અમદાવાદમાં ખૂની ખેલ! અગાઉ થયેલી બબાલનું સમાધાન કરવા બોલાવી યુવકની કરી હત્યા, બેની ધરપકડ


Updated: June 25, 2020, 10:48 PM IST
અમદાવાદમાં ખૂની ખેલ! અગાઉ થયેલી બબાલનું સમાધાન કરવા બોલાવી યુવકની કરી હત્યા, બેની ધરપકડ
બે આરોપીઓની તસવીર

શહેરના મેઘાણીનગર વિસ્તારમાં અગાઉના ઝઘડાના સમાધાન માટે બોલાવી યુવકની તિક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી બે વ્યક્તિ પલાયન થઇ ગયા હતા.

  • Share this:
અમદાવાદ: શહેરના મેઘાણીનગર વિસ્તારમાં અગાઉ ઝઘડાના (Fight) સમાધાન માટે બોલાવી યુવકની કરવામાં આવેલી હત્યા કેસમાં (murder case) પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીઓને ઝડપી લીધા છે. જોકે આજે મૃતકની અંતિમયાત્રા દરમ્યાન પરિવારજનો એ આરોપીઓના (accused) ઘર પાસે તોડફોડ કરતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે

શહેરના મેઘાણીનગર વિસ્તારમાં અગાઉના ઝઘડાના સમાધાન માટે બોલાવી યુવકની તિક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી બે વ્યક્તિ પલાયન થઇ ગયા હતા. જો કે, મેઘાણીનગર પોલીસે ગણતરીના કલાકોમાં બન્ને આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

ઉલ્લેખનીય છે કે મૃતક જીગ્નેશ ઉર્ફે લાલો પટણી શહેરના રખિયાલ વિસ્તારમાં રહેતો પણ મેઘાણીનગરની પતરાવાળી ચાલીમા આવતો જતો હતો. આ દરમિયાન ઔડાના મકાનમા રહેતા સુરેશ પટણી તથા તેનો ભાઇ મહેશ પટણી સાથે અગાઉ ઝઘડો થયો હતો.

મૃતકની તસવીર


જેથી સમાધાન માટે જીગ્નેશ ઉર્ફે લાલને વાતચીત કરવા ઔડાના મકાન ખાતે બોલાવ્યો હતો. ત્યારબાદ બન્ને ભાઇઓ સમાધાન કરવાની જગ્યાએ જીગ્નેશને ગાળો બોલી ગડદા પાટુનો માર મારી ઝપાઝપી કરી કરી હતી. આ સમયે મહેશ તેની પાસેનુ તીક્ષ્ણ હથિયાર કાઢી જીગ્નેશ ઉર્ફે લાલાના થાપાના ભાગે તથા પગો ઉપર મારી ઇજા કરી હતી.જ્યારે સુરેશે તેની પાસેની તલવાર વડે જીગ્નેશના માથાના ભાગે મારી ઇજા થતા ત્યાં જ મૃત્યુ પામ્યો હતો.

આ પણ વાંચોઃ-Photo: પ્રેમીનો માર ખાઈને કંટાળેલી પ્રેમિકાએ થાંભલા સાથે બાંધીને પ્રેમીને જાહેરમાં ધોઈ નાંખ્યોજોકે બન્ને ભાઈઓ હત્યા કર્યા બાદ બન્ને ભાઇઓ ત્યાંથી પલાયન થઇ ગયા.અને મામલો પોલીસના ધ્યાને આવતા ફરિયાદ લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.હત્યા થયાના ગણતરીના કલાકોમાં જ પોલીસે તાત્કાલીક આરોપીઓને ઝડપી લીધા હતા.

આ પણ વાંચોઃ-કોરોનાએ સુરતને ઘમરોળ્યું! વધુ 178 કેસ, કતારગામ અને વરાછામાં સતત કેસમાં ઉછાળો

આરોપી મહેશ પટણી અને સુરેશભાઇ પટણી ની પોલીસે પૂછપરછ કરતાં એવો પણ સામે આવ્યું કે અગાઉ જીગ્નેશ ઉર્ફે લાલા એ મહેશભાઈ હુમલો કરતાં ફરિયાદ નોંધાઇ હતી અને તે જ અદાવત રાખી હત્યાને અંજામ આપ્યો હતો. જોકે ગુરુવારે જીગ્નેશની અંતિમ યાત્રા નીકળતા ઉસ્કેરાયેલા પરિવારજનોએ પથ્થર મારો કર્યો.જેથી આ મામલે મેઘાણીનગર પોલીસે અલગથી ફરિયાદ લઇ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ-સુરતઃ ઓક્સિજન ટેન્ક મૂકવા માટે કોવિડ-19 હોસ્પિટલમાં 10 જેટલા વૃક્ષનું નિકંદન, રૂ.11,000નો દંડ

સામાન્ય તકરાર અને અંગત અદાવત એક યુવાનની હત્યા પાછળ કારણભૂત બની છે ત્યારે આરોપી બંને ભાઈઓની પોલીસે ધરપકડ તો કરી પરંતુ તમામ પાસા તપાસી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
First published: June 25, 2020, 10:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading