અમદાવાદ : પત્ની રિસાઈને ભાગી ગયા બાદ સાસરિયા પક્ષનો જમાઈ પર હુમલો, એકનું મોત

News18 Gujarati
Updated: November 1, 2019, 2:57 PM IST
અમદાવાદ : પત્ની રિસાઈને ભાગી ગયા બાદ સાસરિયા પક્ષનો જમાઈ પર હુમલો, એકનું મોત
પ્રતિકાત્મક તસવીર

વાતચીત દરિમયાન ફરિયાદીના સસરા, બે સાળા અને અન્ય એક વ્યક્તિએ ફરિયાદી અને તેના ભાઈ પર હુમલો કરી દીધો હતી.

  • Share this:
નવીન ઝા, અમદાવાદ : અમદાવાદમાં છેલ્લા થોડા સમયથી હત્યાના બનાવો વધી રહ્યા છે. ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં હત્યાના બનાવોમાં વધારો થયો છે. ગુરુવારે રાત્રે અમરાઈવાડી અને વટવામાં હત્યાના બે બનાવો બન્યા છે. અમરાઈવાડીમાં ફરિયાદી અવધેશ પ્રજાપતિ અને તેના ભાઈ પર તેના સાસરિયાના લોકોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ફરિયાદીના ભાઈનું મોત થયું છે, તેમજ ફરિયાદી સહિત 2 લોકોને ઇજા થઈ છે.

વિગતે વાત કરીએ તો ફરિયાદી અવધેશની પત્ની રિસાઈને વારંવાર પિયરમાં જતી રહેતી હતી. ગઈકાલે પણ તે પિયરમાં જતી રહી હતી. જે બાદમાં ફરિયાદીએ આ અંગેની ફરિયાદ તેના સસરાને કરતા સાસરિયા પક્ષના લોકો તેના ઘરે આવ્યા હતા.

આ પણ વાંચો : 'મહા' વાવાઝોડું ગુજરાત તરફ ફંટાયું, ભારે પવન સાથે વરસાદની આગાહી

વાતચીત દરિમયાન ફરિયાદીના સસરા, બે સાળા અને અન્ય એક વ્યક્તિએ ફરિયાદી અને તેના ભાઈ પર હુમલો કરી દીધો હતી. આ હુમલામાં ફરિયાદીના ભાઈ આદેશકુમારનું મોત થયું છે. અમરાઈવાડીના પોલીસ ઇન્સ્પેક્ટરનું કેહવું છે કે, આ મામલે ચાર લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવે છે તેમજ ત્રણ લોકોની અટકાયત કરી લેવામાં આવી છે.

બીજી બાજુ ગુરુવારે રાત્રે વટવા વિસ્તારમાં છેલ્લા 2 વર્ષથી રહેતા અને મૂળ રાજસ્થાનના દિનેશ ચૌધરીની કેટલાક લોકો હત્યા કરીને ફરાર થઈ ગયા છે. નોંધનીય છે કે આ હત્યા પાછળ કોઈ કારણ સામે આવી રહ્યું નથી. હત્યા કોણે કરી છે તે પણ સામે આવ્યું નથી. આ મામલે વટવા પોલીસ ઇન્સ્પેક્ટર હસમુખ સિસારનું કેહવું છે કે, હાલ હત્યાનો ગુનો દાખલ કર્યો છે, ટૂંક સમયમાં આરોપીઓને પકડી લેવામાં આવશે.

આ પણ વાંચો : અમદાવાદ: બુમો સાંભળી પાડોશી પહોંચ્યા તો દિવ્યાંગ યુવતી હતી નગ્ન હાલતમાં
First published: November 1, 2019, 2:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading