અમદાવાદ: શહેરમાં ગરમીનો (summer heat) લાભ લઈને રાત્રિના સમયે ધાબા ઉપર ચઢીને ધાબે સૂતા લોકોના મોબાઇલ ફોનની (mobile phone) ચોરી કરનારી ગેંગના (thief gang) સાગરીતોની રામોલ પોલીસે (Ramol police) ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી ચોરીના 11 મોબાઇલ ફોન કબજે કરી પોલીસે અલગ-અલગ પોલીસ સ્ટેશનના ગુનાનો ભેદ ઉકેલ્યો છે.
રામોલ પોલીસની ગિરફતમાં દેખાતા આ બે આરોપીઓના નામ છે અભિમન્યુ ભદોરીયા તેમજ મહંમદ તબરેજ શેખ.. રામોલ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે સુરેલીયા સર્કલ ચાર રસ્તા પાસેથી આ બંને ઈસમોની ધરપકડ કરી તપાસ કરતા અનેક ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે.
આરોપીઓ પાસેથી અલગ અલગ કંપનીના ચોરીના 11 મોબાઈલ ફોન કબ્જે કરી મોટરસાયકલ સહિત એક લાખ ૬૮ હજારનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓની સાથે સામેલ અન્ય એક આરોપીનું નામ ખૂલતાં તેની પણ ધરપકડ કરવાની તજવીજ રામોલ પોલીસે હાથ ધરી છે.
પકડાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે આ ગુનામાં વોન્ટેડ આરોપી આકાશ ઉર્ફે શર્મા સાથે આ બન્ને આરોપીઓ સાથે મળીને રાત્રિના અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં રેકી કરતા હતા.
ગરમીનો સમયગાળો હોવાથી કોઈપણ પ્રકારે ધાબા ઉપર ચડીને ધાબા પર સુઈ રહેલા વ્યક્તિઓના મોબાઈલ ફોનની ચોરી કરી તેમજ ઘરમાં પ્રવેશી તિજોરી તોડી જે કંઈપણ મુદ્દામાલ મળે તેની ચોરી કરતા હતા.
ચોરીનો મુદ્દામાલ ત્રણેય આરોપીઓ સરખા ભાગે વહેંચી લેતા હતા. આરોપીઓએ રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે ઘરફોડ ચોરી તેમજ બે મોબાઇલ ફોનની ચોરી તેમજ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં એક જ સોસાયટીમાંથી 5 મોબાઈલ ફોનની ચોરી કરી હોવાની કબુલાત કરી છે.
રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચાર તેમજ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના સહિત અનેક ગુનાનો હાલ ભેદ ઉકેલાયો છે...હાલ તો આ સમગ્ર મામલે રામોલ પોલીસે આ ગુનામાં વોન્ટેડ આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે, તેમજ પકડાયેલા આરોપીઓએ અન્ય કોઈ ગુનાહિત કૃત્ય આચર્યું છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર