Home /News /madhya-gujarat /

અમદાવાદનો ગજબ કિસ્સો : કૂતરો અને કૂતરી મસ્તી કરવા લાગતા પાડોશી બાખડ્યા, મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો

અમદાવાદનો ગજબ કિસ્સો : કૂતરો અને કૂતરી મસ્તી કરવા લાગતા પાડોશી બાખડ્યા, મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો

પ્રતિકાત્મક તસવીર

બે પાડોશીઓ પોતાના કૂતરાઓને લઈને બહાર નીકળ્યા હતા, આ દરમિયાન એક પાડોશીનો જર્મન શેફર્ડ બીજા પાડોશીની કૂતરી સાથે મસ્તી કરવા લાગ્યો હતો.

    અમદાવાદ : ઇસનપુર પોલીસના (Ahmedabad Police) ચોપડે એક ગજબ બનાવ નોંધાયો છે. જેમાં બે પાડોશીઓ (Scuffle between Neighbours) પોતાના પાલતું પ્રાણીઓને લઈને બાખડ્યાં હતાં. આ મામલે બંને પક્ષે તરફથી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વાત એમ છે કે એક પાડોશીનો કૂતરો (Dog) અને બીજા પાડોશીની કૂતરી મસ્તી કરવા લાગ્યા હતા. જે બાદમાં કૂતરા અને કૂતરાના માલિકો ઝઘડી પડ્યાં હતાં. નોંધનીય છે કે ગત અઠવાડિયે અમદાવાદમાં જ એક પાલતું બિલાડી (Cat) બીજાના ઘરમાં ઘૂસી જતાં બે પાડોશીઓ વચ્ચે ઝઘડો થયો હતો. આ મામલો પણ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.

    મળતી માહિતી પ્રમાણે શહેરના ઈસનપુરમાં રામવાડી ટેકરો વિભાગ-1માં રહેતો રોહિત ખેતરિયા સોમવારે રાત્રે પોતાના પાલતું જર્મન શેફર્ડ કૂતરાને લઈને બહાર નીકળ્યો હતો. આ દરમિયાન રોહિત અને તેના પાડોશી આકાશ પરવાર વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડો પણ કૂતરા અને કૂતરીને લઈને થયો હતો. બન્યું એમ હતું કે રોહિતની સાથે તેનો પાડોશી આકાશ પરમાર પર પોતાની પાલતું કૂતરીને લઈને બહાર ફરવા માટે નીકળ્યો હતો.

    આ પણ વાંચો : 'મારી બિલાડીને અડ્યા તો તારા છોકરાને જીવતો જ પતાવી દઇશ'

    બંને માલિક બહાર નીકળ્યા હતા ત્યારે રોહિતનો જર્મન શેફર્ડ અને આકાશની કૂતરી એકબીજા સાથે મસ્તી કરવા લાગ્યા હતા. રોહિતનો જર્મન શેફર્ડ મસ્તી કરવા લાગતા આકાશ ઉશ્કેરાયો હતો અને તેને માર મારવા લાગ્યો હતો. આકાશે રોહિતને કહ્યું હતું કે, 'તું તારા કૂતરાને મારી કૂતરી પાસે કેમ લાવ્યો.' સાથે જ આકાશે રોહિતને તેના કૂતરાને બાંધીને રાખવાનું કહ્યું હતું. આ વાત પર બંને વચ્ચે ગાળાગાળી થઈ હતી અને બંનેએ મારામારી કરી હતી.

    આ પણ વાંચો : કોરોનાવાયરસ ઇફેક્ટ : અમદાવાદીઓ કહેશે 'નમસ્તે', મ્યુનિસિપિલ કમિશનર નેહરાની અપીલ

    જીવથી મારી નાખવાની ધમકી



    આ અંગે રોહિતની ફરિયાદ પ્રમાણે ઝઘડા દરમિયાન તેનો ભાઈ રાહુલ અને આરોપી આકાશનો ભાઈ અનિલ પણ ત્યાં આવી પહોંચ્યા હતા. આકાશ અને રાહુલે મળીને ફરિયાદ તેમજ તેના ભાઈને ગડદાપાટુનો માર માર્યો હતો.એટલું જ નહીં ફરીથી કૂતરાને બહાર કાઢશે તો જીવથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. રોહિત અને આકાશના ઝઘડા દરમિયાન કોઈએ પોલીસ કંટ્રોલરૂમને ફોન કરતા પોલીસ દોડી આવી હતી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Ahmedabad police, Dog, પોલીસ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन