IPLમાં નવી 2 ટીમો આવશે, ગુજરાતીઓ માટે છે ખુશખબર !

News18 Gujarati
Updated: July 14, 2019, 4:23 PM IST
IPLમાં નવી 2 ટીમો આવશે, ગુજરાતીઓ માટે છે ખુશખબર !
અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમ સંપૂર્ણ રીતે તૈયાર થવાના આરે છે. હવે તેમાં એક લાખ દર્શક બેસી સકે છે અને આ દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ હશે. એવામાં આઇપીએલ માટે તેની દાવેદારી મજબૂત

અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમ સંપૂર્ણ રીતે તૈયાર થવાના આરે છે. હવે તેમાં એક લાખ દર્શક બેસી સકે છે અને આ દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ હશે. એવામાં આઇપીએલ માટે તેની દાવેદારી મજબૂત

  • Share this:
IPLમાં બે વર્ષ બાદ એટલે કે 2021 સુધી 8ની જગ્યાએ 10 ટીમ રમતી નજર આવી શકે છે. બે નવી ટીમો સામેલ કરવા માટે બીસીસીઆઇમાં હાલ ભારે ચર્ચા ચાલી રહી છે. અમદાવાદ, પુણે અને રાંચી અથવા જમશેદપુરમાંથી બે ટીમ 2021 આઇપીએલમાં નજર આવી શકે છે.

કઇ કઇ હશે નવી ટીમ અને તેના માલિક ?

અમદાવાદ માટે અદાણી ગ્રૂપે, પુણે માટે આરપીજી-રાજીવ ગોયનકા ગ્રૂપ અને રાંચી અથવા જમશેદપુરમાંથી કોઇ એક શહર માટે ટાટા ગ્રૂપ રેસમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે બીસીસીઆઇએ 8 વર્ષ પહેલા 2011માં ટીમોની સંખ્યા 10 કરી હતી, પરંતુ અનેક વિવાદ બાદ ત્રણ વર્ષ બાદ બે નવી ટીમને હટાવી દેવામાં આવી હતી.

અહીં ક્લિક કરી વાંચોઃ જેઠાલાલને આવી દયાબેનની યાદ, કર્યા મોટા ખુલાસા

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે બે નવી ટીમને સામેલ કરવા માટે બ્લ્યૂપ્રિન્ટ બનાવવામાં આવી રહ્યો છે. યોજના તૈયાર થઇ ચૂકી છે. હવે ટેન્ડર પ્રક્રિયા પર કામ કરવામાં આવી રહ્યું છે. આ અંગે વાતચીત માટે શનિવારે લંડનમાં વર્તમાન ટીમના માલિત અને અધિકારી મળ્યા હતા. તેમાં માનવામાં આવ્યું કે બે નવી ટીમ આવવાથી આઇપીએલને ફાયદો થશે. બીસીસીઆઇના સીઇઓ રાહુલ જોહરીએ પણ આ અંગે પુષ્ટી કરી છે પરંતુ તેઓએ મિટિંગ અંગે વધુ માહિતી આપી નથી.

અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમ સંપૂર્ણ રીતે તૈયાર થવાના આરે છે. હવે તેમાં એક લાખ દર્શક બેસી સકે છે અને આ દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ હશે. એવામાં આઇપીએલ માટે આ શહેરની દાવેદારી મજબૂત છે. અદાણી ગ્રૂપે 2010માં પણ અહમદાબાદની ફ્રેન્ચાઇસીનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે નિષ્ફળ રહ્યો.
First published: July 14, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading