:05 PM IST
અમદાવાદ : ખાડાને કારણે બેનાં મોત, ગરબા રમીને પરત ફરતી યુવતી તથા એક વૃદ્ધનું મોત
પ્રતિકાત્મક તસવીર

ખાડા પુરવા માટે અવારનવાર લોકો તંત્ર સામે ફરિયાદ કરે છે પરંતુ પરિણામ કંઇ આવતું નથી

  • Share this:
હર્મેશ સુખડિયા, અમદાવાદ : અમદાવાદમાં (Ahmedabad) રાજ્યભરની તુલનામાં વાત કરીએ તો વરસાદ (Monsoon) ઓછો થયો છે. પરંતુ શહેરનાં માર્ગો પર જ્યાં જોઇએ ત્યાં મસમોટા ખાડઓ પડી ગયા છે. ખાડા પુરવા માટે અવારનવાર લોકો તંત્ર સામે ફરિયાદ કરે છે પરંતુ પરિણામ કંઇ આવતું નથી. ત્યારે આ ખાડાઓ સામાન્ય જનતાની મોતનું કારણ બની રહ્યાં છે. વસ્ત્રાપુર જીએમડીસીમાં (GMDC) ગરબા રમીને આવતી યુવતીનું ટુવ્હીલર ખાડામાં પડવાથી મોત નીપજ્યું છે. જ્યારે બાપુનગરમાં રિક્ષામાં ખાડામાં પડતા આધેડનું પણ મોત નીપજ્યું હતું.

18 વર્ષની યુવતીનું મોત

આ મામલે મળતી માહિતી પ્રમાણે આંબાવાડી વિસ્તારમાં રહેતા અને ઇન્ડીયન ઓવરસીઝ બેન્કમાં નોકરી કરતા નિલેશભાઇ પરમારે ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. તેમણે કહ્યું છે કે, 'ગઇકાલે રાતે તેમની બહેન અને દીકરી વસ્ત્રાપુર જીએમડીસી ખાતે ગરબા રમવા ગયા હતાં. જ્યાંથી પાછા ફરતા સમયે જીએમડીસી પાસે ખાડામાં એક્ટિવા સ્લીપ થઇ જતા તેમની 18 વર્ષની પુત્રી વૈભવીને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. જે બાદ તેના ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી. જ્યાં તેનું મોત નીપજ્યું છે.'

આ પણ વાંચો : રાજ્ય સરકારે રિક્ષા ચાલકો, PUC અને હૅલ્મેટ મુદ્દે લીધો મહત્વનો નિર્ણય

રિક્ષા ચાલકનું મોત

29મી તારીખે શહેરનાં નિકોલ વિસ્તારનાં પરષોત્તમ નગરમાં રહેતા હોમગાર્ડમાં નોકરી કરતા કમલેશભાઇ પટણીએ એચ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે ગત 29 સપ્ટેમ્બર એટલે મંગળવારની રાતે તેમના મોટા બાપુજી ગોવિંદભાઇ 11.30 કલાકે રિક્ષા લઇને બાપુનગર રસ્તા પરથી પસાર થઇ રહ્યાં હતાં. તે દરમિયાન ખાડામાં રિક્ષાનું વ્હીલ અચાનક ખાડામાં આવતા રિક્ષા પલટી ગઇ હતી. આ અકસ્માતમાં તેમને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. જે બાદ તેમને સારવાર માટે સિવિલ હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં હતાં. જેમનું ગઇકાલે સારવાર દરમિયાન જ મોત નીપજ્યું હતું.આ પણ વાંચો : અમદાવાદઃ ચાલુ ગાડીમાં દારૂની પાર્ટી કરતા ચાર નબીરાઓને ઝોન-2ના DCPએ પકડ્યા
First published: October 6, 2019, 7:58 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading