અમદાવાદ પૂર્વમાં ખેલાયો ખુની ખેલ, હત્યાના બદલામાં હત્યા

News18 Gujarati
Updated: May 22, 2019, 12:41 PM IST
અમદાવાદ પૂર્વમાં ખેલાયો ખુની ખેલ, હત્યાના બદલામાં હત્યા
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદના રામોલમાં આવેલા જનતાનગરમાં યુવાનની હત્યા થઇ જતા ચકચાર મચી ગઇ છે

  • Share this:
ઋત્વિજ સોની, અમદાવાદ: અમદાવાદના રામોલમાં આવેલા જનતાનગરમાં યુવાનની હત્યા થઇ જતા ચકચાર મચી ગઇ છે. રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા રમીઝખાન પઠાણ અને શમશેરખાન પઠાણ વચ્ચે જુની અદાવત ચાલી રહી હતી. જો કે, આ અદાવતને ધ્યાનમાં રાખીને શમશેરખાન પઠાણએ રમીઝખાન પઠાણ પર મોડી રાત્રે હુમલો કર્યો હતો. જેથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત રમીઝખાનને સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

જ્યારે રમીઝખાનના પરિવારજનોએ શમશેરખાનના ભાઇ આમીરખાન પર હુમલો કર્યો હતો. જેથી તેને પણ ગંભીર ઇજા પહોચી હતી. જેને સારવાર માટે એલજીહોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ દરમિયાન રમીઝખાન પઠાણના પરિવારજનો સહિત 100થી 150 લોકોનું ટોળું એલજી હોસ્પિટલ ખાતે આવી પહોચ્યું હતું અને આમીરખાન પઠાણને માર માર્યો હતો. તેમજ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી.

જો કે, ટોળાએ આમીરખાનને એટલી હદે માર માર્યો હતો કે, તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને પુષ્કળ પ્રમાણમાં લોહી વહી ગયું હતું. જેને તાત્કિલાક સારવાર માટે આઇસીયુ વોર્ડમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ઘટનાએ બે યુવાનોનો ભોગ લીધો છે. પોલીસે કુલ 15 આરોપીની અટકાયત કરી છે.

આ પણ વાંચો: સાવધાન! અમદાવાદમાં બે દિવસ છે ઓરેન્જ એલર્ટ

આ બંન્ને વચ્ચે છેલ્લા કેટલાય સમયથી અદાવત ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. મૃતક રમીઝખાન ફિરોજશક્તિ ગેંગનો સભ્ય છે અને તેની સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયા છે. હાલમાં પોલીસે આ સમગ્ર મામલામાં રામોલ અને મણીનગર પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

 
First published: May 22, 2019, 7:59 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading